નવી દિલ્હી:ઉત્તર પ્રદેશના વારાણસીના જાણીતા કાશી વિશ્વનાથ મંદિર પાસે આવેલી જ્ઞાનવાપી મસ્જિદ (Gyanvapi Mosque dispute 2022) પરિસરની વીડિયોગ્રાફી સર્વે અંગે સુપ્રીમ કોર્ટના જજે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. આ સર્વેના વિરોધમાં થયેલી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી (Hiring in Supreme Court) કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે જાહેર કરેલા આદેશમાં સમગ્ર કેસ જિલ્લા જજને (District Court Chief Justice) ટ્રાંફરસ કરી દેવાયો છે. આ સાથે એ પણ વાત કહેવામાં આવી છે કે, સુપ્રીમ કોર્ટ તરફથી તારીખ 17 મેના રોજ જે આદેશ કરવામાં આવ્યો હતો. આ આદેશ આઠ અઠવાડિયા સુધી લાગુ રહેશે.
આ પણ વાંચો:જ્ઞાનવાપી સંકુલના તળાવમાંથી તારકેશ્વર મહાદેવનું શિવલિંગ મળ્યું, વડમિત્ર વિજય શંકર રસ્તોગીનો દાવો
જિલ્લા જજના હાથમાં કેસ: હવે આ કેસની સુનાવણી જિલ્લા કોર્ટના જજ પૂરી કરશે. સુપ્રીમ કોર્ટે પોતાની સલાહ આપતા એવું કહ્યું કે, અમારો અંતિમ આદેશ યથાવત રાખવામાં આવે અને ડિસ્ટ્રિક્ટ જજને મામલાની સુનાવણી અંગે મંજૂરી આપવામાં આવે. જે તમામ પક્ષોના હિતની સુરક્ષા કરશે. વકીલ વૈદ્યનાથે એવું કહ્યું કે, મુસ્લિમ પક્ષની દલીલનો વ્યર્થ છે. આ અંગે કોર્ટ ફરી એકવખત વિચારણા કરી શકે. જે ખરા અર્થમાં યોગ્ય બની રહેશે. જ્યારે જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું કે, જિલ્લા કોર્ટના જજ જ્યાં સુધી આ મામલાને સાંભળે છે ત્યાં સુધી સુપ્રીમ કોર્ટનો આદેશ યથાવત રહી શકે છે. જેમાં અમે શિવલીંગને સુરક્ષિત રાખવા અને નમાજ અદા કરવા કોઈ વિધ્ન ઉભુ ન કરવામાં આવે એવી સ્પષ્ટતાક કરી છે.