ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Weekly Horoscope for 18 to 24 July સાપ્તાહિક રાશિફળ જાણો કેવું રહેશે આપનું સપ્તાહ - PISCES

Weekly Horoscope for 18 to 24 July કેવું રહેશે આપનું અઠવાડિયું અભ્યાસ, પ્રેમ, લગ્નજીવન તેમજ વેપાર જેવા ક્ષેત્રોમાં કેવી રહેશે ગ્રહદશા શું વૈવાહિક જીવનમાં મળશે રાહત અભ્યાસમાં બાળકોનું મન નથી લાગી રહ્યું શું આવનારા સમયમાં વિદેશ યાત્રાના યોગ છે જીવનસાથી સાથે કેવી રીતે વીતશે આગામી સપ્તાહ જાણો શું કહે છે, જ્યોતિષાચાર્ય પી ખુરાના

Weekly Horoscope for 18 to 24 July
Weekly Horoscope for 18 to 24 July

By

Published : Jul 18, 2021, 6:05 AM IST

Updated : Nov 9, 2022, 1:28 PM IST

મેષ (માર્ચ 21 એપ્રિલ 20) ARIESલગ્ન કરવા લાયક લોકોને લગ્નના પ્રસ્તાવ મળી શકે છે. જીવનનું સ્તર ધીરે ધીરે ઉન્નતિ તરફ વધશે. મનને શાંત રાખજો. બુધવારે પીપળાના વૃક્ષને એક મુઠ્ઠી ચોખા અર્પણ કરવાથી સફળતા મળશે.

વૃષભ એપ્રિલ 21 મે 21 TAURUSસુખ-સુવિધાઓમાં વૃદ્ધિ થશે. ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળશે. તુલસીને દૂધ અને પાણી અર્પણ કરો. વસ્ત્રો અને ખાણીપીણીમાં વિશેષ ધ્યાન રાખજો.

મિથુન મે 22 જૂન 21 GEMINIનામના મેળવવા માટે પ્રયાસ કરવા પડશે. સૂર્ય પ્રબળ છે. પ્રેમ સંબંધ મજબૂત થશે. એક ચમચી મધ પાણી સાથે ગ્રહણ કરો. સ્વાસ્થ્ય ઠીક રહેશે. કોઈને પણ ખોટા દિલાસા આપવાનું ટાળજો
કર્ક જૂન 22 જુલાઈ 22 CANCERસંતાન સુખની પ્રાપ્તિ થશે. સમાજમાં માન-સન્માન વધશે. આળસને ખુદ પર હાવિ ન થવા દેશો.

સિંહ જુલાઈ 23 ઑગસ્ટ 23 LEOનોકરી સંબંધિત સમસ્યાઓ દૂર થશે. ધન લાભના યોગ છે. બેન્ક અથવા તો મિત્ર પાસેથી નાણા મળી શકે છે. કોઈ પણ પ્રકારના નશા કરવાનું ટાળજો.

કન્યા ઑગસ્ટ 24 સપ્ટેમ્બર 22 VIRGOકોર્ટ કેસમાં વિજય મળવાની શક્યતા છે. ભાગ્ય આપની સાથે છે. પોતાની પાસે સોપારી રાખવાથી દ્રઢ નિશ્ચય બન્યો રહેશે. અધ્ચયનમાં લાપરવાહી દાખવશો નહીં.

તુલા સપ્ટેમ્બર 23 ઑક્ટેબર 23 LIBRAતમારી લોકપ્રિયતા વધશે. લોકો આપની પ્રશંષા કરશે. વિદેશથી સારા સમાચાર આવવાની શક્યતા છે. તુલસીને જળ અર્પણ કરો. વાણીમાં મધુરતા લાવો.

વૃશ્ચિક ઑક્ટેબર 24 નવેમ્બર 22 SCORPIOનોકરીમાં પ્રમોશન મળવાના યોગ છે. વૈવાહિક જીવનમાં ખુશીઓ આવશે. સાત પ્રકારના ફૂલ મંગળવારે ધર્મ સ્થળ પર અર્પણ કરો. મનમાં ખોટા વિચાર ન લાવશો.

ધન નવેમ્બર 23 ડિસેમ્બર 21 SAGITTARIUSજીવનમાં કંઈક નવીન થવાની સંભાવના છે. રોગથી મુક્તિ મળી શકે છે. ગુરૂવારે મસ્તક પર ચંદનનું તિલક લગાવશો. કોઈપણ પરિસ્થિતિમાં દિમાગથી કામ લો.

મકર ડિસેમ્બર 22 જાન્યુઆરી 20 CAPRICORNઅચાનક સારા સમાચાર મળી શકે છે. જિંદગીના સ્વપ્નો પૂર્ણ કરવા આ સપ્તાહ અનૂકુળ છે. ભાગ્ય આપની સાથે છે. અગાસી પર કે ઘરના પ્રાંગણમાં દીવો પ્રજ્વલિત કરો.

કુંભ જાન્યુઆરી 21 ફેબ્રુઆરી 18AQUARIUSસફળતા માટે વધારે મહેનત કરવી પડશે. નવા મિત્રો બનશે. શિવ-પાર્વતીના ચરણોમાં મીઠું પાન અર્પણ કરો. ગુસ્સાથી બચો.

મીન ફેબ્રુઆરી 19 માર્ચ 20 PISCESસારી એવી આવક થશે. કારકિર્દીમાં સુધારનો યોગ છે. ગુરુવારે પીપળાના વૃક્ષ પાસે ચાર કાળા દિવા પ્રજ્વલિત કરો. સત્યનો સાથ આપજો, અસત્યથી દૂર રહેજો.

Last Updated : Nov 9, 2022, 1:28 PM IST

ABOUT THE AUTHOR

...view details