ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Weekly Horoscope for 2 to 8 April : સાપ્તાહિક રાશિફળ જાણો, કેવું રહેશે આપનું સપ્તાહ - Weekly Horoscope

કેવું રહેશે આપનું અઠવાડિયું અભ્યાસ, પ્રેમ, લગ્નજીવન તેમજ વેપાર જેવા ક્ષેત્રોમાં કેવી રહેશે ગ્રહદશા શું વૈવાહિક જીવનમાં મળશે રાહત અભ્યાસમાં બાળકોનું મન નથી લાગી રહ્યું શું આવનારા સમયમાં વિદેશ યાત્રાના યોગ છે.જીવનસાથી સાથે કેવી રીતે વીતશે આગામી સપ્તાહ જાણો શું કહે છે, જ્યોતિષાચાર્ય પી ખુરાના

Etv BharatWeekly Horoscope for 2 to 8 April
Etv BharatWeekly Horoscope for 2 to 8 April

By

Published : Apr 2, 2023, 5:23 PM IST

મેષ:આ સમયમાં તમારી આવક સારી રહેશે પરંતુ ખર્ચામાં ખૂબ જ ઝડપથી વધારો થશે, જે તમને ચિંતામાં વધારો થઈ શકે છે. નોકરીમાં તમારી સ્થિતિ મજબૂત રહેશે. તમે તમારા કામમાં અડગ રહેશો. નોકરીમાં તમે તમારું કામ મન લગાવીને કરશો, જેના તમને સારાં પરિણામ મળશે. વેપારમાં ચડતી-પડતી આવી શકે છે. તમારી વ્યવસાય માટે કરેલી મહેનત પણ રંગ લાવશે અને ઘણી યોજનાઓ આગળ વધવાથી તમને સારો ફાયદો થશે. તમે પારિવારિક જવાબદારીઓને સમજશો. ઘરખર્ચમાં પણ વધારો થશે. તમારી માતા પ્રત્યે તમારો સ્નેહ ઘણો વધશે, તમે તેમને ભેટ આપી શકો છો. વિવાહિત લોકો તેમના ગૃહસ્થ જીવન વિશે ખૂબ જ સકારાત્મક રહેશે અને તેનું કારણ તેમના સંબંધોમાં વધતો પ્રેમ અને સમજણ હશે. પ્રેમ જીવન વિતાવી રહેલા જાતકોના જીવનમાં બિનજરૂરી ચિંતાઓ આવી શકે છે પરંતુ તેને બાજુ પર રાખીને તમારા જીવનનો આનંદ માણવો. વિદ્યાર્થીઓની વાત કરીએ તો તે લોકો નવી-નવી વસ્તુઓ શિખવામાં અને નવું પુસ્તક વાંચવામાં ખૂબ જ રસ દાખવશે અને તેમનું મન અભ્યાસમાં ખૂબ રચ્યું-પચ્યું રહેશે, જેનાથી તમને સારા પરિણામ પ્રાપ્ત થશે. મુસાફરીની વાત કરીએ તો અઠવાડિયાના પ્રથમ બે દિવસ તમારા માટે સારા રહેશે. તમારે સ્વાસ્થ્ય પ્રત્યે ગંભીરતા દાખવવી પડશે.

