- છપરાનો અનોખો કિસ્સો
- પતિએ કરાવ્યા પત્નીના લગ્ન
- ચર્ચાના ચકડોળે ચડી ઘટના
સારણ(છપરા): કહે છે કે જોડીઓ તો સ્વર્ગમાં નક્કી થાય છે આવું જ કંઇક બિહારના છપરામાં એવો જ કઇંક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક પતિએ પોતાની પત્નીના લગ્ન તેના પ્રેમી સાથે કરાવી આપ્યા હતાં. પત્નીની જીદ હતી કે પતિએ અંતે હારીને પ્રેમી સાથે લગ્ન કરાવી આપ્યા હતાં.
પતિએ કરાવ્યા પત્નીના લગ્ન
આ યુગલે પહેલાં પણ પ્રેમલગ્ન કર્યા હતાં. હવે જ્યારે પત્ની જ્યારે બીજા લગ્ન કરવા જઇ રહી છે ત્યારે પતિએ તેને મંજૂરી આપી છે. પ્રેમી પણ રાજી ખુશીથી પત્નીને પોતાના ઘરે લઇ ગયો હતો. પહેલા પતિએ જણાવ્યું હતું કે મેં રાજી ખુશીથી મારી પત્નીના લગ્ન કરાવી આપ્યા છે. અમારા પણ લવ મેરેજ હતાં. મારી પત્નીના બીજા લગ્નથી મને કોઇ જ વાંધો નથી. અમારી એક દિકરી છે જેનું હું ધ્યાન રાખીશ.