મેષ:વ્યવસાય કરતા જાતકો ખૂબ ખુશ રહેશે અને તમારા વ્યવસાયની આગેવાની કરીને તમને ખુબ ખુશી પ્રાપ્ત થશે. તમે આ દિશામાં વધુ પ્રયત્નો કરશો. તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે અને તમે તમારી પ્રોફાઇલને સુધારવા માટે ખૂબ જ પ્રયત્નો કરશો. નવી નોકરી માટે ઇન્ટરવ્યુ આપી શકો છો, જેમાં તમને સફળતા મળવાની સંભાવના રહેશે. જેઓ પ્રમોશન સાથે ટ્રાન્સફર ઇચ્છતા હોય તેઓને અત્યારે પ્રયાસ કરવાથી ફાયદો થાય. વિદેશમાં ખાસ કરીને આઇટી, મેડિકલ, બીપીઓ, કૉલ સેન્ટર, નેટવર્કિંગ અને હાર્ડવેર જેવા ક્ષેત્રમાં નોકરી કરતા હોય તેમણે પરફોર્મન્સ પર વધુ ધ્યાન આપવું પડશે. પરણિત જાતકો તેમના જીવનસાથી સાથે ક્યાંક ફરવા જવાની યોજના બનાવી શકે છે. તમે એકબીજા સાથે સારો સમય વિતાવી શકશો. ટૂંકું વેકેશન અથવા એકદા દિવસની પિકનિકનું આયોજન કરવાથી તમારી વચ્ચે પ્રેમ વધુ ઘનિષ્ઠ થશે. એકબીજાને સમજવું તમારા માટે સરળ બનશે. જીવનસાથીની સહાયથી તમારા ગૃહસ્થ જીવનમાં આવેલી મોટી મોટી સમસ્યાઓ દૂર કરી શકશો. બચત કરવામાં તેઓ તમને મદદ કરશે. પ્રેમ જીવન જીવતા લોકો ખૂબ જ સર્જનાત્મક અંદાજમાં પ્રેમની અભિવ્યક્તિ દ્વારા પ્રિયપાત્રનું દિલ જીતી લેશે. અઠવાડિયાની શરૂઆતમાં ફરવા જવાનું પ્લાનિંગ થઈ શકે છે. વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. વિકેન્ડમાં મુસાફરી ટાળવાની સલાહ છે.
વૃષભ: તમે મોટાભાગનો સમય પરિવાર, મિત્રો, પ્રિયજનો અને કાર્યસ્થળે તમે જેમની સાથે વધુ ઘનિષ્ઠ સંબંધો ધરાવતા હોવ તેમની સાથે આનંદ-પ્રમોદમાં વિતાવી શકશો. આના કારણે મોટાભાગે તમારું મન પ્રફુલ્લિત રહશે અને તેથી કામકાજમાં તેની પોઝિટીવ અસર દેખાશે. ઘરેલું ખર્ચ અને ઘરેલું કામ પર વધુ ધ્યાન આપી શકશો. જમીન, સંપત્તિ સંબંધિત બાબતમાં તમે વધુ ધ્યાન આપી શકશો. નોકરી અને ધંધામાં તમે પ્લાનિંગ સાથે આગળ વધશો જેના કારણે લાંબાગાળાના લાભો થઈ શકે છે. તમારી આવક અત્યારે મર્યાદિત રહેવાથી બેફામ ખર્ચ ન થાય તેનું ધ્યાન રાખવું પડશે. આ સમયમાં કોઈ નવી લોન ન લેવી તેમજ ક્રેડિટકાર્ડનો ઉપયોગ પણ સંયમમાં કરવો. પરણિત જાતકો લગ્નજીવનમાં હળવાશ અનુભવશે કારણ કે તમારી વચ્ચે તાલમેલ માટે અત્યારે ખૂબ સારો સમય છે. એકબીજાના વિચારોમાં સમજણ વધશે. પ્રેમ સંબંધોમાં હોય તેમને કેટલીક મુશ્કેલીઓનો અનુભવ થશે અને એકબીજા સાથે સમાધાન કરવામાં સમસ્યાઓ થઇ શકે છે. જો તમે વિદ્યાર્થીઓ વિશે વાત કરો છો, તેમનું પરફોર્મન્સ સારું રહેશે પરંતુ સ્વાસ્થ્યની કાળજી લેવી પડશે અન્યથા અભ્યાસમાં ખેલલ પડી શકે છે. અતિ ભારે ભોજન લેવાનું ટાળવું તેમજ પ્રવાહી ચીજો વધુ લેવી. અઠવાડિયાના પ્રથમ બે દિવસ મુસાફરી કરવાના હેતુથી વધુ સારા રહેશે.
