- ઉત્તરપ્રદેશમાં પ્રેમી સાથે મળી પરિવારના સાત સભ્યોની હત્યાનો મામલો
- આરોપી શબનમને સેશન્સ કોર્ટે સંભળાવી છે ફાંસીની સજા
- આજની સુનાવણી બાદ કોર્ટનો રિપોર્ટ રામપુર અને મથુરા જેલને સોંપાશે
અમરોહાઃ જિલ્લાના બાનમખેડી હત્યાકાંડમાં શબનમની દયા અરજીને રાષ્ટ્રપતિએ નકારી દીધી હતી. ત્યારબાદ આજે અમરોહા સેશન્સ કોર્ટમાં સુનાવણી થશે. આની રિપોર્ટ રામપૂર અને મથુરા જેલમાં મોકલવામાં આવશે.
શબનમે રાષ્ટ્રપતિ સમક્ષ કરેલી દયા અરજી ફગાવાઈ
આપને જણાવી દઈએ કે, 13 વર્ષ પહેલા પોતાના પ્રેમી સાથે મળીને શબનમે પોતાના પરિવારના 7 લોકોની હત્યા કરી નાખી હતી, જેના કારણે શબનમને ફાંસીની સજા કરવામાં આવી છે. ત્યારબાદ શબનમે રાષ્ટ્રપતિ પાસે દયા અરજી કરી હતી. જોકે, રાષ્ટ્રપતિએ શબનમની અરજીને ફગાવી દીધી હતી. શબનમના વકીલ શમશેર સૈફીએ જણાવ્યું હતું કે, સેશન્સ કોર્ટ અમરોહા પોતાનો નિર્ણય સંભળાવશે અને જે પણ નિર્ણય હશે ત્યારબાદ આગળની કાર્યવાહી પર નિર્ણય લેવાશે.