ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Weekly Horoscope for 29 to 4 february સાપ્તાહિક રાશિફળ જાણો કેવું રહેશે આપનું સપ્તાહ - WEEKLY HOROSCOPE

કેવું રહેશે આપનું અઠવાડિયું (HOROSCOPE FOR 29 to 4 february WEEKLY) અભ્યાસ, પ્રેમ, લગ્નજીવન તેમજ વેપાર જેવા ક્ષેત્રોમાં કેવી રહેશે ગ્રહદશા શું વૈવાહિક જીવનમાં મળશે રાહત અભ્યાસમાં બાળકોનું મન નથી લાગી રહ્યું શું આવનારા સમયમાં વિદેશ યાત્રાના યોગ છે. (WEEKLY HOROSCOPE) જીવનસાથી સાથે કેવી રીતે વીતશે આગામી સપ્તાહ જાણો શું કહે છે, (HOROSCOPE IN GUJARATI ASTROLOGICAL PREDICTION) જ્યોતિષાચાર્ય પી ખુરાના

Weekly Horoscope for 29 to 4 february સાપ્તાહિક રાશિફળ જાણો કેવું રહેશે આપનું સપ્તાહ
Weekly Horoscope for 29 to 4 february સાપ્તાહિક રાશિફળ જાણો કેવું રહેશે આપનું સપ્તાહ

By

Published : Feb 1, 2023, 7:36 PM IST

મેષ: આ અઠવાડિયું તમારા માટે ખુશીઓથી ભરેલું રહેશે. ઘરમાં કોઈ શુભ કાર્યક્રમ યોજાઈ શકે છે. ઘરમાં લોકોના આવન જાવન રહેવાથી મન અને ઘરનું વાતાવરણ સારું રહેશે. આવકમાં વધારો થશે, તમને આર્થિક પડકારોમાંથી બહાર નીકળવાની તક મળશે. આ સમય નોકરિયાત લોકો માટે સંયમ સાથે કામ કરવાનો રહેશે. તમારા બોસ તમારાથી ખુશ રહેશે અને તમારા વરિષ્ઠ અધિકારીઓની કૃપા તમારા પર રહેશે. વિવાહિત લોકો તેમના ગૃહસ્થ જીવનથી ખુશ હશે, પરંતુ તમારા જીવનસાથીનું વલણ તમારી સમજની બહાર રહેશે અને તેમને સમજવામાં તમને થોડો સમય લાગી શકે છે, પરંતુ જો તમારા જીવનસાથી તમને કંઈક કામ કરવા માટે કહે છે, તો ચોક્કસપણે તેના માટે તૈયાર રહેવું. પ્રેમ જીવન વિતાવી રહેલા લોકો તેમની લવ લાઈફમાં ખૂબ સારી સ્થિતિમાં રહેશે અને તમારા સંબંધોમાં રોમાન્સ પણ રહેશે અને લાગણી પણ ભરેલી જોવા મળશે. જો તમે માનસિક તણાવને તમારા પર હાવી થવા દેશો નહીં, તો તમે જીવનમાં સફળતા પ્રાપ્ત કરશો. મિલકત સંબંધિત બાબતો તમારું ધ્યાન આકર્ષિત કરશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે, જેના કારણે તમે મનથી ખૂબ ખુશ રહેશો. જીમિંગ અને ટ્રાવેલિંગ પાછળ તમે ઘણા પૈસા અને સમયનો વ્યય કરી શકો છો. વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું સારું રહેશે. તમને અભ્યાસ કરવામાં અને વાંચવામાં મજા આવશે. જો તમે મુસાફરી કરવા ઈચ્છો છો, તો આ અઠવાડિયું તમારા માટે સારું રહેશે.

