શિમલા/દિલ્હી: હિમાચલના CM સુખવિંદર સિંહ સુખુ કોરોના પોઝિટિવ આવ્યા છે. સીએમ સુખુ આ દિવસોમાં દિલ્હીના પ્રવાસે છે. ઉલ્લેખનીય છે કે, (Himachal CM Sukhvinder Singh Corona positive )CM સુખવિંદર સિંહ સુખુ 14 ડિસેમ્બરના રોજ દિલ્હીના પ્રવાસે ગયા હતા.
આ પણ વાંચોઃધુમ્મસનો કહેર! કરનાલ નેશનલ હાઈવે પર ભયાનક માર્ગ અકસ્માત, 25 થી 30 વાહનોને નુકસાન
ભારત જોડો યાત્રામાં ભાગ લીધો:CM દિલ્હી ઉપરાંત રાજસ્થાન પણ ગયા હતા. જ્યાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં સામેલ થવા માટે પહેલા તેઓ જયપુર અને પછી દૌસા ગયા હતા. સીએમ સુખુ ઉપરાંત ડેપ્યુટી સીએમ મુકેશ અગ્નિહોત્રી, પ્રદેશ અધ્યક્ષ પ્રતિભા સિંહ અને હિમાચલ કોંગ્રેસના તમામ ધારાસભ્યોએ ભારત જોડો યાત્રામાં ભાગ લીધો હતો.