ઝારખંડ : મુખ્યપ્રધાન હેમંત સોરેને આજે સોમવારે સત્તા જવાના સંકટ વચ્ચે રાજ્ય વિધાનસભામાં વિશ્વાસ મત જીત્યો (Special session of Jharkhand Assembly) હતો. તેમને 48 ધારાસભ્યોનું સમર્થન મળ્યું છે, જે બહુમતીના આંકથી વધુ છે. જણાવી દઈએ કે, મતદાન દરમિયાન ભાજપના ધારાસભ્યોએ વોકઆઉટ કર્યું હતું. (Hemant Soren government wins confidence motion)
વિશેષ સત્રમાં મત વિસ્તાર :વિશ્વાસ મત માટે આજે સોમવારે વિધાનસભાનું વિશેષ સત્રબોલાવવામાં આવ્યું હતું. છ દિવસ બાદ, મહાગઠબંધન સરકારને ટેકો આપતા 29 ધારાસભ્યોને સત્ર માટે રવિવારે રાયપુરથી રાંચી લાવવામાં આવ્યા હતા. રાજ્યના કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો રોકડ કૌભાંડમાં ફસાયા હોવાથી વિશ્વાસ મતની કાર્યવાહીમાં ભાગ લઈ શક્યા ન હતા. આ ધારાસભ્યો છે ડૉ. ઈરફાન અંસારી, નમન વિક્સલ કોંગડી અને રાજેશ કછાપ. હાઈકોર્ટે તેને કોલકાતા છોડવાની મંજૂરી આપી નથી.