અમદાવાદ:07 જૂન 2023ના રોજ જન્માક્ષરમાં આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ, ક્યા હાથ છોડી શકાય. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.
મેષ: 07 જૂન, 2023 બુધવારના રોજ ચંદ્ર મકર રાશિમાં છે. આપની રાશિથી દશમ ભાવમાં ચંદ્ર રહેશે. આજે આપ કુટુંબીજનો સાથે મળીને ઘરેલુ બાબતો અંગે વિચાર – વિમર્શ કરશો. ઘરની નવેસરથી ગોઠવણ કરીને આપ તેને એક નવું રૂપ આપશો. ઓફિસમાં ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા થશે. સ્ત્રીઓ તેમ જ માતા તરફથી લાભ થવાની શક્યતા છે. આપના કામમાં સરકારી સહાય મેળવી શકશો. કામના ભારણને કારણે આપ ચિંતિત બનો તેવી પણ શક્યતા છે.
વૃષભ:07 જૂન, 2023 બુધવારના રોજ ચંદ્ર મકર રાશિમાં છે. આપની રાશિથી નવમ ભાવમાં ચંદ્ર રહેશે. આજે આપ વિદેશમાં વસતા મિત્રો કે સ્નેહીજનોના સારા સમાચાર મેળવી આનંદ અનુભવી શકશો. જે લોકો વિદેશ જવા માંગે છે તેમના માટે સમય સારો છે. પ્રવાસ કે ધર્મસ્થળની મુલાકાતના યોગ છે. ઓફિસમાં કામનું પ્રમાણ વધારે રહેશે. સ્વાસ્થ્ય નરમ-ગરમ રહ્યા કરશે.
મિથુન:07 જૂન, 2023 બુધવારના રોજ ચંદ્ર મકર રાશિમાં છે. આપની રાશિથી અષ્ટમ ભાવમાં ચંદ્ર રહેશે. આપે આપના મિજાજને કાબુમાં રાખવો પડશે જેથી કોઇ સમસ્યા ન સર્જાય. બિમાર વ્યક્તિએ આજે કોઇ નવી ઉપચાર પદ્ધતિ અજમાવવી નહીં કે ઓપરેશન કરાવવું નહીં. ખર્ચ વધતા આર્થિક સંકડામણ અનુભવાય. સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ પહેલાથી જ હોય તેમણે સારવાર અને પરેજીમાં વધુ ધ્યાન આપવું. પ્રભુ સ્મરણથી મન હળવું થશે.
કર્ક:07 જૂન, 2023 બુધવારના રોજ ચંદ્ર મકર રાશિમાં છે. આપની રાશિથી સપ્તમ ભાવમાં ચંદ્ર રહેશે. આજનો દિવસ મનોરંજન અને મોજમસ્તીમાં પસાર થશે. આપ પરિવારજનો કે મિત્રો સાથે ફરવા કે ફિલ્મ જોવા જાવ તેવી શક્યતા છે. આપ સારું ભોજન માણો, સુંદર વસ્ત્રપરિધાન અને અલંકારો કે નવું વાહન ખરીદો તેવા પણ યોગ છે. સમાજમાં આપની પ્રતિષ્ઠા વધશે. વેપાર કે વ્યવસાયમાં ભાગીદારીથી લાભ મેળવી શકશો. વિજાતીય વ્યક્તિઓથી આકર્ષણ અનુભવાય. પ્રેમના માર્ગે આગળ વધી રહેલા પ્રેમીજનોને સફળતા મળશે.
સિંહ:07 જૂન, 2023 બુધવારના રોજ ચંદ્ર મકર રાશિમાં છે. આપની રાશિથી ષષ્ટમ ભાવમાં ચંદ્ર રહેશે. આપના ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે. કુટુંબના સભ્યો સાથે આપનો સમય આનંદ ઉત્સાહમાં પસાર થશે. આપનું આરોગ્ય સારું રહેશે. આપને માન-પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે અને તેના કારણે ખુશી અનુભવાશે. ઓફિસમાં સહકાર્યકરો આપની મદદ કરશે. આપને બિમારીમાંથી રાહત મળે. મોસાળથી સારા સમાચાર મળે અને તેમનાથી લાભ થાય. વિરોધીઓ આપની સામે હાર સ્વીકારી લેશે.
કન્યા: 07 જૂન, 2023 બુધવારના રોજ ચંદ્ર મકર રાશિમાં છે. આપની રાશિથી પંચમ ભાવમાં ચંદ્ર રહેશે. આજે સંતાનોના કાર્યોમાં વધુ વ્યસ્ત ધ્યાન આપવાની સલાહ છે. આપને પેટને લગતી તકલીફો સતાવે. વિદ્યાભ્યાસ માટે વિદ્યાર્થીઓને આજે મહેનત વધારવાની સલાહ છે તેમજ બીજાનું માર્ગદર્શન પણ લેવું પડશે. આજે આપે બૌદ્ધિક વાદ-વિવાદથી દૂર રહેવું જોઇએ. પ્રેમીજનોને પ્રણયમાં સફળતા મળે. પ્રિયજન સાથેની મુલાકાત આનંદથી ભરપૂર રહેશે. આપે શેરસટ્ટાની બાબતમાં સાવચેત રહેવું પડશે.