વૃષભ:અઠવાડિયુંની શરૂઆતમાં તમે ઉતાર-ચઢાવનો અનુભવ કરશો. મન પર કોઈ વાતનો બોજ રહેશે અને કામનું દબાણ પણ તમારા પર રહેશે. ઓફિસમાં કોઈની સાથે અંગત વાત કરવી નહીં, ઓફિસના કામમાં જ મન લગાવવું અન્યથા કોઈ તમારો ફાયદો ઉઠાવી શકે છે. આવકમાં જબરદસ્ત વધારો થશે, જેના કારણે તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે અને તમારું મન પ્રસન્ન રહેશે. પારિવારિક જીવનમાંથી તમને સંતોષ પ્રાપ્ત થશે. સંપત્તિના મામલામાં તમને સફળતા મળી શકે છે. તમારા માન-સન્માનમાં વધારો થશે. નોકરીમાં પ્રમોશનની તકો મળશે. તમે તમારા જ્ઞાન, બુદ્ધિ અને કુશળ નેતૃત્વના બળ પર તમારા કાર્યમાં આગળ વધશો. તમારા બોસ તમારા કામથી પ્રભાવિત થશે. આવકમાં વધારો થશે અને ખર્ચામાં ઘટાડો થશે. જેથી તમે ખૂબ ખુશખુશાલ રહેશો. સ્વાસ્થ્યની દૃશ્ટિએ પણ આ અઠવાડિયું તમારા માટે ખૂબ સારું રહેશે. તમને સમસ્યાઓથી મુક્તિ મળશે, સાથે ભાગ્યનો પણ સાથ મળશે. વ્યવસાય કરતા લોકોને તેમના દૂરના રાજ્યો અને પ્રદેશોમાં સંપર્કોનો લાભ મળશે. સ્પર્ધામાં ઉતાર-ચઢાવ આવશે. વિરોધીઓથી સાવધ રહેવું. .આ અઠવાડિયું નૃત્ય માટે સારું રહેશે, પરંતુ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ અભ્યાસમાં અવરોધ લાવી શકે છે. મુસાફરી માટે અઠવાડિયાની શરૂઆત સિવાય અન્ય દિવસો શુભ રહેશે.

મિથુન:આ અઠવાડિયું તમારા માટે સારું રહેશે. અઠવાડિયાની શરૂઆતમાં તમારી આવકમાં વધારો થશે, જેનાથી તમે ખૂબ ખુશ થશે. ભાગ્ય તમારો સાથ આપશે, જેના કારણે તમે અટકેલા કામ પણ પૂરા કરી શકશો. તમને નોકરીનું ટ્રાન્સફર મળી શકે છે અથવા તમે નોકરી બદલવામાં પણ સક્ષમ બની શકો છો. આ સમય તમને પદ અને પ્રતિષ્ઠા અપાવશે. તમારો અનુભવ કામમાં આવશે અને તમે ખૂબ સારી સ્થિતિમાં રહેશો. વેપાર કરતા લોકો માટે આ સમય સારો રહેશે. તમને તમારા જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે અને તમે સાથે મળીને તમે તમારા વ્યવસાયના વિકાસ માટે સખત મહેનત કરશો, જેના પરિણામો તમને આવનારા સમયમાં જોવા મળશે. વિવાહિત લોકો તેમના ગૃહસ્થ જીવનમાં ખુશ રહેશે અને તમારા જીવનસાથી સાથે તમારું ટ્યુનિંગ ખૂબ સારું રહેશે. જેના કારણે ઘરનું વાતાવરણ પણ સકારાત્મક રહેશે. પ્રેમ જીવન વિતાવી રહેલા લોકોને અઠવાડિયાની શરૂઆતમાં કેટલાક સારા પરિણામ મળી શકે છે અને તમારો પ્રેમી તમને કોઈ કામ કરવા માટે પ્રેરિત કરી શકે છે. વિદ્યાર્થીઓ માટે પણ આ અઠવાડિયું સારું રહેશે અને ટેકનિકલ અને સેમી ટેક્નિકલ વિષયોનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ખૂબ સારું પ્રદર્શન કરી શકશે. અઠવાડિયાના પ્રથમ બે દિવસ મુસાફરી માટે સારા રહેશે.