વૃષભ:એકંદરે તમારા માટે ખુશીઓનો તબક્કો જણાઇ રહ્યો છે કારણ કે, તમે મિત્રો સાથે ઘણો સમય પસાર કરશો, જુની યાદો તાજી થશે અને તેમની સાથે કોઈ દૂરના સ્થળે ફરવા જવાના ચાન્સ રહેશે. તમે તમારી કેટલીક અંગત બાબતો તમારા મિત્રો સાથે શેર કરશો. પ્રોપર્ટી ખરીદવામાં તમારી રુચિ વધશે. તમારી કરિયર લાઈફ સારી રહેશે. નોકરિયાતોને બોસ અને સહકર્મીઓનું સમર્થન અને સહકાર મળશે. કાર્યસ્થળે તમારી છબી મજબૂત રહેશે અને તમને કાર્યક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે. જો તમે વેપાર કરો છો તો પણ આ સમય તમારી પ્રગતિ માટે સારો રહેશે. તમારા બિઝનેસ પાર્ટનર પણ તમારી ખૂબ પ્રશંસા કરશે અને તમે તમારી પોતાની નવી ફર્મ શરૂ કરવાનો પ્રયાસ કરી શકો છો. કોઈપણ પ્રકારે ઑનલાઇન કામ કરતા હોય તેમના માટે સમય સારો છે. જોકે, ટેકનોલોજી આધારિત કાર્યોમાં જોડાયેલા હોય તેમણે અત્યારે કામની ગુણવત્તા અને સમયમર્યાદા પર ધ્યાન આપવું પડશે. વિવાહિત જીવનમાં તમારે વધુ ધ્યાન આપવું પડશે. કદાચ તમારો સ્વભાવ તમારા જીવનસાથીને મનોમન પરેશાન કરી શકે છે. પ્રેમ જીવન વિતાવી રહેલા લોકો માટે આ સમય પ્રેમથી ભરપૂર રહેશે. તમને તમારા પ્રિય તરફથી સારો તાલમેલ જોવા મળશે. વિદ્યાર્થીઓને સ્પર્ધામાં સફળતા મળી શકે છે અને તેમને અભ્યાસ કરવા પાછળ ઘણો સમય આપવો પડશે અને વધું મહેનત કરવી પડશે. અઠવાડિયાની શરૂઆત મુસાફરી કરવાના હેતુથી સારી રહેશે.

મિથુન: નોકરી કરતા લોકો પોતાના કામથી ખૂબ સંતુષ્ટ રહેશે અને સારું પરફોર્મન્સ કરીને ઉપરીઓની પ્રશંસા મેળવી શકશે. વેપાર કરતા જાતકો માટે પ્રગતિદાયક સમય છે. તમારો વ્યવસાય સાચા રસ્તે આગળ વધવા લાગશે, વિસ્તરણની તકો મળે. તમને ભાગ્યનો સાથ મળશે, જેના કારણે તમારા અટકેલા કામ પણ પૂરા થશે. તમારા પરિવારમાં કોઈ નવા વ્યક્તિના આગમનથી ઘરમાં ચહેલ પહેલ રહેશે. તમારા પિતાનું સ્વાસ્થ્ય થોડું નબળું થઈ શકે છે, તેથી તેમની સંભાળ રાખવી. તમારું વિવાહિત જીવન સંતોષકારક રહેશે અને તમારા જીવનસાથી સાથેની તમારી નિકટતામાં વધારો થશે. પ્રેમ જીવન વિતાવી રહેલા લોકો માટે આ અઠવાડિયું સામાન્ય રહેશે. તમે તમારા પ્રિયને કોઈ મંદિર અથવા ધાર્મિક સ્થળ પર દર્શન કરવા માટે લઈ જઈ શકો છો. તમારા પ્રિય તમને દિલથી પ્રેમ કરશે અને તમને એ વાતનો અહેસાસ થશે. અઠવાડિયાના છેલ્લા બે દિવસ સિવાય બાકીનો સમય મુસાફરી કરવાના હેતુથી સાનુકૂળ રહેશે. વિદ્યાર્થીઓ અભ્યાસ કરવામાં વધુ મહેનત કરશે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ તમને કોઈ ખરાબ આદતની લત લાગે નહીં તેનું થોડું ધ્યાન આપવું અને તેને છોડવાનો પ્રયત્ન કરવો.

કર્ક: તમને કામકાજમાં સફળતા મળે અને અત્યાર સુધી કરેલા કાર્યોનું ફળ મળે જેથી તમારો આત્મવિશ્વાસ વધશે. તમે વેપાર કરતા હોય કે નોકરી, આ અઠવાડિયું તમારા માટે સારું રહેશે. તમારું કામ તમારી ઓળખ બનશે. તમારી સાથે જે લોકો કામ કરે છે તેનાથી તમારે થોડું સાવધ રહેવું પડશે, તેઓ તમારી વિરુદ્ધ કોઈ ષડયંત્ર ચલાવી શકે છે. તમારી આવકમાં વધારો થશે. તમે ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને રોકાણ માટેનું પ્લાનિંગ કરી શકશો. જેઓ નવી નોકરીની શોધમાં હોય તેમને ઇન્ટરવ્યુમાં સફળતા મળે. પરણિત લોકો પારિવારિક જીવનમાં પોતાના જીવનસાથીની નજીક આવશે અને એકબીજાને પોતાના દિલની વાત કરી શકશે. તમે લોંગડ્રાઇવ પર જઇ શકશો. ગૃહસ્થ જીવનના તમામ કામ સરળતાથી પાર પડશે. પ્રેમ જીવન વિતાવી રહેલા લોકો માટે આ સમય સાનુકૂળ રહેશે. તમારી વચ્ચે ગિફ્ટની આપ-લે અથવા ડીનર પર જવાના યોગ બની શકે છે. વિદ્યાર્થીઓ માટે આ સમય સાનુકૂળ રહેશે. અભ્યાસમાં મિત્રો સાથ આપશે. મુસાફરી કરવાના હેતુથી આ અઠવાડિયું સારું રહેશે. વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં તેમના શિક્ષકની મદદની જરૂર પડશે અને તે લોકો તમને મદદ પણ કરશે.

