ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Aajnu Rashifal: આજે આ રાશિના લોકોએ સંતાનો સંબંધિત બાબતોમાં વધુ ધ્યાન આપવું પડશે - RASHI BHAVISHYA

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ, કેવી રહેશે નોકરી, પ્રેમ, લગ્ન, બિઝનેસ જેવા મોરચે ગ્રહોની દશા! જીવનસાથી સાથે આજનો દિવસ કેવો રહેશે, બધા પ્રશ્નોના જવાબ જાણવા માટે Etv Bharat પર વાંચો આજનું રાશિફળ.

Etv BharatAajnu Rashifal
Etv BharatAajnu Rashifal

By

Published : Aug 13, 2023, 5:01 AM IST

અમદાવાદ : 13 ઓગસ્ટ 2023ના રોજ જન્માક્ષરમાં આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ, ક્યા હાથ છોડી શકાય. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.

મેષ: આજનું 13 ઓગસ્ટ, 2023 રવિવારના દિવસે મિથુન રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી તૃતીય ભાવમાં છે. આપનો આજનો દિવસ મિશ્રફળદાયી નીવડે. આજે આપને નવું કામ કરવાની પ્રેરણા મળે અને નવા કામની શરૂઆત કરી પણ શકો. આજે આપના વિચારોમાં ઝડપી પરિવર્તન આવે જેથી આપનું મન થોડુંક દ્વિધાયુક્ત પણ રહે. આજે નોકરી કે વ્‍યવસાયમાં આપને સ્‍પર્ધાનો સામનો કરવો પડે માટે ખંત, નિષ્ઠા અને સમર્પણ છોડતા નહીં. કોઇ ચોક્કસ હેતુ માટે કાર્ય કરવા પ્રેરાઓ. નાની મુસાફરીનો યોગ છે. સ્‍ત્રીઓને આજે વાણી પર સંયમ રાખવાની સલાહ આપવામાં આવે છે.

વૃષભ: આજનું 13 ઓગસ્ટ, 2023 રવિવારના દિવસે મિથુન રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી દ્વિતિય ભાવમાં છે. આજે આપ હાથમાં આવેલી તકને અનિર્ણયાત્‍મક વલણને કારણે ગુમાવી બેસો અથવા તેનો લાભ ન લઇ શકો. વિચારોના વમળમાં ખોવાયેલા રહેશો જેથી નક્કર નિર્ણય ન લઇ શકો. આ સ્થિતિ તમે નજીવા પ્રયાસોથી ટાળી શકો છો. તેના માટે તમારે આજે શાંતિ અને ધીરજ રાખવી પડશે. આજે નવા કાર્યની શરૂઆત કરવાનું શક્ય હોય ત્યાં સુધી ટાળવું. વાદવિવાદ કે ચર્ચા દરમ્‍યાન આપનું વલણ જક્કી રહેવાથી કોઈની સાથે ઘર્ષણ થવાની સંભાવના હોવાથી હઠાગ્રહ છોડવાની સલાહ છે. આજે આપ વાકપટુતાથી કોઇને પણ મનાવી શકશો. ભાઇ- ભાંડુઓમાં પ્રેમ અને હુંફની લાગણી જળવાઇ રહેશે.

મિથુન:આજનું 13 ઓગસ્ટ, 2023 રવિવારના દિવસે મિથુન રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી પ્રથમ ભાવમાં છે. આપના આજના દિવસની શરૂઆત પ્રફુલ્લિત અને સ્‍વસ્‍થ ચિત્ત સાથે થાય. આજે મિત્રો કે પરિવારના સભ્‍યો સાથે ઉત્તમ ભોજન માણવાનો આપને અવસર મળે. સુંદર વસ્‍ત્રપરિધાન કરશો. આર્થિક દૃષ્ટિથી આપના માટે આજનો દિવસ લાભકારક પુરવાર થશે. વધુ પડતા ધનખર્ચ પર કાબૂ રાખશો. આજે મનમાં ઉદભવતા નકારાત્‍મક વિચારોને હાંકી કાઢવાની સલાહ છે. આજે પ્રિયપાત્ર કે મિત્રો તરફથી ઉપહાર મળવાથી આનંદ થાય.

