ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Daily Horoscope: આજે આ રાશિના લોકોને જીવનસાથી મળવાના યોગ છે

Daily Horoscope : તમારો આખો દિવસ કેવો રહેશે? (Today Horoscope)અભ્યાસ, પ્રેમ, લગ્ન, વ્યવસાય જેવા મોરચે ગ્રહોની સ્થિતિ કેવી રહેશે? (7 february 2023 HOROSCOPE) દાંપત્ય જીવનમાં મુશ્કેલીથી રાહત મળશે? બાળકોને ભણવાનું મન થતું નથી, શું કરશો ઉપાય? શું આગામી સમયમાં વિદેશ પ્રવાસ કરવાની તક મળશે? તમારા જીવનસાથી સાથે સમય કેવી રીતે પસાર થશે? (Today Rashi Bhavishya) આવા બધા પ્રશ્નોના જવાબો જાણવા માટે, Etv Bharat પર વાંચો, આજનું રાશિફળ...

By

Published : Feb 7, 2023, 4:01 AM IST

Daily Horoscope: આજે આ રાશિના લોકોને જીવનસાથી મળવાના યોગ છે
Daily Horoscope: આજે આ રાશિના લોકોને જીવનસાથી મળવાના યોગ છે

અમદાવાદ: 7 ફેબ્રુઆરી 2023ના રોજ જન્માક્ષરમાં આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે, કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારું રહેશે. કાર્યક્ષેત્રમાં બધી 12 રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ, ક્યાં હાથ છોડી શકાય. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.

મેષઃ ચંદ્ર આજે મેષ રાશિમાં રહેશે. આપના માટે ચંદ્ર પ્રથમ ભાવમાં ભ્રમણ કરશે. આપનો વર્તમાન દિવસ આનંદ ઉલ્‍લાસથી સભર રહેશે. શરીર અને મન બંનેથી આપ સ્‍વસ્‍થ રહેશો. આજે કરેલા કાર્યમાં સફળતા મળશે. કુટુંબનું વાતાવરણ પ્રફુલ્લિત રહેશે. આજે આપને મોસાળપક્ષ તરફથી લાભ થાય અથવા તો સારા સમાચાર મળે. આજે આર્થિક લાભની શક્યતા નકારી શકાય નહીં. મિત્રો- સ્‍નેહીઓ સાથે આનંદદાયક પ્રવાસનો યોગ છે. તેમના તરફથી ભેટ –સોગાદ મળે જેનાથી આપ આનંદ અનુભવો.

વૃષભઃ ચંદ્ર આજે મેષ રાશિમાં રહેશે. આપના માટે ચંદ્ર દ્વાદશ ભાવમાં ભ્રમણ કરશે. આજે આપનો દિવસ શારીરિક અને માનસિક આંશિક બેચેનીભર્યો હશે. વિવિધ ચિંતાઓનું ભારણ તમને પરેશાન કરી શકે છે માટે શક્ય હોય ત્યાં સુધી બિનજરૂરી ચિંતાથી દૂર રહેવું. આજે આપના ઘરનું વાતાવરણ પણ સહેજ કલુશિત રહે અને કુટુંબના સભ્‍યો સાથે વાત કરવામાં તમારે વધુ સાવચેતી રાખવી પડે. ખર્ચની બાબતમાં પણ પૂર્વાયોજન સાથે આગળ વધવાની સલાહ છે. મહેનત પ્રમાણે સફળતા ઓછી મળ તો નિરાશ થયા વગર પ્રયાસો ચાલુ રાખવા. માનસિગ ગડમથલની શક્યતા હોવાથી અત્યારે મહત્વના નિર્ણય લેવાનું ટાળજો.

મિથુનઃચંદ્ર આજે મેષ રાશિમાં રહેશે. આપના માટે ચંદ્ર એકાદશ ભાવમાં ભ્રમણ કરશે. આપનો આજનો દિવસ વિવિધ લાભોની પ્રાપ્તિ કરાવનાર નીવડે. પરિવારમાં પુત્રો અને પત્‍ની તરફથી લાભદાયક સમાચાર મળે. મિત્રો સાથેના મિલન મુલાકાત આપને આનંદ આપશે. વેપારી વર્ગને આવકમાં વૃદ્ધિ થાય. નોકરીમાં ઉપરી અધિકારીઓની કૃપાદૃષ્ટિ રહે. લગ્‍નોત્‍સુક પાત્રોને જીવનસાથી મળવાના યોગ છે. સ્‍ત્રી મિત્રો તરફથી લાભ મળે. આનંદદાયક પ્રવાસનું આયોજન થાય. આરોગ્‍ય સારું રહે.