મિથુન:શરૂઆતના ચરણમાં તમારા મિત્રો સાથે કોઈ રમણિય સ્થળ પર ફરવા જઈ શકો છો. તમારા પડોશીઓ સાથે, કાર્યસ્થળે સહકર્મચારીઓ અને તમારી ટીમના સભ્યો સાથે સારો તાલમેલ રહેશે. તમને ઘરના નાના ભાઈ -બહેનોનો સારો સહકાર મળશે. તમારી આવકમાં વધારો થઈ શકે છે, જે તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે. તમે મોજશોખ અને પ્રવાસ કે પિકનિક પાછળ ખર્ચ કરીને માનસિક રીતે પ્રફુલ્લિત પણ થશો. ઘણી વસ્તુઓ માટે તમે ખૂબ જ વિરોધાભાસી વલણ અપનાવશો, જેનાથી મૂંઝવણ અનુભવશો. કોઈ મોટો નિર્ણય લેવામાં તમે અસમર્થ હશો. આવી સ્થિતિમાં થોડા સમય માટે તમે થોભી જવું અથવા બીજાની સલાહ લઇને આગળ વધવું. નોકરીમાં આંતરિક ખેંચતાણથી સાવધાન રહેવું પડશે. ઉપરીઓ અને મેનેજમેન્ટ સાથે સારા સંબંધો રાખવાનો હંમેશા પ્રયાસ કરવો. વેપાર-ધંધામાં વાટાઘાટો, નવા કોન્ટ્રાક્ટ માટેની મીટિંગ અને પ્રેઝન્ટેશન વગેરેમાં સારી સફળતા મળી શકે છે. વ્યવસાયી જાતકો માટે આ સમય ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે અને તમે તમારા કાર્યમાં ઝડપથી આગળ વધશો. પરણિત લોકોને ગૃહસ્થ જીવન સમય આપી શકશે અને સંતાન પ્રાપ્તિ થવા સંતાનને લગતી કોઈ ચિંતા હોય તો દૂર થવાના ચાન્સ છે. પ્રેમ જીવનમાં આ સમય ચડતી-પડતી ભરેલા હોવા છતાં તેમના પ્રેમ સંબંધને આગળ વધારી શકશે. નવા પાત્ર તરફ તમારું આકર્ષણ વધી શકે છે. અઠવાડિયાની શરૂઆતથી મધ્ય સુધીનો સમય મુસાફરી કરવા માટે સાનુકૂળ રહેશે. વિદ્યાર્થીઓ અભ્યાસમાં સ્કોર કરવામાં સારા પરિણામ મેળવી શકશે.
કર્ક:અત્યારે તમે માનસિક અને શારીરિક રીતે ઉર્જાવાન હોવાનો અહેસાસ કરશો જેથી તમારું પરફોર્મન્સ સારું રહેશે. તમે કેટલાક નવા કાર્યો શરૂ કરો અથવા હાલના કામકાજમાં નવા પ્લાનિંગ અને નવા અભિગમ સાથે આગળ વધશો જેનાથી સફળતાના ચાન્સ વધી જશે. બીજાને ખુશીઓ આપીને તમે મનોમન ખુશીની લાગણી અનુભવશો. નોકરી કરનારા લોકો માટે આ અઠવાડિયું ખૂબ સારું રહેશે. તમારી મહેનતનું યોગ્ય ફળ મળશે. આવકમાં વધારો થશે, પરંતુ કેટલાક લોકો તમારો તાલમેળ બગાડી શકે છે તેથી તેમનાથી સાવઘાન રહેવું. વ્યવસાય કરતા જાતકો તેમના કાર્ય વિશે ખૂબ સકારાત્મક રહેશે અને ખૂબ જ સખત મહેનત કરશે. અતિશય પરિશ્રમના કારણે સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે માટે આરામ પર ધ્યાન આપવું. પરણિત જાતકો તેમના ગૃહસ્થ જીવન વિશે કેટલાક નવા અનુભવો કરશે, પરંતુ તમારા જીવનસાથીના વર્તનમાં અહં અને નાની નાની વાતો પર ગુસ્સે થવાની આદત તમને મનોમન દુઃખી કરીશ કે છે. પ્રેમ જીવન વિતાવી રહેલા લોકો માટે સમય ખુબ સારો રહેશે. તમારો સંબંધ મજબૂત રહેશે. એકબીજા પ્રત્યે વિશ્વાસ વધશે. તમે તમારા પ્રેમ જીવનથી ખૂબ સંતુષ્ટ થશો. તમારા પ્રિય તમને કેટલાક નવા કામ કરવાની તક પણ પુરી પાડશે અને તમારું ધ્યાન પણ રાખશે. આ અઠવાડિયું વિદ્યાર્થીઓ માટે સારું રહેશે. તમને અભ્યાસમાં તમારી પ્રતિભા બતાવવાની તક મળશે. અઠવાડિયાની શરૂઆત અને અઠવાડિયાનો મધ્યભાગ મુસાફરી કરવાના હેતુથી સારા રહેશે.