કર્ક:આ અઠવાડિયું તમારા માટે ઘણું સફળ સાબિત થશે. તમારી આવકમાં જબરદસ્ત વધારો થશે અને તમે મજબૂત સ્થિતિમાં રહેશો. નોકરિયાત લોકોએ પોતાના કામમાં મન લગાવવું પડશે. જો આ સમયે કામમાં ઢિલ નહીં છોડો તો જ કામમાં સફળતા મળશે. આ અઠવાડિયે વેપાર કરતા લોકોને મોટી સફળતા મળશે. તમને કેટલાક મોટા અને મજબૂત લોકો સાથે મળવાનો લાભ મળશે, આ લોકો સાથે હાથ મીલાવીને તમે ભવિષ્યમાં સારો નફો મેળવી શકશો. આ સમયે પૈસાના રોકાણ દ્વારા, તમે તમારા વ્યવસાયને આગળ વધારી શકશો. જે લોકો તમારી સાથે કામ કરે છે તે લોકો તમારી પ્રશંસા કરી શકે છે કારણ કે તમે તેમના સુખ અને દુખમાં તમે તેમની સાથે રહો છો. વિવાહિત લોકો પોતાના ગૃહસ્થ જીવનમાં થોડી મુશ્કેલી અનુભવશે. ગ્રહોની સ્થિતિ તમારા સંબંધોમાં તણાવ વધારશે, તેથી ખૂબ કાળજી રાખવી. હવે કોઈ વાત ચર્ચા સુધી ન પહોંચે તેનું ધ્યાન રાખવું. પ્રેમ જીવન વિતાવી રહેલા લોકો માટે આ અઠવાડિયું અનુકૂળ રહેશે. સંબંધોમાં રોમાન્સમાં વધારો થશે. એકબીજા પ્રત્યે જવાબદારીની ભાવના પણ રહેશે, જેનાથી સંબંધોમાં ખુશીઓનું આગમન થશે. આ અઠવાડિયું વિદ્યાર્થીવર્ગ માટે સારું રહેશે. તમારી મહેનત સફળ થશે અને તમારું મન પણ અભ્યાસ તરફ આગળ વધશે અને વિદ્યાર્થીઓએ સફળતા પ્રાપ્ત કરવી હોય તો સખત મહેનત કરવી પડશે. કોઈ મોટી કંપની સાથે જોડાણ થવાની સંભાવના રહેશે. અઠવાડિયાની શરૂઆત મુસાફરી માટે સારી રહેશે.

સિંહ:આ અઠવાડિયું તમારા માટે અનુકૂળ રહેશે. નોકરિયાત લોકોને તેમની મહેનતનું ફળ મળશે અને સારા પરિણામો સાથે તેમના બોસ તેમનાથી પ્રભાવિત થયા વિના રહી શકશે નહીં, છતાપણ તમે વધારે આત્મવિશ્વાસનો ભોગ બની શકો છો જેનુ ધ્યાન રાખવુ. તમે તમારી નોકરી બદલવાનો પ્રયાસ કરી શકો છો અને તેમાં તમને અમુક હદ સુધી સફળતા મળી શકે છે. તમે તમારી વાત ઘરના સભ્યોને કહી શકો છો. વ્યાપારી વર્ગ માટે આ અઠવાડિયું સારું રહેશે. તમે સોશિયલ મીડિયા અભિયાનથી લાભ મેળવી શકો છો. તમારે તમારા કોઈ મિત્રની મદદ લેવાનો પ્રયાસ કરવો જોઈએ, જે તમારા વ્યવસાયને આગળ વધારવામાં તમને મદદ કરી શકે, તેનાથી તમને ઘણો ફાયદો થશે. સરકારી ક્ષેત્રમાંથી પણ સારો ફાયદો મળી શકે છે. કોર્ટના કામમાં તમને સારી સફળતા મળશે. વિવાહિત લોકો તેમના ગૃહસ્થ જીવનનો સંપૂર્ણ પણે આનંદ માણી શકશે અને એકબીજા સાથે ઘણો સમય વિતાવશે. પ્રેમ જીવન વિતાવી રહેલા લોકો તેમના સંબંધોમાં રોમાંસની સાથે એકબીજા પર સારો સંચાર અને નિર્ભરતા અનુભવશે, જેનાથી સંબંધ પણ સુધરશે અને તમે એકબીજાના દિલમાં જગ્યા બનાવી શકશો. વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું ખૂબ અનુકૂળ રહેશે અને તમને તમારા અભ્યાસમાં સારા પરિણામ મળશે. મુસાફરી માટે અઠવાડિયાના છેલ્લા 2 દિવસ સિવાય બાકીનો સમય સારો રહેશે.