કર્ક:આજનું 13 ઓગસ્ટ, 2023 રવિવારના દિવસે મિથુન રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી દ્વાદશ ભાવમાં છે. આજે આપના મનમાં માનસિક અજંપો રહે જેના કારણે કોઇ એક નિશ્ચય પર આપ ન આવી શકો અને દ્વિધાયુક્ત માનસના કારણે હેરાનગતિ થાય. આ સ્થિતિમાં વધુ વ્યવહારુ અભિગમ અપનાવવાની સલાહ છે. સગાંસંબંધીઓ સાથે શક્ય હોય ત્યાં સુધી મનદુઃખ કે અણબનાવ ટાળવા માટે વાણી અને વર્તનમાં પારદર્શકતા વધારજો. કૌટુંબિક કાર્યો પાછળ ખર્ચ થાય. આવક કરતાં જાવક વધે. ઝગડો, મારામારીથી દૂર રહેવું. કોઈપણ પ્રકારની ગેરસમજ ટાળવી. અકસ્‍માતથી સંભાળવું. અવિચારી વર્તનથી દૂર રહેવું. આરોગ્‍યની વિશેષ કાળજી લેવી પડશે. ધનહાનિ થાય તેવા કાર્યોથી દૂર રહેવું.

સિંહ:આજનું 13 ઓગસ્ટ, 2023 રવિવારના દિવસે મિથુન રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી એકાદશ ભાવમાં છે. એકંદરે આજનો દિવસ આપના માટે સારો નીવડશે. તેમ છતાં દ્વિધાયુક્ત વલણ આપને કેટલીક સારી તકો ઝડપી લેવામાં અવરોધી શકે છે માટે આવી સ્થિતિમાં શક્ય હોય તો બીજાનું માર્ગદર્શન લઈને આગળ વધવું.. આપનું મન વિચાર વમળમાં ખોવાયેલું રહેતું હોય તો કામકાજ છોડીને થોડો સમય વિરામ કરવો અથવા મનપસંદ પ્રવૃત્તિમાં મન પરોવવાની સલાહ છે. નવા કાર્યોનો આરંભ કરવામાં સાવચેતી રાખવી. સ્‍ત્રી મિત્રોની મુલાકાત થાય અને તેમનાથી લાભ પણ થાય. મિત્રો સાથે સુંદર સ્‍થળે પ્રવાસ-પર્યટનનું આયોજન થશે. જે લાભદાયક હશે. વ્‍યાપારમાં પૂરતો લાભ મળે. ધનપ્રાપ્તિના યોગ છે.

કન્યા: આજનું 13 ઓગસ્ટ, 2023 રવિવારના દિવસે મિથુન રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી દશમ ભાવમાં છે. આપનો આજનો દિવસ શુભ ફાળદાયી નીવડશે. નવા કાર્ય કરવાની મનમાં ઘડેલી યોજના આજે સાકાર થાય. વેપારીઓ તેમજ નોકરિયાત વર્ગ માટે લાભકારી દિવસ છે. તેમની પદોન્‍નતિ માટેની શક્યતાઓ ઉભી થાય. ઉપરી અઘિકારીઓ તરફથી લાભ થાય. ઘન- માન સન્‍માન મળે. પિતા તરફથી લાભ થાય. કુટુંબમાં આનંદ ઉલ્‍લાસનું વાતાવરણ રહે. તંદુરસ્‍તી સારી રહેશે. સરકારી કાર્યો પૂરા થાય. તેમજ સરકાર તરફથી લાભ મળે. ઓફિસના કાર્ય અર્થે બહારગામ જવાનું થાય. ગૃહસ્‍થ જીવનમાં સંવાદિતા રહેશે.

તુલા:આજનું 13 ઓગસ્ટ, 2023 રવિવારના દિવસે મિથુન રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી નવમ ભાવમાં છે. આજે આપ બૌદ્ધિક કાર્યોમાં તેમજ લેખનકાર્યમાં સક્રિય રહેશો. નવા કાર્યની શરૂઆત માટે સારો દિવસ છે. લાંબા અંતરની મુસાફરી કે ધાર્મિક સ્‍થળની મુલાકાત લેવાનો પ્રસંગ ઉભો થાય. વ્‍યવસાયમાં લાભની તકો મળે. વિદેશ વસતા મિત્ર કે સ્‍નેહીજનોના સમાચાર મળે. વ્‍યવસાય કે નોકરીના સ્‍થળે સહકર્મચારીઓ તરફથી ઓછો સહકાર મળે. તબિયત સાચવવી. સંતાનોના પ્રશ્ન અંગે મૂંઝવણ રહે. વિરોઘીઓ કે હરીફો સાથે ઊંડી ચર્ચામાં ન ઉતરવાની સલાહ છે.

