ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Children Vaccination: કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજ્યના અધિકારીઓ સાથે કરશે મોટી બેઠક, સ્થિતિની સમીક્ષા કરશે - કેન્દ્રીય આરોગ્ય સચિવ

કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ (Union Health Secretary Rajesh Bhushan) રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો અને તબીબી અધિકારીઓ (medical officers) સાથે 15-18 વર્ષ વયના લોકોના રસીકરણ અને આરોગ્ય સંભાળ અંગે બેઠક (vaccination of 15-18 years) કરશે.

Children Vaccination
Children Vaccination

By

Published : Dec 28, 2021, 11:48 AM IST

નવી દિલ્હી: કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ (Union Health Secretary Rajesh Bhushan) અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો અને તબીબી અધિકારીઓ સાથે 15-18 વર્ષ વયના લોકોના રસીકરણ (medical officers) અને આરોગ્યની સંભાળ અંગે એક બેઠક યોજશે. સૂત્રોના જણાવ્યા અનુસાર બેઠકમાં (vaccination of 15-18 years) કોરોના રોગચાળાને ખતમ કરવાની દિશામાં લાગેલા ફ્રન્ટલાઈન વર્કર્સ અને 60 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો કે જેઓ એકથી વધુ બીમારીઓથી પીડિત છે તેમના સ્વાસ્થ્ય અંગે ચર્ચા કરવામાં આવશે.

મિટિંગમાં બાળકોને રસી કેવી રીતે અપાશે તે અંગે પણ ચર્ચા કરાશે

કોરોના મહામારીના કેસ ફરી એકવાર ઝડપથી ફેલાવા લાગ્યા છે. ઘણા રાજ્યોમાં કોરોના દર્દીઓની સંખ્યા અચાનક વધવા લાગી છે. એટલું જ નહીં નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ઓમિક્રોનને ડેલ્ટા વેરિઅન્ટ કરતાં વધુ ખતરનાક માનવામાં આવે છે. તેનાથી પણ વધુ લોકો મોટી સંખ્યામાં સંક્રમિત થઈ રહ્યા છે. આ વેરિઅન્ટ બાકીના વેરિઅન્ટ કરતાં વધુ ઝડપથી ફેલાય છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે એક બેઠક બોલાવી છે. આમાં રાજ્યોમાં કોરોનાની નવીનતમ સ્થિતિ વિશે ચર્ચા થવાની અપેક્ષા છે. આ સાથે 15-18 વર્ષની વયના બાળકોના રસીકરણ ત(vaccination of 15-18 years) અંગે પણ ચર્ચા કરવામાં આવશે. સૂત્રોનું કહેવું છે કે, કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ આજે મંગળવારે સવારે 11:30 વાગ્યે કોરોના પર રાજ્યો સાથે બેઠક કરશે. મીટિંગમાં ઓમિક્રોન વેરિઅન્ટ અને આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી નવી માર્ગદર્શિકા પર ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં નવી માર્ગદર્શિકા હેઠળ બાળકોને રસી કેવી રીતે અપાશે તે અંગે પણ ચર્ચા કરવામાં આવશે.

આ પણ વાંચો: U-19 Asia Cup: અફઘાનને હરાવીને ભારત સેમિફાઇનલમાં, 'પાક' સામે ટકરાશે

આ પણ વાંચો: RRR TEAM IN THE KAPIL SHARMA SHOW : આલિયા ભટ્ટે આ રીતે આપી કપિલ શર્માને 'KISS', જૂઓ વીડિયો...

ABOUT THE AUTHOR

...view details