કન્યા: આ અઠવાડિયું તમારા સ્વાસ્થ્ય માટે સારું રહેશે, પરંતુ બહારનો ખોરાક ખાવાનો ટાળવો. નોકરીમાં તમારી સ્થિતિ મજબૂત રહેશે. તમારા કામની કદર થશે. લોકો તમારા કામની પ્રશંસા કરશે. વેપારમાં તમારી સ્થિતિ સારી રહેશે. તમારી મહેનત મજબૂત રહેશે અને તમને સફળતા મળશે. આ સમયે પૈસાનું રોકાણ કરીને તમે તમારા વ્યવસાયને આગળ વધારી શકો છો. જે લોકો તમારી સાથે કામ કરે છે તેઓ તમારી પ્રશંસા કરશે કારણ કે તમે તેમના સુખ અને દુખમાં તેમની સાથે રહો છો. પરિણીત લોકો તેમના ગૃહસ્થ જીવનમાં જવાબદારીઓ વધવાનો બોજ અનુભવશે અને તેના માટે કેટલીક અલગ જોગવાઈઓ કરશે. સંબંધોમાં પરસ્પર સમજણ વધશે. તમે તમારાં જીવનસાથીને કોઈપણ ભેટ આપી શકો છો. પ્રેમ જીવન વિતાવી રહેલા લોકો માટે આ સમય થોડો નબળો રહેશે. તેમના માટે આ અઠવાડિયું થોડું પડકારજનક સાબિત થઈ શકે છે. તમારા અને તમારા પ્રિય વચ્ચે ગેરસમજો ઉભી થઈ શકે છે. તમારા પ્રેમી તમારાથી દૂર થઈ શકે છે, જે તમારી મુશ્કેલીમાં વધારો કરી શકે છે. વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં આનંદ આવશે અને તમે તમારા અભ્યાસ માટે યોગ્ય સમય આપી શકશો. અઠવાડિયાની શરૂઆત અને અંતિમ દિવસ સિવાય બાકીનો સમય મુસાફરી માટે અનુકૂળ રહેશે.

