ગુજરાત

gujarat

મેહુલ ચોક્સી(Mehul Choksi)ની જામીન અરજી પર સુનાવણી 11 જૂન સુધી રખાઇ મુલતવી

By

Published : Jun 9, 2021, 12:22 PM IST

ડોમિનિકા હાઇકોર્ટે ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સી(Mehul Choksi)ની જામીન અરજી પર સુનાવણી 11 જૂન સુધી મુલતવી રાખવામાં આવી છે.

મેહુલ ચોક્સી(Mehul Choksi)ની જામીન અરજી પર સુનાવણી 11 જૂન સુધી મુલતવી
મેહુલ ચોક્સી(Mehul Choksi)ની જામીન અરજી પર સુનાવણી 11 જૂન સુધી મુલતવી

  • મેજિસ્ટ્રેટે જામીન અરજી નામંજૂર કર્યા પછી ચોક્સીએ હાઇકોર્ટનો સંપર્ક કર્યો
  • મેહુલ ચોક્સી(Mehul Choksi)ની જામીન અરજી પર સુનાવણી 11 જૂન સુધી મુલતવી
  • અરજી ચોક્સીના સ્થાનિક વકીલોની ટીમે કરી હતી

ન્યુ દિલ્હી: ડોમિનિકા હાઇકોર્ટે ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સી(Mehul Choksi)ની જામીન અરજી પર સુનાવણી 11 જૂન સુધી મુલતવી રાખી છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, મેજિસ્ટ્રેટે જામીન અરજી નામંજૂર કર્યા પછી ચોક્સીએ હાઇકોર્ટનો સંપર્ક કર્યો હતો.

આ પણ વાંચોઃબારબરાએ ખોલી મેહુલ ચોક્સીની પોલ, કર્યો ચોંકાવનારો ખુલાસો

કોર્ટના જજે વીડિયો કોન્ફરન્સ દ્વારા સુનાવણી શરૂ કરી

આ અરજી ચોક્સી(Mehul Choksi)ના સ્થાનિક વકીલોની ટીમે કરી હતી, જેના પર કોર્ટના જજે વીડિયો કોન્ફરન્સ દ્વારા સુનાવણી શરૂ કરી હતી.

હાઇકોર્ટમાં ચોક્સીની કાયદાકીય ટીમે દાખલ કરેલી હેબિયા કોર્પસ અરજીની પણ સુનાવણી કરી હતી

ડોમિનિકા ન્યૂઝ ઓનલાઇનના સમાચારો અનુસાર, સરકારી પક્ષના વકીલે જામીન અરજીનો વિરોધ કરતાં કહ્યું હતું કે, ચોક્સી દેશ છોડીને ભાગી શકે છે. આ પછી ન્યાયાધીશે આ મામલે સુનાવણી 11 જૂન સુધી મુલતવી રાખી હતી. હાઇકોર્ટમાં ચોક્સી(Mehul Choksi)ની કાયદાકીય ટીમે દાખલ કરેલી હેબિયા કોર્પસ અરજીની પણ સુનાવણી કરી હતી. અને તેની સુનાવણી પણ મુલતવી રાખવામાં આવી હતી.

આ પણ વાંચોઃમેહુલ ચોક્સી (Mehul Choksi) ના પ્રત્યાર્પણને લઈને અટકળો તીવ્ર બની, વિમાન ભારતથી ડોમિનિકા પહોંચ્યું

મેહુલ ચોક્સી એન્ટિગુઆ અને બાર્બુડાથી ગુમ થયો હતો

ઉલ્લેખનિય છે કે, 23 મેના રોજ ચોક્સી (Mehul Choksi)રહસ્યમય સંજોગોમાં એન્ટિગુઆ અને બાર્બુડાથી ગુમ થઈ ગયો હતો અને તે પાડોશી દેશ ડોમિનિકામાં ગેરકાયદેસર પ્રવેશ કરવા માટે પકડાયો હતો.

ABOUT THE AUTHOR

...view details