અમદાવાદ : 21 ફેબ્રુઆરી 2023ના રોજ જન્માક્ષરમાં આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે,કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારું રહેશે. કાર્યક્ષેત્રમાં બધી 12 રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ, ક્યાં હાથ છોડી શકાય. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.
મેષ: કુંભ રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી એકાદશ ભાવમાં રહેશે. આપનો આજનો દિવસ સામાજિક કાર્યો અને મિત્રો સાથેની દોડધામમાં વીતશે. તેમની પાછળ ધનખર્ચ પણ કરવો પડે. આપના મિત્રવર્તુળમાં નવા મિત્રોનો ઉમેરો થાય. આ મિત્રતા આપને ભવિષ્યમાં લાભકારક નીવડે. સરકારી અને અર્ધસરકારી કાર્યોમાં આપને સફળતા મળે. વડીલો કે પૂજનીય વ્યક્તિઓને મળવાનું થાય. દૂર રહેતા સંતાનોના શુભ સમાચાર મળે અથવા તેમને મળવાનું થાય. અણધાર્યા ધનલાભથી આનંદ થાય. પ્રવાસ- પર્યટનનું આયોજન થાય.
વૃષભ:કુંભ રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી દશમ ભાવમાં રહેશે. આપનો આજનો દિવસ શુભફળ આપનાર નીવડશે. વિશેષ કરીને નોકરીયાતો માટે આજનો દિવસ લાભદાયી રહેશે. કારણ કે આજે તેમની નોકરીમાં બઢતીના યોગો જણાય છે. સરકારી લાભ મળે. ઓફિસમાં ઉપરી અધિકારીઓનો સાથ સહકાર મળે. ગૃહસ્થજીવનમાં સુખ અને સંતોષની લાગણી અનુભવો. મિત્રો સાથેની મિલન- મુલાકાતથી આનંદની અનુભૂતિ થશે.
મિથુન:કુંભ રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી નવમ ભાવમાં રહેશે. આપનો વર્તમાન દિવસ સંપૂર્ણપણે આપની તરફેણમાં ના હોવાથી ચેતીને ચાલવાની તેમજ દરેક કાર્યમાં ચોક્કસાઈ રાખવાની સલાહ છે. મન ચિંતાની વ્યગ્રતા ટાળવા માટે ઇશ્વરનું સ્મરણ કરવું. શરીરમાં સ્ફૂર્તિમાં સતત ચડાવઉતાર વર્તાશે. થાક અને અશક્તિ હોય તો કામનું ભારણ લેવાના બદલે આરામ કરજો. નોકરી- વ્યવસાયના સ્થળે પણ સહકર્મચારીઓ, ઉપરી અધિકારીઓ તરફથી ઓછો સહકાર પ્રાપ્ત થાય. નાણાં ખર્ચનું પ્રમાણ વધે. સંતાનોના સ્વાસ્થ્યની કાળજી લેવાની સલાહ છે. તેમની સાથે મતભેદ ટાળી સમજાવટનો આગ્રહ રાખજો. પ્રતિસ્પર્ધીઓથી તમારે ચેતવું પડશે.
કર્ક: કુંભ રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી અષ્ટમ ભાવમાં રહેશે. તન-મનની અસ્વસ્થતા અને નિષેધાત્મક વિચારો દૂર કરને આજના દિવસે તમે મન પ્રફુલ્લિત થાય તેવી પ્રવૃત્તિઓમાં રુચિ લેશો તો આવનારી સમસ્યાને અગાઉથી જ ટાળી શકશો. દરેક બાબતે રીતે ચેતીને ચાલવાની સલાહ આપવામાં આવે છે. આજે આપે ક્રોધને વશમાં રાખવો પડશે. આર્થિક ખર્ચ અનુભવશો પરંતુ પૂર્વાયોજન હશે તો વાંધો નહીં આવે. પરિવારમાં વિવાદ ન થાય તેનું ધ્યાન રાખવું. સરકાર વિરોધી પ્રવૃત્તિથી દૂર રહેવું. નવા કામની શરૂઆત ટાળવી.
સિંહ: કુંભ રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી સપ્તમ ભાવમાં રહેશે. આજે આપને દાંપત્યજીવનમાં વૈચારિત મતમતાંતર થઈ શકે છે. પતિ- પત્ની વચ્ચે અણબનાવ થાય. બંનેએ સ્વાસ્થ્યની પણ વધુ સંભાળ લેવી પડશે. સાંસારિક પ્રશ્નો અને પળોજણોમાં વધુ વ્યસ્ત રહેશો જેથી કામકાજમાં ઓછુ ધ્યાન આપી શકશો. અત્યારે દરેક મોરચે સંતુલન લાવતા શીખવું પડશે. કોર્ટ- કચેરીની ઝંઝટમાં આજે ન પડવું. જાહેરજીવનમાં યશપ્રાપ્તિની વધુ પડતી આશા રાખવી નહીં. વિજાતીય પાત્રો સાથેની મુલાકાતમાં પણ થોડા અવરોધો આવી શકે છે. ભાગીદારો ચર્ચામાં મતભેદ ટાળવો.
કન્યા:કુંભ રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી ષષ્ટમ ભાવમાં રહેશે. આજે નોકરી વ્યવસાયના ક્ષેત્રે આપને કામમાં યશ પ્રાપ્તિ થાય તથા સહકર્મચારીઓનો સાથ સહકાર મળી રહે. પારિવારિક વાતાવરણ સુખશાંતિ સભર રહે. શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહે. આર્થિક લાભ વધારે મળે. હરીફો અને પ્રતિસ્પર્ધીઓ સામે આપની જીત થાય. માંદા માણસની તબિયતમાં સુધારો જણાશે. આર્થિક લાભની પ્રાપ્તિ થાય.