સિંહ:આ અઠવાડિયામાં તમે જીવનના અલગ અલગ ક્ષેત્રોમાં ચડાવ-ઉતાર અનુભવો તેવા ચાન્સ છે. વેપાર કરવાની દૃશ્ટિએ આ સમય સાનુકૂળ રહેશે. નવા ક્લાયન્ટ અથવા બિઝનેસ પાર્ટનરો સાથે મહત્વની ચર્ચા થઇ શકે છે. તમારા પ્રયત્નો તમને સફળતા અપાવશે. નોકરી કરતા જાતકો માટે દરેક શબ્દ સફળતાની નવી ગાથા લખશે. તમારી મહેનત અને સફળતા બદલ પુરસ્કાર મળી શકે છે. તમે અપેક્ષા કરતાં ઓછા સમયમાં અને વધુ સારી રીતે કામ પૂરું કરીને પ્રમોશનના ચાન્સ વધારી શકશો. આ અઠવાડિયાનો ઉત્તરાર્ધ મુસાફરી કરવાના હેતુથી વધુ સાનુકૂળ રહેશે. વિદ્યાર્થીઓએ અભ્યાસ કરવામાં કેટલાક નવા વિષય પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર પડશે. તમને તમારા પરિવારની મદદ પણ મળી શકે છે. પ્રેમ જીવન વિતાવી રહેલા જાતકોએ પોતાના દિલની વાત કહેવી પડશે કારણ કે તમારા પ્રિય પહેલ કરી શકશે નહીં. પરણિત જાતકોના જીવનસાથી તમારી લાગણી અને વિચારોને સારી રીતે સમજશે અને તમારી સાથે સારો વ્યવહાર કરશે. તમારે તમારા સ્વાસ્થ્ય પર ઘણું ધ્યાન આપવું પડશે કારણ કે તબિયત બગડવાના કારણે બીમાર પડવાની સંભાવના ઉભી થઈ શકે છે.

કન્યા:તમને અત્યારે કોઇપણ અનઅપેક્ષિત રીતે મોટો આર્થિક લાભ થઇ શકે છે અથવા તમારી આવકમાં વધારો કરવાનો ચાન્સ મળી શકે છે. તમારા કામમાં કોઈ અડચણ આવશે નહીં અને તમને ભાગ્યનો પૂરો સાથ મળશે. અઠવાડિયાના મધ્યમાં તમે કંઈક નવું કરવાનો પ્રયાસ કરશો, જેના ફળ સ્વરૂપે તમારી પાસે પૈસાની આવક વધશે. વ્યાપારીઓને તેમની કુશાગ્ર બુદ્ધિના કારણે કેટલાક મોટા નફો પ્રાપ્ત કરી શકે છે, પરંતુ નોકરિયાત જાતકો આ અઠવાડિયે ખૂબ જ મહેનત કરતા જોવા મળશે. પ્રેમ જીવન વિતાવી રહેલા જાતકો માટે આ સમય ચડતી-પડતી ભરેલો રહેશે, તમે તમારા શબ્દો તમારી પાસે રાખી શકો છો અને તમારા પ્રિયને જે ન ગમતું હોય તે વાત તેમની સાથે શેર કરશો નહીં. તેનાથી તમારી વચ્ચે તણાવ ઉભો થઈ શકે છે. તમે તમારા પ્રિયની તમારા પરિવાર સાથે મુલાકાત કરાવી શકો છો. સ્વાસ્થ્યની દૃશ્ટિએ આ સમય થોડો નબળો રહેશે. તેથી સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું. અઠવાડિયાની મધ્યનાં અને અંતિમ દિવસો મુસાફરી કરવાના હેતુથી સારા રહેશે. વિદ્યાર્થીઓ અભ્યાસ કરવામાં સખત મહેનત કરશે અને તેમની મહેનત સ્પષ્ટપણે દેખાશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પણ આ સમય સારો રહેશે. તમે પરીક્ષાઓ માટે સારી તૈયારી પણ કરશો.

