નવી દિલ્હીઃ ભૂતપૂર્વ વડાપ્રધાન એચ. ડી. દેવેગૌડાની પાર્ટી જનતા દળ સેક્યુલર (JDS) હવે એનડીએનો એક ભાગ બની ગઈ છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાએ આ જોડાણની સત્તાવાર જાહેરાત કરી છે.
સંકેતો મળી રહ્યા હતાઃ છેલ્લા કેટલાક દિવસથી જનતા દળ સેક્યુલર (JDS) અને ભાજપના નેતા વચ્ચે મુલાકાતોનો દોર ચાલી રહ્યો હતો. તાજેતરમાં કર્ણાટક ભાજપના વરિષ્ઠ નેતા બી. એસ. યેદિયુરપ્પા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન બસવરાજ બોમ્બઈ તરફથી પણ સંકેત મળ્યા હતા. બેઠક ફાળવણી સંદર્ભે અત્યારે માત્ર ચર્ચા થઈ હતી પરંતુ કોઈ નક્કર નિર્ણય લેવામાં નથી આવ્યો.
નડ્ડાએ એક્સ હેન્ડલ પર આપી જાણકારીઃ લોકસભા ચૂંટણી 2024માં બંને પાર્ટીઓ સાથે મળીને ચૂંટણી લડશે. જે.પી. નડ્ડાએ એક્સ હેન્ડલ પર JDS સાથેના જોડાણની પોસ્ટ શેર કરી છે. એનડીએમાં જોડાવા બદલ JDSનો આભાર માન્યો છે. આ જોડાણ પહેલા JDSના નેતા દ્વારા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરવામાં આવી હતી. અમે એક નવા ભારતના નિર્માણ માટે સાથે આવ્યા છીએ.
કર્ણાટક ખાસ છેઃ ઉલ્લેખનીય છે કે ભારત માટે કર્ણાટક બહુ મહત્વનું છે. આ વખતે વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 66 બેઠકો મળી હતી જ્યારે JDSને 19 બેઠકો મળી અને કૉંગ્રેસ 135 બેઠકો પર જીતી હતી. કર્ણાટક લોકસભામાં કુલ 28 બેઠકો છે. જેમાં ભાજપ પાસે 25 બેઠકો છે. મીડિયા રિપોર્ટ અનુસાર JDS દ્વારા 5 બેઠકોનો દાવો કરવામાં આવ્યો છે. JDS અને ભાજપ વચ્ચે જોડાણમાં યેદિયુરપ્પાનો સિંહફાળો ગણવામાં આવી રહ્યો છે.
કુમારસ્વામીએ રાહ જોવા કહ્યુંઃ પત્રકારોએ JDS નેતા એચ. ડી. કુમારસ્વામીને જોડાણ વિશે સવાલો કર્યા હતા. તેના જવાબમાં કુમારસ્વામીએ બેઠકોને લઈને મીડિયામાં ચાલતી ચર્ચા પર કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો હતો. સ્વામીએ મીડિયાને થોડો સમય રાહ જોવાનું કહ્યું અને બધુ જ ભવિષ્યમાં સ્પષ્ટ થઈ જશે તેમ જણાવ્યું હતું. સ્વામીએ કોઈ ખાસ માંગણી કરીને જોડાણ કર્યુ હોય તેનો પણ ઈન્કાર કર્યો હતો.
(ANI)
- Sanatan Dhrama Controversy: સનાતન ધર્મ પર કરેલ ટિપ્પણી બદલ ઉદયનિધિ સ્ટાલિનને સુપ્રીમ કોર્ટે ફટકારી નોટિસ
- Karnatak election 2023: ખડગેના વિવાદિત નિવેદન પર અનુરાગ ઠાકુરના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું- કોંગ્રેસે દેશની માફી માંગવી જોઈએ