તુલા:આ અઠવાડિયું તમારા માટે મધ્યમ ફળદાયી રહેશે. અઠવાડિયાની શરૂઆતમાં તમે આર્થિક રીતે થોડા વ્યથિત દેખાશો કારણ કે તમારા ખર્ચામાં વધારો થઈ શકે છે અને પ્રમાણમાં આવક એટલી સારી રહેશે નહીં. માનસિક તણાવને તમારા પર હાવી થવા દવો નહીં કારણ કે તે તમારી વિચારવાની શક્તિને અસર કરી શકે છે. નોકરિયાત લોકોને તેમની મહેનતનું ફળ મળશે અને નોકરીમાં તમારી સ્થિતિ સારી રહેશે. તમારી સાથે કામ કરતા લોકો પણ તમારા વખાણ કરતા જોવા મળશે પરંતુ આ સમયે તમારા વિરોધીઓથી સાવધ રહેવું. જો કે તે લોકો તમને થોડા સમય માટે જ ચિંતા કરાવી શકે છે, તેમ છતાં ધ્યાનમાં રાખવું કે માનસિક તણાવ વધે નહીં. વેપાર માટે આ સમય સાનુકૂળ રહેશે. વિવાહિત લોકો ગૃહસ્થ જીવનનો આનંદ માણી શકશે અને એકબીજા સાથે સારી સ્થિતિમાં રહેશે. પ્રેમ જીવન માટે આ સમય લાભદાયી રહેશે કારણ કે તમે એકબીજા સાથે સમય પસાર કરશો. આ અઠવાડિયું તમારા માટે પણ કેટલાક સારા સમાચાર લાવશે. તમે તમારા પ્રિયને તમારા મનની વાત કહેશો, જેને તે દિલથી સ્વીકારશે. તમે તેમની સાથે ફરવા જશો અને ખરીદી કરશો. પરિવારના સભ્યો સાથે પણ તમારા પ્રેમીનો પરિચય કરાવશો. તમારા લગ્નની વાત પણ ઘરમાં થઈ શકે છે. વિદ્યાર્થીઓ સખત મહેનત કરતા જોવા મળશે, જેના કારણે તમને સકારાત્મક પરિણામ મળશે. અઠવાડિયાના છેલ્લા બે દિવસ મુસાફરી માટે સારા રહેશે.

વૃશ્ચિક: આ અઠવાડિયું તમારા માટે ઉતાર-ચઢાવથી ભરેલું રહેશે. તમે તમારા બાળકો વિશે ચિંતિત રહેશો અને કેટલાક ખોટા લોકો સાથે મળવાથી તમારું કામ બગડી શકે છે, તેથી સાવચેત રહેવું. વિદ્યાર્થીઓએ પણ તેમની સંગતનું ધ્યાન રાખવું પડશે, અન્યથા તેમના અભ્યાસમાં અવરોધો આવી શકે છે. તેમણે આ અઠવાડિયામાં વધું મહેનત કરવાની રહેશે, તો સારાં પરિણામો પ્રાપ્ત થશે. જો તમે મુસાફરી કરવા ઈચ્છો છો, તો અઠવાડિયાનો પ્રારંભિક દિવસ તેના માટે અનુકૂળ રહેશે. તમને મિત્રો સાથે મોજ-મસ્તી કરવાનો મોકો મળશે. નોકરિયાત લોકોનું કામ મજબૂત રહેશે. તમને તમારા કામની પ્રશંસા મળશે. વેપાર માટે પણ આ સમય લાભદાયી રહેશે. જો તમે સખત મહેનત કરશો તો તમને સારા પરિણામ મળશે અને તમને એવા કેટલાક લોકોનો સહયોગ મળશે જેમની સમાજમાં છાપ સારી નથી પણ તમારા માટે તે લોકો ઉપયોગી રહેશે. વિવાહિત લોકોનું ગૃહસ્થ જીવન સાનુકૂળ રહેશે. તમારા જીવનસાથી સાથે પ્રેમમાં વધારો થશે અને એકબીજા પ્રત્યે સમજણ વધશે. પ્રેમ જીવન વિતાવી રહેલા લોકો માટે આ સમય ઉતાર-ચઢાવથી ભરેલો રહેશે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, તેમ છતાં મોસમી રોગોથી દૂર રહેવું જરૂરી રહેશે. તેઓ એકબીજાને સમજવામાં ભૂલ કરી શકે છે.

