- 17 એપ્રિલના રોજ કુંભ મેળો બંધ કરવાની ઘોષણા
- 17 એપ્રિલે નિરંજની અખાડાના સાધુ સંતોની છાવણીઓ ખાલી કરાશે
- દર 12 વર્ષે કુંભ મેળો યોજાય છે
હરિદ્વાર: 83 વર્ષ પછી, 2021માં, 11 વર્ષોમાં યોજવામાં આવેલા કુંભ મેળાને ઇતિહાસમાં પહેલીવાર સમય પહેલા સમાપ્ત કરવામાં આવી શકે છે. જો કે, ઉત્તરાખંડના મુખ્યપ્રધાન તીરથસિંહ રાવત જણાવી રહ્યાં છે કે, કુંભ મેળાને 30 એપ્રિલ સુધી કરાવવા માટે વાત થઇ રહી છે પરંતુ હાલમાં ઉત્તરાખંડમાં જે પ્રકારની પરિસ્થિતિ છે તે જોતાં સરકાર કુંભ મેળાને નિર્ધારીત સમયથી વહોલો સમાપ્ત કરવાનો નિર્ણય લઈ શકે છે. જો આવું થાય તો ઇતિહાસમાં પહેલીવાર બનશે કે 12 વર્ષ પછી યોજાનારા કુંભ મેળાને નિર્ધારીત સમય પહેલા પૂર્ણ કરવામાં આવશે. આ પહેલા 5 મહિના સુધી ચાલનારા કુંભ મેળાના સમયને કોરોનાને ધ્યાનમાં રાખીને એક મહિના સુધી મર્યાદિત કરવામાં આવ્યા છે. ઇતિહાસમાં આ પહેલીવાર છે કે કુંભ મેળાને એક મહિનાનો કરવામાં આવ્યો છે.
નિર્ધારીત સમય પહેલા કુંભ મેળો સંપન્ન કરવામાં આવશે ?
રાજ્યમાં હાલની કોરોનાની સ્થિતિને ધ્યાનમાં લેતા એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે સરકાર ટૂંક સમયમાં કોઈ મોટો નિર્ણય લઈ શકે છે. ઉત્તરાખંડમાં કોરોના સંક્રમણ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે. કુંભ મેળાના કારણે કોરોના સંક્રમણ ઝડપથી વધી શકે તેવી સંભાવનાને નકારી શકાય નહીં. છેલ્લા ત્રણ દિવસમાં, ઉત્તરાખંડમાં દરરોજ 1,900થી વધુ કોરોનાના કેસો સામે આવી રહ્યા છે. પાંચ દિવસમાં ઉત્તરાખંડમાં 8,765 લોકો કોરોના સંક્રમિત થયા છે. જ્યારે પાંચ દિવસમાં 50 કોરોનાગ્રસ્ત દર્દીઓના મૃત્યું થયા છે.
ઉત્તરાખંડમાં છેલ્લા 5 દિવસની પરિસ્થિતિ
- 11 એપ્રિલે 1333 મૃત્યુ 8
- 12 એપ્રિલે 1334 મૃત્યુ 7
- 13 એપ્રિલે 1925 મૃત્યુ 13
- 14 એપ્રિલે 1953 મૃત્યુ 13
- 15 એપ્રિલે 2220 મૃત્યુ 9
કોરોના સંતોમાં ઝડપથી ફેલાય રહ્યો છે
હરિદ્વારની વાત કરીએ તો પાંચ દિવસમાં 2,526 કોરોનાના પોઝિડિવ કેસ નોંધાયા છે. આ કહેવું ખોટું નહીં કે શાહી સ્નાન પછી આ આંકડાઓમાં વધારો થયો છે. કોરોના રેપિડ એન્ટિજેન ટેસ્ટમાં નિરંજની અખાડાના સચિવ મહંત રવિન્દ્ર પુરી સહિત અખાડાના 17 સંતો રેપિડ એન્ટિજન ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા હતા. મહારાષ્ટ્ર નરેન્દ્ર ગિરી જે અખાડા પરિષદના અધ્યક્ષ પણ છે, 11 એપ્રિલથી કોરોનાને કારણે બીમાર હતા અને હોસ્પિટલમાં તેમની સારવાર કરવામાં આવી રહી છે. તેમની સાથે અખાડા સાથે સંકળાયેલા ઘણા સંતો પણ કોરોનાથી પીડિત છે. અત્યાર સુધીમાં 60થી વધુ સાધુ-સંતો કોરોના સંક્રમિત થયા છે. ઘણા સંતો અને ભક્તો પણ બીમાર છે. હરિદ્વારના CMO અર્જુનસિંહ સેંગરે આ વાતની પુષ્ટિ કરી છે.