સિંહ:આ સપ્તાહે તમે જે પ્રાપ્ત કરવાની ઇચ્છા રાખશો તે મેળવવાનો પ્રયાસ કરશો અને તેમાં તમને લાભ અને સફળતા મળશે. તમને તમારા મિત્રોને ટેકો મળશે. તમારી આવકમાં જબરદસ્ત વધારો થશે, જે તમારી આર્થિક સ્થિતિને વધુ સારી બનાવશે. તમે નોકરીમાં સારી સ્થિતિમાં રહેશો. વ્યવસાય કરી રહેલા લોકો પણ પોતાની ઓળખાણનો ઉપયોગ કરશે અને તેના આધારે કેટલાક નવા સંપર્કો સ્થાપિત કરીને પોતાના વ્યવસાયને આગળ ધપાવશે. પરણિત જાતકો તેમના ગૃહસ્થ જીવનમાં સંતોષની ભાવના અનુભવશે. લાંબા સમય પછી તમે તમારા જીવન સાથી સાથે સારો સમય પસાર કરશો. પ્રેમ જીવન વિતાવી રહેલા લોકો પણ તેમના સંબંધોને વધુ મજબૂત બનાવશે. તમે ધાર્મિક સ્થળની પણ મુલાકાત લઈ શકો છો. ભગવાન દ્વારા તમારા સંબંધને આશીર્વાદ પ્રાપ્ત થશે, જેથી તમારો સંબંધ નિશ્ચિતપણે આગળ વધવાનું ચાલુ થશે. તમે તેમની સામે લગ્ન માટે પ્રસ્તાવ પણ મૂકી છો. તમારું સ્વાસ્થ્ય પણ ચડ-ઉતરતું રહેશે. વધારે તાવ અથવા માથાના દુખાવાની સમસ્યા તમને ચિંતા કરાવી શકે છે. જો તમે ઉચ્ચ શિક્ષણનો અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થી છો, તો આ અઠવાડિયું તમારા માટે ખૂબ સારું રહેશે. આ અઠવાડિયું મુસાફરી કરવાના હેતુથી સાનુકૂળ રહેશે. અઠવાડિયાના અંતિમ દિવસો મુસાફરી માટે વધુ સારા રહેશે.
કન્યા: આ અઠવાડિયું તમારા માટે ફળદાયી સાબિત થશે. તમારામાં આત્મવિશ્વાસનો થોડો અભાવ રહી શકે છે, જે ઘણા સ્થળોએ તમારા કાર્યને બગાડી શકે છે. આરોગ્ય થોડું નબળુ પડી શકે છે અને તમે બીમાર પડી શકો છો. તમારી પ્રતિષ્ઠા પણ નબળી પડી શકે છે, તેથી આ સમયગાળા દરમિયાન પ્રવાહી અને શાકભાજીનો શક્ય તેટલો વધુ વપરાશ કરવો જેથી આરોગ્ય બગડે નહીં. તમારા જીવનમાં કેટલાક નવા બદલાવ આવશે. જે તમારા અંગત જીવનમાં પણ પરિવર્તન લાવશે. પરિવારમાં કોઈ વડીલની તબિયત લથડી શકે છે. કાર્યના હેતુથી પણ તમારે કેટલાક પડકારોનો સામનો કરવો પડશે. તમારાં કામની ફેરબદલી થઈ શકે છે. નોકરિયાતવર્ગ માટે અઠવાડિયું સારું રહેશે. તમે હાથમાં મોટા પડકાર સાથે આગળ વધશો. વ્યવસાય કરતા જાતકોને તેમના વ્યવસાયને આગળ વધારવા માટે ભાગીદારની જરૂર પડશે. કામમાં લાભનો વધારો થશે અને મુશ્કેલીઓ ઓછી થશે. તમે તમારા કાર્યમાં ખૂબ જ સરળતાથી આગળ વધી શકશો. પ્રેમ જીવન જીવતા લોકો એકબીજા તરફ આકર્ષિત થશે. પરણિત લોકોનું ગૃહસ્થ જીવન સારું રહેશે. વિદ્યાર્થીઓને અભ્યાસ કરવાનું પણ સરળ બનશે. તમારી અકાગ્રતામાં વધારો થશે, જેથી સારી રીતે અભ્યાસ કરી શકશે, જે તમને ભવિષ્યમાં સારાં પરિણામ આપશે. અઠવાડિયાનો મધ્ય ભાગ મુસાફરી માટે સારો રહેશે.