વૃશ્ચિક:આજનું 13 ઓગસ્ટ, 2023 રવિવારના દિવસે મિથુન રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી અષ્ટમ ભાવમાં છે. સાવધાની અને સાવચેતીભર્યો આ દિવસ શાંતિ અને સ્‍વસ્‍થતાથી પસાર કરવાની આપને સલાહ આપવામાં આવે છે. નવીન કાર્યની શરૂઆત કરવાનું શક્ય હોય ત્યાં સુધી ટાળજો. ગેરકાયદે પ્રવૃત્તિઓથી દૂર રહેવા સલાહ આપવામાં આવે છે. નવા સંબંધો બાંધતા પહેલાં વિચારવું. વધુ પડતો નાણાંખર્ચ થવાથી આર્થિક ભીડ રહે. ઇશ્વરની આરાધના અને નામસ્‍મરણથી ફાયદો થશે.

ધન:આજનું 13 ઓગસ્ટ, 2023 રવિવારના દિવસે મિથુન રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી સપ્તમ ભાવમાં છે. આપનો આજનો દિવસ સુખમય અને આનંદમાં પસાર થશે. આજે આપ મનોરંજનની દુનિયામાં વિહાર કરશો. પાર્ટી, પિકનિક, પ્રવાસ, સુંદર ભોજન અને વસ્‍ત્રપરિધાન આપના આજના દિવસની વિશેષતા હશે. વિજાતીય વ્‍યક્તિઓ સાથેની મુલાકાત રોમાંચક રહેશે. વિચારોમાં ઝડપી પરિવર્તન આવે. લેખનકાર્ય માટે સારો દિવસ છે. બૌદ્ધિક અને તાર્કિક વિચાર વિનિમય થાય. ભાગીદારીમાં લાભ મળે. જાહેર સન્‍માન અને ખ્‍યાતિ મળે. ઉત્તમ દાંપત્યસુખની પ્રાપ્તિ થાય.

મકર: આજનું 13 ઓગસ્ટ, 2023 રવિવારના દિવસે મિથુન રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી ષષ્ટમ ભાવમાં છે. વેપાર ધંધાના વિકાસ અને આર્થિક આયોજન માટે આજે અનુકૂળ દિવસ છે. ઉઘરાણી કે પૈસાની લેવડદેવડ કરવામાં સફળતા મળે. આયાત નિકાસના વેપારીઓને ફાયદો થશે. પરિવારમાં હર્ષોલ્‍લાસનું વાતાવરણ રહે. આર્થિક લાભ થાય કાનૂની આંટીઘૂંટીઓથી સાવચેત રહેવું. તંદુરસ્‍તી સારી રહેશે. વિરોધીઓની ચાલ નિષ્‍ફળ બનશે.

કુંભ:આજનું 13 ઓગસ્ટ, 2023 રવિવારના દિવસે મિથુન રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી પંચમ ભાવમાં છે. આજે થોડી માનસિક અશાંતિ અને ઉદ્વેગ ભરેલો દિવસ છે. ઝડપથી બદલાતા વિચારોને કારણે અનિર્ણાયકતા રહેશે તેથી કોઈપણ નિર્ણય લેવામાં જરૂર જણાય તો બીજાની મદદ લઈ શકો છો. સંતાનો સંબંધિત બાબતોમાં તમારે વધુ ધ્યાન આપવું પડશે. તબિયતમાં પેટની બીમારીઓ સતાવે તેવી સંભાવના છે. કાર્ય નિષ્‍ફળતા મળે તો પણ પ્રયાસો છોડવા નહીં કારણ કે તમારી મહેનત ક્યાંય એળે જવાની નથી. આકસ્મિક ધનખર્ચ થાય. સાહિત્‍ય લેખન માટે અનુકૂળ દિવસ હોવાનું જણાઈ રહ્યું છે.

મીન:આજનું 13 ઓગસ્ટ, 2023 રવિવારના દિવસે મિથુન રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી ચતુર્થ ભાવમાં છે. આપને આજના દિવસે સાવધાની રાખવાનું જણાવવામાં આવે છે. કુટુંબના સભ્‍યો સાથે મતભેદ ટાળવા માટે પોતાની વાત સાચી ઠેરવવાનો હઠાગ્રહ છોડજો. માતાના સ્‍વાસ્‍થ્‍યની તમારે કાળજી લેવાની જરૂર પડશે. સાથે સાથે પોતાનું આરોગ્‍ય પણ સાચવવું જ પડશે. માનસિક ઉદ્વેગ છે. ધનહાનિ થાય. નોકરીમાં સમસ્‍યાઓ ઉભી થાય. સ્‍થાવર મિલકતના દસ્‍તાવેજો કરવામાં કાળજી રાખવી. સ્‍ત્રીઓ સાથેના સંબંધો હાનિકર્તા નીવડી શકે છે.

ABOUT THE AUTHOR

...view details