સહરસા:બિહારના સહરસામાં પતિએ તેની પત્નીનું ગળું દબાવીને હત્યા (Husband strangled his wife to death in Saharsa) કરી હતી. આ હત્યાનું કારણ ચોંકાવનારું છે. જણાવવામાં આવી રહ્યું છે કે, લોન નહીં ચૂકવવાના ડરથી પતિએ પહેલા મહિલા સાથે ઝઘડો કર્યો અને પછી તેનું ગળું દબાવીને હત્યા (husband killed wife in saharsa because of money) કરી દીધી. આ ઘટના જિલ્લાના જલાઈ ઓપી વિસ્તારના પાટબિંધા ગામની છે. મૃતક મહિલાની ઓળખ લક્ષ્મી દેવી તરીકે થઈ છે, જે જલઈ ઓપી વિસ્તારના પાટબિંધા ગામની રહેવાસી છે.
સહરસામાં પતિએ પૈસા માટે પત્નીની જ કરી નાખી હત્યા, 8 વર્ષ પહેલા કર્યા હતા લવ મેરેજ - લોન ચૂકવવાના ડરથી પતિએ પત્નીની હત્યા કરી નાખી
સહરસામાં પતિએ પૈસા માટે પત્નીની જ હત્યા કરી નાખી છે. કહેવામાં આવી રહ્યું છે કે, લોનની ચુકવણીને લઈને બંને વચ્ચે વિવાદ (husband killed wife in saharsa because of money) થયો હતો. જે બાદ પતિએ ગુસ્સામાં આવીને પત્નીનું ગળું દબાવી દીધું હતું. બંનેએ આઠ વર્ષ પહેલા ગામમાં આંતરજ્ઞાતિય પ્રેમ લગ્ન કર્યા હતા.
પુત્રીના નામે બેંકમાંથી બે લાખની લોન મેળવી: બંને વચ્ચે ઘણીવાર પૈસા ઉપર ઝઘડો થતો હતો. પતિ વારંવાર મહિલા પાસે પૈસાની માંગણી કરતો હતો, જેના માટે પત્નીએ તેની માતાને લોન લેવાનું કહ્યું હતું. જે બાદ બાળકીની માતાએ તેની પુત્રીના નામે બેંકમાંથી બે લાખની લોન મેળવી હતી. બાદમાં બંને વચ્ચે લોનની ચુકવણી બાબતે ઝઘડો થયો હતો. આ વિવાદ એટલો વધી ગયો કે, પતિ મુલાયમ યાદવે પત્ની લક્ષ્મી દેવીની ગળું દબાવીને હત્યા (Husband killed his wife in Saharsa) કરી નાખી.
બંનેએ 8 વર્ષ પહેલા કર્યા હતા લવ મેરેજ: ઘટના બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા જ જલાઈ ઓપી વિસ્તારની પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે સદર હોસ્પિટલ મોકલી આપ્યો હતો, સાથે જ પોલીસે પણ આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. બંનેએ આઠ વર્ષ પહેલા ગામમાં આંતરજ્ઞાતિય પ્રેમ લગ્ન કર્યા હતા.