કર્કઃ ચંદ્ર આજે મેષ રાશિમાં રહેશે. આપના માટે ચંદ્ર દશમ ભાવમાં ભ્રમણ કરશે. વર્તમાન દિવસ આપના માટે શુભ હોવાનું જણાઈ રહ્યું છે. વ્‍યવસાય કરનારાઓ પર ઉતરી અધિકારીઓ મહેરબાન રહે. નોકરીમાં લાભ થાય. બઢતી મળે. કુટુંબમાં એખલાસનું વાતાવરણ રહે. નવા ફર્નિચરથી ઘરની શોભા વધારશો. સરકારી લાભ મળે. માતા તરફથી લાભ મળવાના યોગ છે. આજે ઉત્તમ સાંસારિક સુખ મળે. માન- મોભો, ધન પ્રતિષ્‍ઠામાં વૃદ્ધિ થાય. શરીર અને મન સ્‍વસ્‍થ રહેશે. મિત્રો તરફથી ભેટસોગાદો મળે.

સિંહઃ ચંદ્ર આજે મેષ રાશિમાં રહેશે. આપના માટે ચંદ્ર નવમ ભાવમાં ભ્રમણ કરશે. આપનો આજનો દિવસ થોડાક આળસ અને કંટાળામાં પસાર થશે. માનસિક રીતે સ્‍વભાવમાં ઉગ્રતા રહે. સ્‍વાસ્‍થ્‍ય થોડુંક નરમગરમ રહે. પેટના દર્દો પશાન કરી શકે છે. આજે સફળતા મેળવવા વધુ કાર્ય કરવું પડશે. ખોટા વાદવિવાદ અને ચર્ચાઓથી બચવું. જોખમી કહેવાય તેવા વિચાર વર્તન અને આયોજનથી દૂર રહેવું. ધાર્મિક પ્રવાસની શક્યતા છે. વધારે પડતા ક્રોધથી બચતા રહેવું.

કન્યાઃચંદ્ર આજે મેષ રાશિમાં રહેશે. આપના માટે ચંદ્ર અષ્ટમ ભાવમાં ભ્રમણ કરશે. આજે ખાવાપીવાની બાબતમાં ખાસ સાચવવાની સલાહ આપવામાં આવે છે. આરોગ્‍ય સંભાળવું. મનમાં આવેશ અને ગુસ્‍સાનું પ્રમાણ વધારે રહેવાની શક્યા હોવાથી બોલવા પર સંયમ રાખવો. જળાશયથી દૂર રહેવું. અનૈતિક કાર્યો આપને લાલચમાં ફસાવવાનો પ્રયાસ કરશે માટે આવી બાબતોથી દૂર રહેવું સારી સંગત તમને આવી સ્થિતિથી બચાવી શકે છે. જો ગેરકાયદે અથવા સરકાર વિરોધી પ્રવૃત્તિઓ કરશો તો ખર્ચની શક્યતા વધશે.

તુલાઃ ચંદ્ર આજે મેષ રાશિમાં રહેશે. આપના માટે ચંદ્ર સપ્તમ ભાવમાં ભ્રમણ કરશે. આજે આપ દાંપત્‍યજીવનને વિશેષ માણશો અને તેનું સુખ ભોગવી શકશો. પરિવાર સાથે કોઇ સામાજિક મેળાવડામાં ફરવાના સ્‍થળે અથવા તો ટૂંકા પ્રવાસે જાઓ અને આનંદમાં સમય પસાર કરો. વેપારીઓ અને વેપારની વૃદ્ધિ કરી શકશે. તેમજ તે અંગેની વાતચીત કરી શકશો. સામાજિક જીવનમાં આપને સફળતા અને યશકીર્તિ મળે. આકસ્મિક ધનલાભની શક્યતા નકારી શકાય નહીં.

વૃશ્ચિકઃ ચંદ્ર આજે મેષ રાશિમાં રહેશે. આપના માટે ચંદ્ર ષષ્ટમ ભાવમાં ભ્રમણ કરશે. આપ ઘરમાં સુખ શાંતિ અને રાહતનો શ્વાસ મેળવી શકશો. આપને શારીરિક-માનસિક સ્ફૂર્તિને કારણે કામ કરવાનો ઉત્સાહ જણાશે. નોકરીના સ્થળે આપને સહકર્મચારીઓનો સાથસહકાર મળી રહેશે. અધૂરાં કાર્યો હવે પૂરા થશે. થોડો ખર્ચ થવા છતાં આપ ચિંતા નહીં અનુભવો કારણ કે આવક અને સિલક બંનેની તમે અગાઉથી વ્યવસ્થા કરી રાખશો.

