ન્યુઝ ડેસ્ક:વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ મુખ્યપ્રઘાન ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરીને ગુજરાતમાં વ્યાપક અને ભારે વરસાદથી સર્જાયેલી વિકટ પરિસ્થિતી અંગેની વિગતો મેળવી હતી. મુખ્યપ્રધાને ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાત વિસ્તારમાં પાછલા 48 કલાકમાં જે ભારે વરસાદ વરસ્યો છે તેની વિગતો અને તેને પરિણામે ઊભી થયેલી સ્થિતિની વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંપૂર્ણ વિગતો આપી હતી. વડાપ્રધાનએ આ વરસાદી સ્થિતીને પહોચી વળવા NDRF સહિતની તમામ જરૂરી મદદ માટે કેન્દ્ર સરકાર, રાજ્યના વરસાદ અસરગ્રસ્તોની સાથે હોવાની ખાતરી આપી હતી. આ અંગે મુખ્યપ્રઘાન ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ પણ કર્યુ હતું.
આ પણ વાંચો:વરસાદના કારણે ક્યારેય ન જોયા હોય તેવા દ્રશ્યો દેખાયા, PMએ રાજ્યની સ્થિતિનો મેળવ્યો તાગ
પોલીસ સ્ટેશન બહાર પણ પાણી ભરાયું:અમદાવાદ શહેરમાં રવિવાર સાંજના સાત વાગ્યાથી બારે મેઘ (Monsoon Gujarat 2022 )ખાંગા થયા હતા અને અનેક વિસ્તારમાં ભારેથી ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે ત્યારે આખી રાત અમદાવાદ શહેરમાં વરસાદે (ahmedabad rain)તોફાની બેટિંગ કરી હતી. અમદાવાદના પૂર્વ વિસ્તારની વાત કરવામાં આવે તો( Flood in Gomtipur)પૂર્વ વિસ્તારમાં અનેક જગ્યાએ કેડ સમા પાણી ભરાયા હતા જેથી લોકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો હતો. મહત્વની વાત કરવામાં આવે તો ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં બહાર પણ ભારે પાણી ભરાયું હતું.