મેષ: આજે આપ સાંસારિક બાબતો ભૂલીને આધ્યાત્મિકતા પ્રવૃત્તિઓમાં ગુંથાયેલા રહેશો, ગૂઢ રહસ્યમય વિદ્યાઓ અને ઉંડી ચિંતનશક્તિ આપના માનસિક ભારને હળવો કરશે. આધ્યાત્મિક સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે સારો યોગ છે. બોલવા પર સંયમ રાખવાથી કોઈ અનર્થ નહીં સર્જાય. હિતશત્રુઓ હાનિ કરી શકે છે માટે સતર્ક રહેવું. નવા કાર્યની શરૂઆત ન કરવી. (27 DECEMBER 2022 RASHI BHAVISHYA)
વૃષભ: આજે આપના જીવનસાથી સાથેના સંબંધો વધુ ગાઢ બનશે અને તેમની સાથે રોમાન્સની પળો માણી શકશો. પરિવારિક પ્રસંગોમાં ભાગ લેવાનું થાય. આપ મોજમસ્તીમાં સમય પસાર કરી શકશો. આપને શારીરિક માનસિક ખુશીનો અનુભવ થશે. સમાજમાં માન-પાન મેળવી શકશો. આપની પ્રતિષ્ઠામાં વધારો થશે. વેપારીઓ પોતાના ધંધામાં આગળ વધી શકશે. ભાગીદારીથી ફાયદો થશે. અચાનક આર્થિક લાભ થાય. વિદેશથી સારા સમાચાર મેળવી શકશો. (HOROSCOPE FOR THE DAY )
મિથુન: બાકી રહેલા કામ પૂરા કરવા માટે સમય સારો છે. આપના પરિવારમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ હશે. આપના કામમાં આપ યશ પ્રતિષ્ઠા મેળવી શકશો. લોકો સાથેના સંપર્ક દરમિયાન સ્વભાવને શાંત રાખવો જરૂરી છે, બોલવામાં સંયમ રાખશો તો મનદુઃખને ટાળી શકશો. નાણાંકીય લાભ મેળવી શકશો. વિરોધીઓ સામે વિજય મેળવી શકશો. નોકરી કરતા લોકો લાભ મેળવી શકશે.
કર્ક: આજે આપે શાંતિથી દિવસ પસાર કરી લેવો. આજે શરીર અને મનમાં અજંપો ટાળવા માટે કામકાજમાંથી વિરામ લઈને મનપસંદ પ્રવૃત્તિમાં ભાગ લેવાની અથવા પરિવાર સાથે રહેવાની સલાહ આપવામાં આવે છે. આપને પેટને લગતી તકલીફો હોય તો ભોજન પર અંકુશ રાખવો. અચાનક ધનખર્ચની સ્થિતિને પહોંચી વળવા માટે તૈયારી રાખવી. પ્રેમીઓ વચ્ચે મુલાકાતના પ્રસંગો ઘટી શકે છે. વિજાતીય પાત્ર તરફ આપ વધુ આકર્ષિત થશો પરંતુ આગળ વધતા પહેલાં આપે ધ્યાન રાખવું પડશે. આજે આપ નવું કામ શરૂ કરો અને પ્રવાસ મુલતવી રાખો તે સલાહભર્યુ છે.
સિંહ: તન અને મનની સ્વસ્થતા ઓછી રહેવાથી કામકાજમાં તમારે એકાગ્રતા વધારવી પડશે. પરિવારજનો સાથે કોઈપણ બાબતે ચર્ચા કરવામાં હઠાગ્રહ છોડવાની સલાહ છે. માતા સાથે આત્મીયતા વધારવાની સલાહ છે. જમીન, મકાન વાહનની ખરીદી કે તેના દસ્તાવેજ કરવા માટે અનુકૂળ સમય નથી. નકારાત્મક વિચારો મનમાંથી દૂર કાઢીને ખુશ રહેવાનો પ્રયાસ કરવો. જળાશય નજીક જવાનું ટાળજો. પાણીજન્ય બીમારીથી પણ બચવાની સલાહ છે. નોકરીમાં સ્ત્રીવર્ગથી સંભાળવું.
કન્યા:આજે આપ વિચાર્યા વગર કોઇ સાહસમાં ઝંપલાવશો નહીં. આપ લાગણીના સંબંધો બાંધી શકશો. સહોદરો સાથે સારા સંબંધ જળવાશે. મિત્રો અને સ્નેહીજનોને મળવાનું મન થાય. ગૂઢ અને રહસ્યમય વિદ્યામાં આપનો રસ વધશે તેમ જ તેમાં આગળ વધી શકશો. વિરોધીઓ સામે સારી રીતે ટક્કર લઇ શકશો.