ધન: આ અઠવાડિયું તમારા માટે મધ્યમ ફળદાયી રહેશે. અઠવાડિયાની શરૂઆતમાં તમે પરિવારના સભ્યો અને ગૃહસ્થ બાબતોથી પર વધુ ધ્યાન આપશો, જેના કારણે તમારા માટે થોડી માનસિક ચિંતાઓ ઉભી થઈ શકે છે. ઘરના ખર્ચામાં પણ વધારો થશે, જેના વિશે તમે કોઈ પ્લાનિંગ નથી કર્યું. તમારા મનમાં ધાર્મિક વિચારો આવશે. સંતાનોને લઈને તમને થોડી ચિંતા રહેશે. અઠવાડિયાના અંતમાં સ્વાસ્થ્ય થોડું નબળુ થઈ શકે છે. અઠવાડિયાની મધ્યમાં તમે તમારા કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરશો. કાળજીપૂર્વક કામ કરવાને કારણે તમને સારાં પરિણામ મળશે. તમારી છબી મજબૂત બનશે. વિવાહિત લોકો તેમના ગૃહસ્થ જીવનમાં ખુશ રહેશે. પ્રેમ જીવન વિતાવી રહેલા લોકો માટે પણ આ સમય સારો રહેશે અને તમે એકબીજા સાથે ઘણો સારો સમય વિતાવશો. વ્યવસાય કરનારાઓને સરકારી ક્ષેત્રથી સારો લાભ મળી શકે છે પરંતુ આ અઠવાડિયે તેમને સખત મહેનત કરવી પડશે, જ્યારે નોકરી કરતા લોકો માટે આ સમય તેમની કાર્યક્ષમતા બતાવવાનો સમય રહેશે. તમને તમારી કાર્યક્ષમતાનુ ભાન થશે. તમે તમારી આંતરિક શક્તિ વીશે જાણ થશે. જેથી તમને ભવિષ્યમાં પણ કંઈક નવું કરવામાં મદદ મળશે. અઠવાડિયાના પ્રથમ બે દિવસ મુસાફરી માટે સારા રહેશે. વિદ્યાર્થીઓને અભ્યાસપ્રતી રૂચિ વધશે અને જેના સારાં પરિણામો મળશે.

મકર: આ અઠવાડિયું તમારા માટે ઘણું સારું રહેશે. તમને મિત્રોનો સહયોગ મળશે, જેના કારણે તમને દરેક કાર્યમાં સફળતા મળશે. આર્થિક રીતે પણ આ સમય સારો રહેશે. ખર્ચમાં ઘટાડો થશે. આવકમાં વધારો થશે. નોકરીમાં તમારી સ્થિતિ સંપૂર્ણપણે મજબૂત રહેશે. તમે વધારે મહેનત પણ કરશો. તમને તમારા વરિષ્ઠોનો સહયોગ પણ મળશે. વેપારમાં પણ સ્થિતિ સુધરશે. તમારા બિઝનેસ પાર્ટનર સાથે તમારા સંબંધો સુધરશે અને તમે તમારા વ્યવસાય પર વધુ સારી રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. અઠવાડિયાની શરૂઆતમાં તમારે ચિંતાઓમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરવો પડશે. આર્થિક પડકારો આવશે પરંતુ તે સમય વિતવાની સાથે સમાપ્ત થઈ જશે. વિવાહિત લોકો તેમના ગૃહસ્થ જીવનનો ભરપૂર આનંદ માણશે અને પોતાના જીવનસાથી સાથેના પ્રેમમાં વધારો થશે. પ્રેમ જીવન વિતાવી રહેલા લોકો માટે આ સમય અનુકૂળ રહેશે. તમે અને તમારા પ્રિય કલાકો સુધી વાત કરશો, તમારે ઘણી વખત મળવાનું થશે, જેના કારણે તમારો પ્રેમ સંબંધ આગળ વધશે પરંતુ તે લોકોને કેટલાક લોકોના વિરોધનો સામનો કરવો પડી શકે છે, તેથી હવે થોડી ધીરજ અને શાંતિથી કામ લેવુ. જો તમે મુસાફરી કરવા ઈચ્છો છો, તો અઠવાડિયાની શરૂઆતથી મધ્ય ભાગ સુધીનો સમય તેના માટે અનુકૂળ રહેશે. વિદ્યાર્થીઓને અભ્યાસ કરવાની દૃશ્ટિએ આ અઠવાડિયું સારું રહેશે.