આટલા સંતો કોરોના સંક્રમિત થયા
- 16 એપ્રિલે નિરંજની અખાડાના સચિવ રવિન્દ્ર પુરી સહિત 17 સંતો
- 15 એપ્રિલે 28,525 તપાસમાંથી 9 સંતો કોરોના પોઝિટિવ, 4 જુનાના અખાડા, 2 આહ્યાન અને 3 નિરંજની અખાડાના સંતો
- 14 એપ્રિલે 31,308 લોકોની તપાસમાં 4 જુનાના સંતો, અગ્નિ-મહાનિર્વાણી-દિગંબર અણી અને આનંદ અખાડાના એક એક, આ સાથે બૈરાગી સંપ્રદાયના આશ્રમના 3 સંતો મળ્યા, જેમાં એક મહામંડલેશ્વર કપિલ દેવનું અવસાન થયું છે.
- 13 એપ્રિલે 29,825 તપાસમાં જુનાના 5 સંતો અને નિરંજનીના 3 સંતો કોરોના સંક્રમિત થયા
- 12 એપ્રિલે 26,694ની તપાસમાં 6 સંતો કોરોના પોઝિટિવ નિકળ્યા
- 11 એપ્રિલે 23,394 તપાસમાં જુનાના 2 કોરોના પોઝિટિવ અને નિરંજનીના એક સંત કોરોના પોઝિટિવ નિકળ્યા
- 3 એપ્રિલે કૃષ્ણધામ આશ્રમના 7 સંતો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા.
મહામંડલેશ્વરના અવસાનથી સંત સમાજ સંકટમાં
દેહરાદૂનની એક ખાનગી હોસ્પિટલમાં અખિલ ભારતીય શ્રી પંચ નિર્વાણી અખાડાના મહામંડલેશ્વર કપિલ દેવદાસ (65)ની અવસાન બાદ સંતોમાં ભયભીત થયા છે. મહામંડલેશ્વર કોરોના સંક્રમિત થયા હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ હતી અને તાવ પણ હતો. શ્રી પંચ નિર્વાણી અખાડાના વયોવૃદ્ધ મહામંડલેશ્વર કપિલ દેવ દાસના અવસાન સાથે બૈરાગી સંત સમાજ સહિત સમસ્ત સંતો સમાજ આઘાતમાં છે. આ ઘટના પછી તરત જ પંચાયતી અખાડાના શ્રી નિરંજની અને તેમના સાથી આનંદ અખાડાએ 17 એપ્રિલના રોજ કુંભ મેળો બંધ કરવાની ઘોષણા કરી હતી. 17 એપ્રિલે નિરંજની અખાડાના સાધુ સંતોની છાવણીઓ ખાલી કરાશે.
કોરોનાના કેસો સતત વધી રહ્યા છેઃ નિરંજન અખાડાના મહામંડલેશ્વર કૈલાશાનંદ ગિરી
નિરંજન અખાડાના મહામંડલેશ્વર કૈલાશાનંદ ગિરીએ જણાવ્યું હતું કે, "કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની માર્ગદર્શિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. કુંભ મેળાની ભવ્યતા પણ વધુ છે. આને ધ્યાનમાં રાખીને મહામંડલેશ્વર અને મહંતોએ નિર્ણય લીધો હતો કે 17 તારીખે તેઓ તેમની છાવણીને હટાવી લેશે. 17 તારીખ પછી તેમના અખાડામાં કોઈ મોટુ આયોજન નહી થાય. જે સંતો બહારથી આવ્યા છે તેઓ પાછા જતા રહેશે. હરિદ્વારના સાધુ સંતો પાછા તેમના અખાડામાં આવશે. તેમણે જણાવ્યું હતુ કે, કોરોનાની મહામારીના કારણે પરિસ્થિતિ અનુકૂળ નથી, તેથી જ આ નિર્ણય તેમના દ્વારા લેવામાં આવ્યો છે. નિરંજની અખાડાના સચિવ મહંત રવિન્દ્રપુરીએ જણાવ્યું હતું કે, "કુંભ મેળાને સમાપ્ત કરવાનો નિર્ણય નિરંજની અખાડા દ્વારા લેવામાં આવ્યો છે કારણ કે હરિદ્વારમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. જેને કારણે 27 એપ્રિલે ફક્ત 15થી 20 સાધુ-સંતો જ તેમના અખાડામાંથી સ્નાન કરશે. તેમના તરફથી સંતો અને ભક્તોને હરિદ્વારથી પોત પોતાના નિવાસ્થાને ચાલ્યા જવા વિનંતી કરવામાં આવી છે.
