ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઉદયપુરમાં પીકઅપને નડ્યો કાળમુખો અકસ્માત, 5ના મોત 15થી વધુ લોકો ઘાયલ - ઉદયપુર નવા પોલીસ સ્ટેશન વિસ્તાર અકસ્માત

ઉદયપુર જિલ્લામાં બુધવારે એક મોટો અકસ્માત સર્જાયો (Accident In Udaipur) હતો. જિલ્લાના નવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બુધવારે મોડી સાંજે ઉદયપુરમાં પુર ઝડપે આવતી પીકઅપ પલટી મારી ગઈ હતી. અકસ્માતમાં 5 લોકોના મૃત્યુ થયા હતા. જ્યારે 15થી વધુ લોકો ઘાયલ થયા છે.

ઉદયપુરમાં પીકઅપને નડ્યો કાળમુખો અકસ્માત,5ના મોત 15થી વધુ લોકો ઘાયલ
ઉદયપુરમાં પીકઅપને નડ્યો કાળમુખો અકસ્માત,5ના મોત 15થી વધુ લોકો ઘાયલ

By

Published : Apr 13, 2022, 10:54 PM IST

ઉદયપુર: જિલ્લામાં બુધવારે સાંજે એક ગમખ્વાર અકસ્માતમાં (Accident In Udaipur) પાંચ લોકોના મોત થયા હતા. જ્યારે 15થી વધુ લોકો ઘાયલ થયા છે. પુર ઝડપે આવતા પીકઅપ (high speed pickup overturned in udaipur) ડ્રાઈવરે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા પીકઅપ પલટી ગઈ હતી. અકસ્માત બાદ ઘટનાસ્થળે હડકંપ મચી ગયો હતો. ઘટનાસ્થળે રાહદારીઓના ટોળા ઉમટી પડ્યા હતા. પાંચેય મૃતકો એક જ ગામના હોવાનું ચર્ચાય રહ્યુ છે.

આ પણ વાંચો:એક વ્યક્તિનું અકસ્માતના કારણે જ મૃત્યુ અને મૃત્યુ બાદ પણ અકસ્માત સર્જાયો

અકસ્માતનો ભોગ: મળતી માહિતી મુજબ, તમામ લોકો કાલીવાસમાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા. બધા એક જ ગામના છે. રસ્તામાં અચાનક પીકઅપ પલટી જતાં અકસ્માતનો ભોગ બન્યા હતા. નવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલા આ અકસ્માત બાદ ઘાયલોને એમબી હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચો:ફિરોઝાબાદમાં ઘટી માર્ગ અકસ્માતની દુર્ઘટના, 5ના મોત

નાના બાળકો અને મહિલાઓ પણ સવાર: પીકઅપમાં નાના બાળકો અને મહિલાઓ પણ સવાર હતા. હોસ્પિટલમાં પહોંચેલા ઘાયલોની સારવારને લઈને હોસ્પિટલ પ્રશાસન પણ દોડતુ થઈ ગયું છે. ઘટના બાદ ધારાસભ્ય ફૂલ સિંહ મીણા, કલેક્ટર તારાચંદ મીણા અને એસપી મનોજ કુમાર એમબી હોસ્પિટલ પહોંચ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details