કુંભ:આ અઠવાડિયું તમારા માટે સારું રહેશે પરંતુ ખર્ચામાં વધારો થઈ શકે છે આ કારણે તમે થોડા ચિંતિત રહેશો, પરંતુ આ ખર્ચાઓ પણ તમે નિયંત્રણ રોખશો તો કોઈ મુશ્કેલી આવશે નહીં. તમે કોઈ મોંઘી વસ્તુની ખરીદી કરી શકો છો જે તમારા ખર્ચામાં વધારો કરાવશે. વ્યાપારી વર્ગ માટે આ અઠવાડિયું સારું રહેશે. તમારા કામમાં વેગ આવશે અને તમારા નફામા વધારો થશે. મુસાફરી માટે આ અઠવાડિયું અનુકૂળ રહેશે. આ અઠવાડિયે વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ છે કે તેઓ તમારા અભ્યાસ માટે થોડો સમય કાઢે, જો કે તમારી બુદ્ધિમત્તા તમને અભ્યાસ કરવામાં મદદ કરશે. તમને શિક્ષણમાં આગળ વધવાની તક મળશે. ઉચ્ચ શિક્ષણ માટે પ્રયાશ કરનારા લોકોને લાભ મળશે. પરણિત લોકો તેમના ગૃહસ્થ જીવનમાં ખૂબ ખુશ રહેશે, જ્યારે પ્રેમ જીવન માટે આ સમય અનુકૂળ રહેશે. તમે તમારા સંબંધોમાં તટસ્થ રહેશો અને તમારા પ્રિયનું દિલ જીતવા માટે સક્ષમ થશો. તમને તેમા સફળતા પણ મળશે, પ્રયાસ કરતા રહો. તમારા પ્રિય સાથે તમારી નિકટતામાં વધારો થશે. આ અઠવાડિયે મુસાફરી કરવાથી વેપારમાં સારો ફાયદો થઈ શકે છે.

મીન: આ અઠવાડિયું તમારા માટે ખૂબ મહત્વનું રહેશે. તમારા કુટુંબમાં કોઈ વિશેષ નિર્ણય લેવા વિશે તમારો અભિપ્રાય માંગવામાં આવશે અને તમે આપેલી સલાહ પરિવાર માટે ખૂબ મહત્વની રહેશે કારણ કે તેનો અમલ કરવામા આવશે, તેથી થોડી વિચારપૂર્વક સલાહ આપવી. કાર્ય માટે આ અઠવાડિયું સારું રહેશે. જો તમે નોકરિયાત છો, તો પછી તમારે એકાગ્રતામાં થોડો વધારો કરવો અને તમારા કામથી કામ રાખવુ. બીજાના કામમાં દખલ કરવી તમારા માટે નુકસાનકારક રહેશે. તમારી આવકમાં વધારો થશે. આ અઠવાડિયું નોકરિયાત લોકો માટે પણ મહત્વનું રહેશે. તમને તમારા સાથીઓને જાણવાની અને સમજવાની તક મળશે. વેપારી વર્ગ માટે અઠવાડિયું ખૂબ મદદગાર સાબિત થશે. કામમાં તમારું હુન્નર વધશે. વિવાહિત લોકોનું ગૃહસ્થ જીવન સામાન્ય રહેશે પરંતુ તમારી અપેક્ષા જેટલુ સારું નહીં રહે. પ્રેમ જીવન જીવતા લોકો જીવનનો આનંદ માણશે અને આ અઠવાડિયામાં ક્યાંક ફરવા જશે. તમારી કૃશાગ્ર બુદ્ધિનો ઉપયોગ કરીને, તમે તમારા પ્રિયનું દિલ જીતી શકશો અને તમારું પ્રેમ જીવન સારી રીતે પસાર કરી શકશો. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સારાં પરિણામ મળશે. તમારા અભ્યાસમાં ગતિ આવશે. આ અઠવાડિયું મુસાફરી માટે શ્રેષ્ઠ રહેશે.

ABOUT THE AUTHOR

...view details