ચંડીગઢ:હરિયાણા, પંજાબ અને ચંદીગઢમાં હવામાનમાં ફેરફારને કારણે સવારે અંધકાર જેવું વાતાવરણ છવાઈ ગય હતું. સવારથી ઘણા વિસ્તારોમાં વરસાદ વરસવાનું ચાલું છે. વરસાદના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાનમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વરસાદના કારણે તાપમાનમાં 4 થી 5 ડિગ્રીનો ઘટાડો નોંધાઈ રહ્યો છે. બીજી તરફ હવામાનમાં ફેરફારના કારણે પંજાબ અને હરિયાણાના ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ખેડૂતોનો તૈયાર થયેલો પાક કૃષિ ઉત્પન્ન બજારોમાં આવી ચુક્યો છે અને જે પાક બજારમાં આવ્યો છે તે ઉપાડવામાં ન આવતાં હવે પલળી રહ્યો છે.
આ વિસ્તારોમાં વરસાદઃ આપને જણાવી દઈએ કે સવારથી જ હરિયાણાના ઘણા જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની આંધી ચાલી રહી છે. કેટલાંક જિલ્લાઓમાં તો કરા પણ પડી રહ્યા છે. કૈથલમાં ભારે પવન સાથે વરસાદ ચાલુ છે. જ્યારે સિરસામાં ઝરમર વરસાદ જોવા મળી રહ્યો છે. હિસારમાં પણ હળવો અને ઝરમર ઝરમર વરસાદ સાથે ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે.
ફતેહાબાદ અને કુરુક્ષેત્રમાં વરસાદ અને કરા:ચંદીગઢ, પંચકુલા અને મોહાલીમાં તોફાની પવન સાથે હળવો વરસાદ પડ્યો છે, જ્યારે ફતેહાબાદની આસપાસ ભારે વરસાદની સાથે-સાથે હળવી ઓલાવૃષ્ટી પણ થઈ છે. કુરુક્ષેત્રમાં પણ ભારે વરસાદ સાથે કરા પડ્યા હતા. ઓલાવૃષ્ટિના કારણે ખેડૂતોની મુશ્કેલી વધી છે, બીજી તરફ સવારથી અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ છે.
કૃષિ ઉત્પન્ન બજારોમાં અનાજ પલળ્યું: સવારથી શરૂ થયેલા એકાએક વરસાદને કારણે રાજ્યના અનેક જિલ્લાઓની કૃષિ ઉત્પન્ન બજારો અને મંડીમાં રાખવામાં આવેલું અનાજ પલળી ગયું છે. મંડીઓમાં ખુલ્લા આકાશમાં પડેલો લાખો ક્વિન્ટલ ડાંગરનો જથ્થો પલળી જતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
વરસાદના કારણે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ફેરફારઃ કૈથલમાં ભારે વરસાદના કારણે મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સીએમનો લોક સંવાદ કાર્યક્રમ હવે જાટ ગ્રાઉન્ડને બદલે આઈજી કોલેજમાં યોજાશે. કાર્યક્રમની વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને જિલ્લા પ્રશાસને આ ફેરફાર કર્યો છે. જોકે, સાંપન ખેડી ગામમાં યોજાનાર કાર્યક્રમમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
- Gujarat Weather Update : નવરાત્રીમાં ખેલૈયાઓનો મૂડ બગડશે, હવામાન વિભાગે કરી મહત્વપૂર્ણ આગાહી
- Jamnagar Rain : નવરાત્રીના આગમન પૂર્વે કાલાવડમાં મેઘાના દાંડિયારાસ, દોઢ ઇંચ વરસાદ ખાબક્યો