ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જમ્મુના ઉધમપુરમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ, પાયલોટનું કરાયું રેસ્ક્યૂ - Shiv Garh Dhar i

જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લાના શિવગઢ ધાર વિસ્તારમાં હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ દુર્ઘટના ખરાબ હવામાનને કારણે બની તેવુ જણાવવામાં આવી રહ્યું છે. હેલિકોપ્ટરમાં બે લોકો સવાર હતા. હેલિકોપ્ટર ક્રેશ થયું છે કે પાયલોટે હેલિકોપ્ટરનું ક્રેશ લેન્ડિંગ કર્યું છે. તેની હજૂ સ્પષ્ટ જણ કારી મળી ન હતી.

જમ્મુના ઉધમપુરમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ, પાયલોટનું કારાયું રેસ્ક્યૂ
જમ્મુના ઉધમપુરમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ, પાયલોટનું કારાયું રેસ્ક્યૂ

By

Published : Sep 21, 2021, 1:36 PM IST

Updated : Sep 21, 2021, 2:29 PM IST

  • જમ્મુના ઉધમપુર જિલ્લાના શિવગઢ ધાર વિસ્તારમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ
  • હેલિકોપ્ટરમાં બે લોકો હતા સવાર
  • હેલિકોપ્ટરમાં સવાર બંને પાયલોટને ગંભીર ઈજા

જમ્મુ-કાશ્મીર:ઉધમપુર જિલ્લાના શિવગઢ ધાર વિસ્તારમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે. હેલિકોપ્ટરમાં બે લોકો હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે ખરાબ હવામાનને કારણે આ દુર્ઘટના બની હતી. આ ઘટનામાં પાયલોટ અને સહ-પાયલોટ ઘાયલ થયા હતા. પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી જોકે, હજુ સુધીએ સ્પષ્ટ થયું નથી કે, હેલિકોપ્ટર ક્રેશ થયું છે કે પાયલોટે હેલિકોપ્ટરનું ક્રેશ લેન્ડિંગ કર્યું છે.

જમ્મુના ઉધમપુરમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ, પાયલોટનું કારાયું રેસ્ક્યૂ

હેલિકોપ્ટરમાં સવાર બંને પાયલોટને ગંભીર ઇજ્જા

આ ઘટના બાદ જે તસવીરો બહાર આવી છે. તે દર્શાવે છે કે હેલિકોપ્ટરમાં સવાર બંને પાયલોટને ગંભીર ઈજા થઈ છે. ઘટનાસ્થળે પહોંચીને પોલીસ ટીમ બચાવ કામગીરી કરી રહી છે. ડીઆઈજી ઉધમપુર, રિયાસી રેન્જ સુલેમાન ચૌધરીએ કહ્યું કે, અમને માહિતી મળી કે હેલિકોપ્ટર ક્રેશ થયું છે. બચાવ કાર્ય માટે પોલીસ ટીમ તાત્કાલિક રવાના કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે ગાઢ ધુમ્મસના કારણે અમે સ્પષ્ટ જણવી શકીએ તેમ નથી. કે તે ક્રેશ લેન્ડિંગ છે કે હેલિકોપ્ટર ક્રેશ થયું છે.

અગાઉ 3 ઓગસ્ટના રોજ પણ આવી ઘટના બની હતી

નોંધનીય છે કે, અગાઉ 3 ઓગસ્ટના રોજ આર્મીનું હેલિકોપ્ટર રણજીત સાગર ડેમ તળાવમાં ક્રેશ થયું હતું. આ ઘટના જમ્મુ અને કાશ્મીરના કઠુઆમાં બની હતી, જે બાદ વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

Last Updated : Sep 21, 2021, 2:29 PM IST

ABOUT THE AUTHOR

...view details