પૂર્ણિયા: બિહારના પૂર્ણિયાના (youth commits suicide in Purnea) ડગરુઆ પોલીસ સ્ટેશન વિસ્તારના (Dagarua police station area) એક્કા બરસોની ગામમાં એક વ્યક્તિએ ઝેર ખાઈને આત્મહત્યા કરી લીધી (suicide in ekka barsoni village) હતી. કહેવાય છે કે, આ વ્યક્તિએ નશો કરીને પોતાનો જીવ આપ્યો હતો. મૃતકની ઓળખ મન્ટુ તરીકે થઈ છે, જે વિકલાંગ હતો. મૃતક મન્ટુની પત્ની અન્ય કોઈને પસંદ કરતી હતી. તે જ ગામના રહેવાસી મનીષ સાથે તેણીના પ્રેમસંબંધ ચાલી રહ્યા હતા અને તેણી તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. (wife eloped with lover in Purnea) મન્ટુ આ આઘાત સહન ન કરી શક્યો અને તેણે પોતાનો જીવ આપી દીધો હતો.
આ પણ વાંચો:Minor Girl Rape Case: 40 વર્ષના અને 3 બાળકોના પિતાએ 4 વર્ષની બાળકીને પીંખી, નરાધમની પોલીસે કરી ધરપકડ
પત્ની પ્રેમી સાથે ફરારઃ મન્ટુને ખબર પડી કે તેની પત્ની તેના પ્રેમી સાથે ફરાર થઈ ગઈ છે. પત્નીના પ્રેમી મનીષ સાથે વર્ષોથી પ્રેમસંબંધ ચાલતો હતો. મન્ટુને આ પ્રેમસંબંધની જાણ થતાં જ તે ગુસ્સામાં મતિહાનીમાં તેના સાસરિયાના ઘરે પહોંચ્યો હતો. તેણે વિચાર્યું કે કદાચ પત્ની માતાના ઘરે હશે, પરંતુ માતાના ઘરે પત્ની ન મળતાં મન્ટુ નિરાશ થઈ ગયો અને તે સમજી ગયો કે તેની પત્ની વિશે ગામલોકો જે કંઈ કહે છે તે સાચું છે.