ધનઃચંદ્ર આજે મેષ રાશિમાં રહેશે. આપના માટે ચંદ્ર પંચમ ભાવમાં ભ્રમણ કરશે. હાથ પર લીધેલાં કાર્યોમાં સફળતા માટે ઘણી વધુ મહેનત કરવી પડે. સંતાનોના ભણતર કે સ્‍વાસ્‍થ્‍ય બાબતના કાર્યોમાં તમે વધુ વ્યસ્ત રહો. આપને મુસાફરી ન કરવાની અથવા તેમાં વધુ ધ્યાન રાખવાની સલાહ છે. પેટને લગતી વ્‍યાધ‍િઓથી પીડા હોય તેમણે શક્ય હોય તો ઉપવાસ કરવો. કાલ્‍પનિક તરંગો મનમાં ઉઠે. સાહિત્‍ય- કલા ક્ષેત્રે અભિરૂચિ વધશે. પ્રણય પ્રસંગો માટે અનુકૂળ સમય છે. પ્રિયપાત્ર સાથે સુખદ ક્ષણો વીતે. વાટાઘાટો કે બૌદ્ધિક ચર્ચામાં ભાગ ન લેવાની સલાહ છે.

મકરઃચંદ્ર આજે મેષ રાશિમાં રહેશે. આપના માટે ચંદ્ર ચતુર્થ ભાવમાં ભ્રમણ કરશે. આજના દિવસ દરમ્‍યાન આપની મનોસ્થિતિ અને શારીરિક સ્‍વસ્‍થતા બહુ સારી ન હોય, તો સાવ ખરાબ પણ નહીં હોય. પરિવારમાં કલેશની સ્થિતિ ટાળવી તેમજ મન મોટુ રાખવું. શરીરમાં સ્‍ફૂર્ત‍િ કે તાજગી ઓછી રહેશે. આપ્‍તજનો સાથે મનદુ:ખના પ્રસંગો ના બને તે માટે કેટલીક વખત નમતું પલ્લું રાખવું પડશે. બીમાર જાતકોને ખાસ કરીને છાતીમાં પીડા કે વિકાર થાય. સુખપૂર્વક નિદ્રા ન માણી શકો. સ્‍ત્રીઓ તેમજ પાણીથી સંભાળવાની સલાહ આપવામાં આવે છે. માનસિક ઉદ્વેગ અને પ્રતિકૂળતાઓમાં વધારો થઈ શકે છે.

કુંભઃ ચંદ્ર આજે મેષ રાશિમાં રહેશે. આપના માટે ચંદ્ર તૃતીય ભાવમાં ભ્રમણ કરશે. ચિંતાથી ઘેરાયેલા આપના મનને આજે થોડીક હળવાશનો અનુભવ થાય. આપનામાં જોમ ઉત્‍સાહની વૃદ્ધિ થશે. આપનો સમય આનંદપૂર્વક પસાર થશે. ઘરમાં ભાઇભાંડુઓ સાથે સુમેળ રહે અને મહત્ત્વની યોજનાઓ હાથ ધરો. ચિત્તમાં પ્રસન્‍નતાનો અનુભવ થાય. મિત્રો સ્‍વજનો સાથે મુલાકાત થાય. ટૂંકા પ્રવાસનું આયોજન થાય.

મીનઃ ચંદ્ર આજે મેષ રાશિમાં રહેશે. આપના માટે ચંદ્ર દ્વિતિય ભાવમાં ભ્રમણ કરશે. આપ આજે જો જીભ પર સંયમ રાખજો જેથી ગમે તેવી વિપરિત સ્થિતિમાં પણ કોઇ સાથે ઝગડો- તકરાર થવાની સંભાવના ટાળી શકો. ખર્ચ પર કાબૂ રાખવો પડશે. નાણાંકીય બાબત કે લેવડદેવડ સંભાળપૂર્વક હાથ ધરવી. શારીરિક અને માનસિક સ્‍વાસ્‍થ્‍યમાં થોડી અસ્‍વસ્‍થતા રહે. કુટુંબના સભ્‍યો સાથે મનદુ:ખ થવાના પ્રસંગ ઉભા થાય. ખાનપાન પર સંયમ રાખવો.

ABOUT THE AUTHOR

...view details