તુલા:નોકરિયાતો આ સપ્તાહમાં પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત કરશે, જેના કારણે કાર્યસ્થળ પર તેમના માન-સન્માન અને તેમના પ્રભૂત્વમાં વધારો થશે. નવી નોકરી શોધતા હોય તેમણે અગાઉ કરેલા પ્રયત્નો સફળ થશે, જેના કારણે તમે સંતુષ્ટ થશો. વ્યાપારી વર્ગે પોતાના કામ પર વધુ ધ્યાન આપવું પડશે અને સમય તમારા માટે થોડો નબળો રહેશે. તમારા ખર્ચમાં અચાનક વધારો થઈ શકે છે. તમે તમારા કેટલાક મિત્રોની સહાયથી તમારા કાર્યને વધુ સારું બનાવવામાં સમર્થ બનશો. વિવાહિત લોકો પોતાના ગૃહસ્થ જીવનમાં ઘણો ખર્ચા કરશે. તમે શોપિંગ પણ કરશો અને ઘરનો ખર્ચો પણ કરશો. તમારા જીવનસાથી સાથે થોડો વિવાદ થઈ શકે છે પરંતુ અઠવાડિયાના અંતમાં તમારા જીવનસાથી સાથેનો તણાવ ઓછો થશે અને પરસ્પર ગેરસમજો દૂર થશે. આના કારણે તમારા પારિવારિક વાતાવરણમાં સકારાત્મકતા આવશે. પ્રેમ જીવન વિતાવી રહેલા લોકો માટે આ સમય સારો રહેશે. કોઈપણ પ્રકારના અહંકારથી દૂર રહેવું કારણ કે પ્રેમમાં અહંકારને કોઈ સ્થાન નથી. અઠવાડિયાની શરૂઆત મુસાફરી કરવાના હેતુથી સાનુકૂળ રહેશે. વિદ્યાર્થીઓ અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે, પરંતુ તેમણે પોતાની સંગત પર ધ્યાન આપવું પડશે કારણ કે તેના કારણે અભ્યાસમાં વિક્ષેપ આવી શકે છે.

વૃશ્ચિક: પરિવાર અને મિત્રો સાથે સારો સમય વિતાવીને તમે સપ્તાહની શરૂઆત કરશો. ઘરનો માહોલ અત્યંત શાંતિપૂર્ણ રહેશે. તમે મિલકત વિશે સોદા કરી શકો છો અને કોઈપણ સ્થાવર મિલકત મેળવી શકો છો. નોકરિયાત જાતકો માટે સમય સારો રહેશે. તમે તમારા કામમાં મજબૂતીથી આગળ વધશો. તમારું ટેલેન્ટ બતાવવાની તક મળશે જેથી નોકરીમાં તમારી સ્થિતિ મજબૂત થશે. નોકરી બદલવાની તક મળી શકે છે. વેપાર કરનારા જાતકોએ સરકારી ક્ષેત્રના જાતકો સાથે સારો વ્યવહાર કરવો જોઈએ કારણ કે આનાથી તમને મોટો ફાયદો મળી શકે છે. વિવાહિત જાતકોને જીવનમાં થોડી મુશ્કેલી જોવા મળશે, પરંતુ જીવનસાથીને તેમના કરિયરમાં સફળતા મળશે. પ્રેમ અને રોમાંસના બળ પર તમે તમારા સંબંધોને સુંદર બનાવી શકશો. જીવનસાથીની શોધમાં હોય તેમના માટે સમય સારો છે. અઠવાડિયાની શરૂઆત સિવાય બાકીનો સમય મુસાફરી કરવા માટે સાનુકૂળ છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં ઘણી મહેનત કરવી પડશે. જો કે તમારી એકાગ્રતા બહુ સારી નહીં હોય. સ્વાસ્થ્ય બાબતે આ અઠવાડિયું શરૂઆતમાં થોડું નબળું છે, પરંતુ પછીથી સારું સાબિત થશે. શરૂઆતમાં પેટના રોગો તમને વ્યથિત કરી શકે છે. પૌષ્ટિક અને પ્રમાણસર ખોરાક ખાવાથી સ્થિતિ સુધારી શકાશે.

