- રાજસ્થાન બિકાનેર માર્ગ અકસ્માતમાં 11 લોકોના મોત
- 7 લોકો ગંભીર રીતે ઘાયલ થયા
- ક્રુઝર કાર અને ટ્રેલર સામસામે ટકરા સર્જાયો અકસ્માત
રાજસ્થાન (બિકાનેર): ઓવરસ્પીડ કારની સમસ્યા સડકો પર વધી રહી છે. ત્યારે મંગળવારના રોજ બિકાનેરના નોખા અને નાગૌર જિલ્લાના શ્રી બાલાજી ગામ વચ્ચે બાલાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલા માર્ગ અકસ્માતમાં 11 લોકોના મોત થયા હતા. મળતી માહિતી મુજબ, બિકાનેર-જોધપુર હાઇવે પર નોખા નાગૌર વચ્ચે આવેલા શ્રી બાલાજી ગામ નજીક ક્રુઝર કાર અને ટ્રેલર સામસામે ટકરાયા હતા.
આ પણ વાંચો: બેંગલુરુમાં ભયાનક કાર અકસ્માતમાં 7ના મોત, કાર ઇલેક્ટ્રિક પોલ સાથે અથડાતા બની દુર્ઘટના