ગુજરાત

gujarat

ETV Bharat / bharat

HDFC Bank Loan: HDFCએ ધિરાણ દરમાં આટલા ટકાનો કર્યો વધારો, હવે લોન લેવી થશે મોંઘી - HDFC BANK

હાઉસિંગ ધિરાણકર્તા HDFC લિમિટેડે શનિવારે તેના પ્રમાણભૂત ધિરાણ દરમાં 0.30 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી(HDFC increased lending rates) હતી, જે તેના વર્તમાન અને નવા ગ્રાહકો બંને માટે લોન મોંઘી(HDFC loans will become expensive) બનાવે છે.

HDFC Bank Loan
HDFC Bank Loan

By

Published : May 7, 2022, 4:21 PM IST

નવી દિલ્હી : હાઉસિંગ ધિરાણકર્તા HDFC લિમિટેડે શનિવારે તેના પ્રમાણભૂત ધિરાણ દરમાં 0.30 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી(HDFC increased lending rates) છે, જેનાથી તેના વર્તમાન અને નવા ગ્રાહકો બંને માટે લોન મોંઘી થઈ છે. બુધવારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા રેપો રેટમાં(Reserve Bank of India's repo rate) 0.40 ટકાના વધારા બાદ HDFCએ આ પગલું ભર્યું છે. આ પહેલા ICICI Bank, bank Of Baroda, અને Bank Of India સહિત અન્ય ઘણી ધિરાણ સંસ્થાઓએ પણ વ્યાજદરમાં વધારો કર્યો છે.

આ પણ વાંચો - ફિક્સ ડિપોઝિટથી કેવી રીતે કમાશો, જાણો કઈ બેંકમાં પૈસા જમા કરાવવાથી તમને મળશે વધુ ફાયદો

HDFCએ ધિરાણ દરમાં કર્યો વધારો - હાઉસિંગ ફાઇનાન્સ કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, HDFC એ હાઉસિંગ લોન પર તેના રિટેલ પ્રાઇમ લેન્ડિંગ રેટ (RPLR)માં 30 બેસિસ પોઈન્ટ્સનો વધારો કર્યો છે. આ વધારો 9 મેથી લાગુ થશે. નવા ઉધાર લેનારાઓ માટે સંશોધિત દર તેમની ધિરાણપાત્રતા અને લોનની રકમના આધારે 7 ટકાથી 7.45 ટકા સુધીની છે. તેની વર્તમાન રેન્જ 6.70 ટકાથી 7.15 ટકા છે. જો આપણે HDFC ના વર્તમાન ગ્રાહકો વિશે વાત કરીએ તો તેમના માટે વ્યાજ દરમાં 0.30 ટકાનો વધારો થશે.

આ પણ વાંચો -The Art of Good Living: સાવચેત રહીને નિવૃત્ત જીવનની યોજના બનાવવી ખૂબ જ જરૂરી

આટલા ટકા દર કરવામાં આવશે વસુલ - HDFCએ મે મહિનાના પ્રારંભમાં તેના બેન્ચમાર્ક ધિરાણ દરમાં 0.05 ટકાનો વધારો કર્યો હતો, જેનાથી હાલના ઉધાર લેનારાઓ માટે લોનના માસિક હપ્તા (EMIs) મોંઘા થયા હતા. એચડીએફસી વર્તમાન ગ્રાહકોને આપવામાં આવેલી લોનની નવી કિંમત નક્કી કરવા માટે ત્રણ મહિનાના ચક્રને અનુસરે છે. તેથી પ્રારંભિક વિતરણની તારીખના આધારે ઉન્નત ધિરાણ દરના આધારે લોનમાં સુધારો કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details