ધન:શરૂઆતના ચરણમાં તમને બિઝનેસ સંબંધિત કેટલાક સારા સમાચાર મળી શકે છે, જેનાથી તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. તમે નવા કોન્ટ્રાક્ટ કરો, નવા ક્લાયન્ટ મેળવો અને તેનાથી તમને મોટો ફાયદો થાય તેવા ચાન્સ છે. તેના કારણે તમારા મનમાં ખુશીની લાગણી રહેશે. નોકરિયાતવર્ગ માટે પણ આ સમય સાનુકૂળ રહેશે. તમે તમારી બુદ્ધિમત્તા અને તમારા વર્તનથી લોકોના દિલમાં તમારું સ્થાન મજબૂત કરશો અને વધુ સારા કામ પણ કરશો, જેનાથી તમને સારા પરિણામ પ્રાપ્ત થશે. પારિવારિક જીવનમાં થોડો ચડાવ-ઉતાર રહેશે. તમારા જીવનસાથી સાથે નિકટતા વધશે અને એકબીજા પ્રત્યેની ગેરસમજ દૂર થશે. કોઈ અનુભવી વ્યક્તિ કે વડીલની મદદથી કામ કરવું તમારા માટે ફાયદાકારક રહેશે. પ્રેમ જીવન વિતાવી રહેલા લોકો માટે આ સમય ઘણો રોમેન્ટિક રહેશે. ડેટિંગ પર જવા માટે સારા સંજોગો બનશે. તમે એકબીજા સાથે ઘણો સમય વિતાવશો અને લાંબા સમય માટે ફોન પર વાત કરી શકશો. આ અઠવાડિયામાં રોમાંસ કરવાની તકો મળશે. તમારા સંબંધો સારા રહેશે. આ સમય વિદ્યાર્થીઓ માટે પણ સારો રહેશે.

મકર: પ્રોફેશનલ અને પર્સનલ લાઇફમાં પ્રગતિમાં આ સપ્તાહ પસાર થવાથી તમને શરૂઆતથી અંતર સુધી એકંદરે ખુશ રહેશો. વ્યવસાયિક ભાગીદારી સારી રીતે આગળ વધશે અને હાથમાં કેટલાક નવા કરાર આવી શકે છે. તમારો નફો વધશે પરંતુ માર્કેટિંગને લગતા કેટલાક ખર્ચ આવી શકે છે. ક્લાયન્ટ અથવા કર્મચારીઓને ખુશ રાખવા માટે પણ કેટલાક ખર્ચ થઇ શકે છે. નોકરી કરતા જાતકો માટે આ સમય ચડતી-પડતીથી ભરેલો રહેશે. તમારે ખૂબ જ મહેનત કરવી પડશે. કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. વિવાહિત જાતકો તેમના ગૃહસ્થ જીવનનો આનંદ માણી શકશે. તમારા જીવનમાં નાની-નાની સમસ્યાઓ હશે, પરંતુ તેનાથી કોઈ મોટી સમસ્યા આવશે નહીં. પ્રેમ જીવન વિતાવી રહેલા લોકો માટે આ સમય ચડ-ઉતર ભરેલો રહેશે. તમારે તમારા પ્રિયની સમસ્યાઓ પણ જાણવી જોઈએ, કદાચ તેમની કેટલીક સમસ્યાઓના કારણે તેમનો મૂડ અસ્વસ્થ રહી શકે છે. તેમની સમસ્યાઓ જાણીને તેનુ નિવારણ લાવવાનો પ્રયત્ન કરવો. અઠવાડિયાની શરૂઆતના દિવસો અને અઠવાડિયાના છેલ્લા બે દિવસ મુસાફરી કરવાના હેતુથી સારા રહેશે. વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં વધારે ધ્યાન આપવું પડશે. આ અઠવાડિયું તમારાં માટે નિર્ણાયક રહેશે.