તુલા: કુંભ રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી પંચમ ભાવમાં રહેશે. આજે વિચારોની વિશાળતા અને વાણીમાં મધુરતાથી આપ અન્યને પ્રભાવિત કરીને લાભ મેળવી શકશો તથા અન્યો સાથેના આપના સંબંધોને સુમેળભર્યા બનાવી શકશો. આપ પ્રવચન, મીટિંગ કે ચર્ચામાં સફળતા મેળવી શકો. આપે કરેલી મહેનતનું અપેક્ષા મુજબ પરિણામ ન મળે છતાં આપ ચીવટપૂર્વક કામમાં આગળ વધી શકો. આજે સ્ત્રીવર્ગ પાછળ ખર્ચ થાય. પાચનતંત્રની તકલીફ થવાની શક્યતા છે તેથી બહારનું ખાવાનું ટાળવું. વાંચનલેખનમાં અભિરૂચિ વધશે.
વૃશ્ચિક: કુંભ રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી ચતુર્થ ભાવમાં રહેશે. આપ્તજનો સાથેના સંબંધ અને વર્તનમાં આપે આજે સાવધાની રાખવી પડશે. શારીરિક- માનસિક સ્વસ્થતા જળવાઈ રહે તે માટે તમારે ધાર્મિક અથવા મન પ્રફુલ્લિત રહે તેવી બાબતોમાં પણ ધ્યાન આપવું જોઈએ. માતાના સ્વાસ્થ્યની વિશેષ સંભાળ લેવાની સલાહ છે. ધન અને કીર્તિની હાનિ થાય. કુટુંબમાં કલેશનો માહોલ ટાળવા માટે અગત્યની ચર્ચા ટાળવી અને પોતાની વાત સાચી ઠેરવવાનો હઠાગ્રહ ના રાખવો. વધુ ઊંઘ લેવાની સલાહ છે. સ્ફૂર્તિ- તાજગીનું પ્રમાણ ઘટી શકે છે.
ધન:કુંભ રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી તૃતીય ભાવમાં રહેશે. આજનો દિવસ પ્રતિસ્પર્ધીઓને પરાજિત કરવાનો છે. શારીરિક માનસિક આરોગ્ય સારું રહે. ટૂંકો પ્રવાસ થાય. નવીન કાર્યના પ્રારંભ માટે સારો સમય છે. ભાઇબહેનો સાથે આનંદપૂર્વક સમય પસાર કરો. આધ્યાત્મિકતાનો સ્પર્શ આપના જીવનમાં થાય. મિત્રો કુટુંબીજનો સાથે મિલન થાય.
મકર: કુંભ રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી દ્વિતિય ભાવમાં રહેશે. આપનો વર્તમાન દિવસ મિશ્રફળદાયી નીવડશે. કુટુંબીજનો સાથે ગેરસમજ કે મનદુ:ખનો પ્રસંગ ઉભો થઈ શકે તેમ હોવાથી પહેલાથી જ શાંત ચિત્ત રાખજો. બિનજરૂરી ખર્ચ થાય. ઓછું બોલવાના લાભનો આજે તેમને ખ્યાલ આવશે. આરોગ્યની બાબતમાં કાળજી લેવી. આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં આપનો દિવસ વીતે. વિદ્યાર્થીઓ અભ્યાસમાં આજે મન ન લગાવી શકે. શેરબજારમાં મૂડીરોકાણ માટેનું આયોજન કરી શકો. ગૃહિણીઓ આજે કોઇક કારણે અસંતોષની લાગણી અનુભવે.
કુંભ: કુંભ રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી પ્રથમ ભાવમાં રહેશે. આજનો દિવસ આપના માટે નાણાકીય દૃષ્ટિએ લાભ આપનાર નીવડશે. ઘરનું વાતાવરણ ખુશહાલ રહે. કુટુંબીજનો અને મિત્રો સાથે આનંદપૂર્વક સમય પસાર કરશો. તેમની સાથે પ્રવાસ- પર્યટન કરવાનો મોકો મળી જાય. મિષ્ટાન્ન ભોજન આરોગવાનું બને તથા મુસાફરીનો યોગ થાય. આપની આધ્યાત્મશક્તિ કામે લગાડી નકારાત્મક વિચારોને હાંકી કાઢવાની સલાહ છે.
મીન: કુંભ રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી દ્વાદશ ભાવમાં રહેશે. આજે આપને જમીન કે કોર્ટ કચેરીના કામમાં ન પડવાની સલાહ આપવામાં આવે છે. મનની ઓછી એકાગ્રતાને કારણે કોઇ કામ મન લગાડીને કરી શકો નહીં. શારીરિક સ્વાસ્થ્યની વધુ સંભાળ લેવાની સલાહ છે. સ્વજનોથી આપનું અંતર વધી શકે છે. ધાર્મિક કાર્યો થાય. કુટુંબના સભ્યો સાથે મતભેદ ટાળવો. નજીકનો લાભ લેવા જતાં નુકસાન ન થાય તેનું ધ્યાન રાખજો. કોઇ સાથે પૈસાની લેવડદેવડ ન કરવી. ગેરસમજ અને અકસ્માતથી બચવું.