તુલા: 07 જૂન, 2023 બુધવારના રોજ ચંદ્ર મકર રાશિમાં છે. આપની રાશિથી ચતુર્થ ભાવમાં ચંદ્ર રહેશે. આજે વધુ પડતી લાગણીશીલતા .આપના મનને આર્દ્ર ભનાવશે. સ્ત્રી અને માતાને લગતી બાબતોમાં તમારે વધુ શાંતિ અને ધીરજથી કામ લેવાની સલાહ છે. પ્રવાસ માટે સમય યોગ્ય નથી તેથી આજે પ્રવાસનો વિચાર માંડી વાળો તે સલાહભર્યું છે. છાતીમાં પીડા હોય તેવા જાતકોએ સ્વાસ્થ્યની આજે વધુ કાળજી લેવી પડશે. જમીન કે મિલકતની બાબતમાં સાવચેત રહેવું પડશે. વિદ્યાર્થીઓ અભ્યાસમાં એકાગ્રતા માટે મેડિટેશન કરી શકે છે.
વૃશ્ચિક: 07 જૂન, 2023 બુધવારના રોજ ચંદ્ર મકર રાશિમાં છે. આપની રાશિથી તૃતીય ભાવમાં ચંદ્ર રહેશે. આજનો આપનો દિવસ આનંદ અને ખુશીની પળોમાં પસાર થશે. આપ નવું કામ શરૂ કરી શકશો. સહોદરો સાથે આપના સંબંધો સારા રહેશે. ભાગ્યમાં વૃદ્ધિ થઇ શકે છે. મિત્રો અને સ્વજનોને મળવાનું થાય. વિરોધીઓ તેમની ચાલમાં ફાવી શકશે નહીં. આપની લોકચાહનામાં વધારો થશે.
ધન:07 જૂન, 2023 બુધવારના રોજ ચંદ્ર મકર રાશિમાં છે. આપની રાશિથી દ્વિતિય ભાવમાં ચંદ્ર રહેશે. આપનો દિવસ મિશ્રફળ આપનારો બની રહેશે. કુટુંબીજનો સાથે મતભેદ કે મનદુઃખ ટાળવા માટે તેમની લાગણી સમજવાનો અને જરૂરિયાતો સંતોષવાનો પ્રયાસ કરવો. આજે આપનું મનોબળ દૃઢ ન હોવાને કારણે નિર્ણય લેવામાં તકલીફ થશે માટે મહત્વના નિર્ણય લેવામાં બીજાની મદદ લેવી. બિનજરૂરી ખર્ચ પર કાબુ રાખવાની સલાહ છે.
મકર:07 જૂન, 2023 બુધવારના રોજ ચંદ્ર મકર રાશિમાં છે. આપની રાશિથી પ્રથમ ભાવમાં ચંદ્ર રહેશે. આજે આપના નિર્ધારિત કાર્યો પાર પડશે. ઓફિસમાં આપનો પ્રભાવ વધશે. પારિવારિક જીવનમાં આનંદ છવાશે. આપના તનમનનું આરોગ્ય સારું રહેશે. મિત્રો અને સ્નેહીજનોને મળીને આનંદ અનુભવાશે. સુરુચિપૂર્ણ ભોજન માણી શકશો તેમ જ સારા વસ્ત્રાલંકારો પહેરવાનો અવસર પ્રાપ્ત થાય.લગ્નજીવનમાં સંતોષ અને ખુશી અનુભવાશે.
કુંભ:07 જૂન, 2023 બુધવારના રોજ ચંદ્ર મકર રાશિમાં છે. આપની રાશિથી દ્વાદશ ભાવમાં ચંદ્ર રહેશે. આપે કોઇના જામીન ન થવું જોઇએ કે કોઇની સાથે રૂપિયાની લેવડ-દેવડ ન કરવી જોઇએ. આપે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે, પરિવારજનો સાથે મનદુઃખની કોઈપણ સ્થિતિ ટાળવાની સલાહ છે. કોઇની સાથે મતભેદ કે ચડભડ થાય તો પણ તમારે સમાધાનકારી નીતિ રાખવી અને વહેલી તકે વિવાદનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવો. આજે ગુસ્સા પર અંકુશ રાખવો હિતાવહ છે. બીજા લોકોનું ભલું કરવા જતા પોતાનું નુકસાન ન થઇ જાય તેનું ધ્યાન રાખશો. અકસ્માતથી સંભાળીને રહેવાની સલાહ છે.
મીન: 07 જૂન, 2023 બુધવારના રોજ ચંદ્ર મકર રાશિમાં છે. આપની રાશિથી એકાદશ ભાવમાં ચંદ્ર રહેશે. આજનો દિવસ આપના માટે ઘણો સાનુકૂળ છે. ધંધામાં કે નોકરીમાં આપની આવક વધશે. આપના મિત્રો અને વડીલો તરફથી આપને લાભ થઇ શકે. આપ નવા મિત્રો બનાવશો અને આ મૈત્રી લાંબાગાળે ઘણી ફાયદાકારક નિવડશે. કોઇ શુભ પ્રસંગમાં આપ હાજરી આપશો. મિત્રો સાથે બહાર ફરવા જવાનું પણ બને. પરિવારજનો પાસેથી સારા સમાચાર મળે અને અચાનક આર્થિક લાભ થવાની શક્યતા જણાઈ રહી છે.