ભુવનેશ્વર:ઓડિશાના ભુવનેશ્વર અને રાઉરકેલામાં આજથી હોકી વર્લ્ડ કપની 15મી આવૃત્તિ શરૂ થઈ રહી છે. હોકીના આ મહાયુદ્ધમાં વિશ્વના 16 દેશો વિશ્વ ચેમ્પિયન બનવા માટે પ્રયત્ન કરશે. વર્લ્ડ કપમાં ભાગ લેનારી ટીમોને ચાર પૂલમાં વહેંચવામાં આવી છે. પૂલ Aમાં ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, ફ્રાન્સ, આર્જેન્ટિના, પૂલ Bમાં બેલ્જિયમ, જાપાન, કોરિયા, જર્મની, નેધરલેન્ડ, ચિલી, મલેશિયા, ન્યૂઝીલેન્ડ પૂલ Cમાં અને ભારત, વેલ્સ, સ્પેન, ઇંગ્લેન્ડ પૂલ Dમાં છે.
આ પણ વાંચોHockey World Cup 2023 : પ્રથમ દિવસે ચાર મેચ રમાશે, ઓસ્ટ્રેલિયાનો સામનો ફ્રાન્સ સામે થશે
ભારત આજે સ્પેન સાથે ટકરાશે:રેન્કિંગમાં છઠ્ઠા નંબર પર ભારતીય ટીમ સ્પેન સાથે સાંજે 7 વાગ્યે બિરસા મુંડા સ્ટેડિયમ રાઉરકેલામાં ટકરાશે. 2021 ટોક્યો ઓલિમ્પિક ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતનારી ભારતીય હોકી ટીમ આ વખતે વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરશે તેવી આશા છે. ભારત તેની પ્રથમ મેચ 13 જાન્યુઆરીએ સ્પેન, 15 જાન્યુઆરીએ ઈંગ્લેન્ડ અને 19 જાન્યુઆરીએ વેલ્સ સામે રમશે. 17 દિવસ સુધી ચાલનારા હોકીના આ મહાકુંભમાં 44 મેચ રમાશે. ગ્રુપ સ્ટેજમાં 24 મેચ રમાશે, જેમાં ભારતની ત્રણ મેચ હશે.
આ પણ વાંચોHockey World Cup 2023: ઓપનિંગ સેરેમનીમાં લોકોએ સ્ટાર્સ સાથે ડાન્સ કર્યો
ભારતે ફટકારી બેવડી સદી: ભારતીય ટીમ 15મી વખત હોકી વર્લ્ડ કપમાં ભાગ લઈ રહી છે. ભારતીય ખેલાડીઓએ વર્લ્ડ કપમાં 199 ગોલ કર્યા છે. ભારત ગોલ કરતાંની સાથે જ સ્પેન સામે બેવડી સદી ફટકારશે. વર્લ્ડ કપમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના નામે છે. વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા 305 ગોલ સાથે પ્રથમ અને નેધરલેન્ડ 267 ગોલ સાથે બીજા ક્રમે છે. જ્યારે ભારત પોતાનો પહેલો ગોલ કરશે ત્યારે તે વર્લ્ડ કપમાં 200 ગોલ કરનાર વિશ્વનો ત્રીજો દેશ બની જશે. આ વર્લ્ડ કપમાં ભારતની આ 96મી મેચ છે.
ભારતમાં ચોથી વખત ઈવેન્ટ યોજાઈ રહી છે:ચોથી વખત વર્લ્ડ કપની યજમાની કરીને ભારત સૌથી વધુ વખત વર્લ્ડ કપનું આયોજન કરનાર દેશ બની ગયો છે. 17 દિવસ લાંબી હોકી ટુર્નામેન્ટની પ્રથમ મેચ 13 જાન્યુઆરીએ અને ફાઇનલ 29 જાન્યુઆરીએ યોજાશે. તમામ મેચ ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમ અને રાઉરકેલાના બિરસા મુંડા સ્ટેડિયમમાં રમાશે.