કુંભ:આ અઠવાડિયામાં તમારે મર્યાદિત આવક વચ્ચે ખર્ચને પહોંચી વળવાનું છે માટે બિનજરૂરી ખર્ચમાં તમારું ખિસ્સુ ખાલી ન થાય તેનું ધ્યાન રાખજો. કેટલાક અનિવાર્ય ખર્ચા ચિંતામાં વધારો થશે માટે તમારે અગાઉથી મની મેનેજમેન્ટ કરવું પડશે. પ્રોફેશનલ મોરચે આ અઠવાડિયે તમે કંઈક નવું કરવાનું વિચારી શકશો. કામના સંબંધિત તમને સારાં પરિણામ પ્રાપ્ત થશે, પરંતુ કોઈના સાથે ખરાબ વર્તન કરવું તે તમને નુકસાન પહોંચાડી શકે છે. નોકરિયાત વર્ગ માટે આ સમય સાનુકૂળ રહેશે. તમને તમારા વરિષ્ઠોની સંપૂર્ણ કૃપા પણ મળશે. કેટલાક લોકો તમારાં વિરુદ્ધ ચાલ રમી શકે છે, તેમનાથી સાવધાન રહેવુ. વ્યાપારી વર્ગ માટે સુખદ સમય રહેશે. તમારા કામમાં પ્રગતિ થશે. પરણિત લોકોએ તેમના ગૃહસ્થ જીવનમાં કેટલીક નવી જવાબદારીઓ પોતાના માથે લેવી જોઈએ, જ્યારે પ્રેમ જીવન જીવતા જાતકોને તેમના પ્રેમ જીવનમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આ અઠવાડિયે વિદ્યાર્થીઓ અભ્યાસ કરવામાં સારું પ્રદર્શન કરી શકશે અને અઠવાડિયાનો છેલ્લો દિવસ મુસાફરી કરવાના હેતુથી સારો રહેશે. શારીરિક સમસ્યાઓ તમને વ્યથિત કરી શકે છે, જેના કારણે તમે થોડા દુઃખી થઈ શકો છો, પરંતુ હિંમત રાખવી, ધીમે ધીમે બધું સારું થઈ જશે.

મીન: થોડી આર્થિક ખેંચતાણ અને આવક કરતાં વધારે ખર્ચ સાથે તમારા સપ્તાહની શરૂઆત થશે. મધ્ય ચરણ પછી તમને કોઇ ફાયદો થવાથી તમને રાહત થશે. તમારી સાથે જે લોકો કામ કરે છે તેનાથી તમારે થોડું સાવધ રહેવું પડશે, તેઓ તમારી વિરુદ્ધ કોઈ ષડયંત્ર ચલાવી શકે છે. નોકરિયાતોને બીજાની વાતોમાં પડવાના બદલે પ્રોફેશનલ અભિગમ રાખવાની સલાહ છે. તમારી આસપાસના ઉપર નજર રાખવી અને તમારી આંખો ખુલ્લી રાખવી. વેપારી વર્ગ માટે આ અઠવાડિયું સારું રહેશે. તમે નવી સ્ટ્રેટેજી અપનાવીને પ્રગતિનો માર્ગ ઘડી શકશો. તમારી આવકમાં વધારો થઈ શકે છે. વિવાહિત લોકોના ગૃહસ્થ જીવનમાં પ્રેમ અને ખુશીઓ રહેશે. તમે એકબીજા માટે સારો સમય આપી શકશો. તમારા ભવિષ્યને ધ્યાનમાં રાખીને પ્લાનિંગ પણ કરી શકશો. પ્રેમ જીવન જીવતા લોકો માટે આ અઠવાડિયું સારું રહેશે. તમે તમારા પ્રિયની તમારા પરિવાર સાથે મુલાકાત કરાવી શકો છો. વિદ્યાર્થીઓને તેમની મહેનતનું જબરદસ્ત પરિણામ મળશે અને તમે આગળ વધશો. અઠવાડિયાની મધ્યનાં અને અંતિમ દિવસો મુસાફરી માટે સારા રહેશે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

ABOUT THE AUTHOR

...view details