કુંભ મેળાને સમાપ્ત કરવાથી અખાડાઓમાં રોષ
બીજી તરફ નિરંજની અખાડા તરફથી કુંભ મેળાને સમાપ્ત કરવાની ઘોષણા થતાં બૈરાગી સંતો નારાજ થયા છે. નિર્વાણી અને દિગંબર અખાડાઓએ નિરંજની અને આનંદ અખાડાના સંતો પાસે માફી માંગી છે. તેઓ જણાવે છે કે, મેળાના સમાપનનો અધિકાર ફક્ત મુખ્યપ્રધાન અને મેળા વહીવટીતંત્રને છે. આ સ્થિતિમાં જો ઘોષણા કરનારા સંતો માફી નહીં માંગે તો તેઓ અખાડા પરિષદ સાથે રહી શકતા નથી. તેમનો મેળો ચાલુ રહેશે અને 27 એપ્રિલના રોજ તમામ બૈરાગી સંતો રાજવી સ્નાન કરશે. એક ઉદાસીન અખાડા પણ સર્વસંમતિ વિના કુંભ મેળાને આ રીતે સંપન્ન કરવાના નિર્ણયના પક્ષમાં નથી. અખાડાના મહંત મહેશ્વર દાસે જણાવ્યું હતુ કે, કોઈની સલાહ લીધા વિના આવા નિર્ણય માન્ય નથી.
શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીએ પણ કુંભ મેળાને સમાપ્ત કરવાના નિર્ણયનો વિરોધ કર્યો
જગતગુરુ શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીએ પણ કુંભ મેળાને સમાપ્ત કરવાના નિર્ણયનો વિરોધ કર્યો છે. સ્વરૂપાનંદ સરસ્વતીના શિષ્ય અવિમુક્તેશ્વરાનંદે ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કુંભ મેળો કોઈ પણ વ્યક્તિ વિશેષનું નથી પરંતુ દરેકનો છે. કોઈને પણ પોતાનો નિર્ણય દરેક પર લાદવાનો અધિકાર નથી. કુંભની એક સમયસીમા છે જે પૂર્ણ થવી જોઇએ. કુંભ મેળો ગ્રહ નક્ષત્રના આધારે શરૂ થાય છે અને સમાપ્ત થાય છે. જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતી કુંભમેળાના સમાપન સુધી હરિદ્વારમાં જ રહેશે. તેમણે કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને માત્ર તેમના મુખ્ય કાર્યક્રમો રદ કર્યા છે. બાકીના તેમના યજ્ઞ અનુષ્ઠાન શિબિરમાં ચાલુ રહેશે.
કોરોનાથી બચવા માટે એક જ જગ્યાએ રહીને સરકારની માર્ગદર્શિકાનું પાલન કરવું વધુ સારું- અવિમુક્તેશ્વરાનંદ
નિરંજની અને આનંદ અખાડા પર કટાક્ષ કરતી વખતે અવિમુક્તેશ્વરાનંદે જણાવ્યું હતુ કે, આ સમયે દેશભરમાં કોરોના છે, જો તેમના સંતો હરિદ્વાર છોડે છે, તો શું તેમને ત્યાં કોરોના નહીં થાય. કોરોનાથી બચવા માટે એક જ જગ્યાએ રહીને સરકારની માર્ગદર્શિકાનું પાલન કરવું વધુ સારું છે." જુના અખાડાએ હાલ કુંભ મેળાના સમાપનને લઈને કોઈ નિર્ણય લીધો નથી. જુના અખાડાના સાધુ-સંતો તેમનો કોરોના રિપોર્ટ આવવાની રાહ જોઇ રહ્યા છે અને તે પછી કુંભ મેળાને સમાપ્ત કરવાનો અથવા તેને ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવશે.