ગુજરાત

gujarat

By

Published : Jan 22, 2021, 8:01 AM IST

Updated : Jan 22, 2021, 12:42 PM IST

ETV Bharat / bharat

કર્ણાટકના શિવમોગા જિલ્લામાં પથ્થરની ખાણમાં ભયાનક વિસ્ફોટ,5 મજૂરોના મોત

કર્ણાટકના શિવમોગા જિલ્લામાં ગુરુવારે મોડી રાત્રે ભયાનક વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ એટલો મોટો હતો કે આસપાસ રહેલા ઘરોના કાચ તુટી ગયા હતાં. આ ઘટનામાં 5 મજૂરોના મોત થયા છે.

sa
sa

  • કર્ણાટકના શિવમોગા જિલ્લામાં પથ્થરની ખાણમાં વિસ્ફોટ
  • આ ભયાનક વિસ્ફોટમાં 5 મજૂરોના મોત
  • વિસ્ફોટથી ભૂંકપ જેવો અનુભવ થયો

કર્ણાટકઃ કર્ણાટકના શિવમોગા જિલ્લામાં ગુરુવારે મોડી રાત્રે ભયાનક વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ એટલો મોટો હતો કે આસપાસ રહેલા ઘરોના કાચ તુટી ગયા હતાં. આ ઘટનામાં 5 મજૂરોના મોત થયા છે.

દુર્ઘટનામાં 5 મજૂરોના મોત

શિવમોગા જિલ્લામાં પથ્થરની ખાણમાં ટ્રકમાં ભરીને લાવી રહેલા વિસ્ફોટકમાં ધમાકો થયો હતો. આ ઘટનામાં બિહારના 5 મજૂરોના મોત થયા છે. તેમજ કેટલાક લોકો ઘાયલ થયા છે. મૃતકો બિહારથી રોજી રોટી મેળવવા માટે કર્ણાટક આવીને આ ખાણમાં કામ કરતા હતાં.

વિસ્ફોટથી ભૂંકપ જેવો અનુભવ થયો

પ્રત્યક્ષદર્શીઓનું કહેવુ છે કે આ વિસ્ફોટ એટલો ભયાનક હતો કે ઘરના કાચ પણ તુટી ગયા હતા અને રસ્તાઓ પર તિરાડ પડી ગઈ હતી. આ ધમાકાથી એવું લાગ્યું હતુ કે જાણે ભૂકંપ આવ્યો હોય, તેથી ભૂગર્ભ વૈજ્ઞાનિકોનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે.

આ દુર્ઘટનામાં અનેક લોકો ઘાયલ પણ થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ વિસ્ફોટ શિવમોગા શહેરથી 5 થી 6 કિલોમીટરના અંતરે થયો હતો.

Last Updated : Jan 22, 2021, 12:42 PM IST

ABOUT THE AUTHOR

...view details