ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ICC World Cup 2023: હાર્દિક પંડ્યાની સિક્સ લગાડવાની આદતે કે.એલ. રાહુલને સદીથી વંચિત રાખ્યો - હાર્દિક પંડ્યા

વર્લ્ડ કપમાં ભારતની પ્રથમ મેચમાં કે. એલ. રાહુલની સદી ફટકારવાની ઈચ્છા પર કેવી રીતે પાણી ફરી વળ્યું અને હાર્દિક પંડ્યાની સિક્સ લગાડવાની આદત વચ્ચેના કનેક્શન વિશે વાંચો વિગતવાર.

હાર્દિક પંડ્યાની સિક્સ લગાડવાની આદતે કે.એલ. રાહુલને સદીથી વંચિત રાખ્યો
હાર્દિક પંડ્યાની સિક્સ લગાડવાની આદતે કે.એલ. રાહુલને સદીથી વંચિત રાખ્યો

By ETV Bharat Gujarati Team

Published : Oct 9, 2023, 2:38 PM IST

Updated : Oct 10, 2023, 7:00 AM IST

ચેન્નાઈઃ એમ એ ચિદમ્બર સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની વન ડે રમાઈ હતી. જેમાં ભારતે 6 વિકેટે ઓસ્ટ્રેલિયાને હરાવી દીધું હતું. સમગ્ર મેચ દરમિયાન હાર્દિક પંડ્યાની સિક્સ લગાડવાની આદત ચર્ચાનો વિષય બની છે. જેમાં કે.એલ. રાહુલ સદી બનાવવાની ચૂકી ગયો તેનાથી રાહુલ અને તેના પ્રશંસકો નિરાશ થયા હતા.

કોહલી આઉટ થતાં રાહુલની બેટિંગ પર ધ્યાનઃ ભારતની આ પ્રથમ મેચમાં કોહલી સદી ફટકારીને પોતાના વન ડે હન્ડ્રેડના સ્કોરને આગળ વધારવાની રમત રમતો હતો. વિરાટ કોહલી 85 રન પર આઉટ થઈ ગયા બાદ હાર્દિક બેટિંગમાં ઉતર્યા હતા. કોહલી આઉટ થયો તેથી ભારતીય ક્રિકેટ ફેન્સનું ધ્યાન કે. એલ. રાહુલની બેટિંગ પર કેન્દ્રીત થયું. આ સમયે રાહુલે 75 રન બનાવી લીધા હતા. હાર્દિક પંડ્યાએ છઠ્ઠા બોલ રમતા જ સિક્સ ફટકારી દીધી અને ઓવર હતી જોશ હેઝલવૂડની હતી.

રાહુલે વિનિંગ સિક્સ મારી દીધીઃ 41મી ઓવરમાં રાહુલે તેની ઈનિંગ્સની પહેલી સિક્સ ફટકારી હતી. આ ઓવર પૂરી થઈ ત્યાં સુધીમાં રાહુલના 91 અને હાર્દિકના 11 રનનો સ્કોર હતો. રાહુલે છેલ્લા બોલ પર એક રન લઈને પોતાની સ્ટ્રાઈક યથાવત રાખી. રાહુલને આ ઓવરમાં પોતાની સદી પૂર્ણ કરવાની હતી. પરંતુ તેણે સ્ટેડિયમમાં પ્રેક્ષકોની ચીયર્સ અને જોશમાં આવી જઈ વિનિંગ સિક્સ લગાવી દીધી. આ સિક્સ બાદ રાહુલ હતાશામાં જમીન પર બેસી ગયો. સામેના છેડે હાર્દિક જીતની ઉજવણી કરતો જોવા મળ્યો હતો. થોડીવાર બાદ રાહુલ ઉઠ્યો અને પ્રેક્ષકો તરફ બેટ ઊંચુ કરી જીતની ખુશી જાહેર કરી હતી.

  1. World Cup 2023: ભારત-પાકિસ્તાન મેચ માટે BCCI જાહેર કરશે 14,000 ટિકિટ, જાણો કયા દિવસે વેચાશે
  2. Cricket World Cup 2023 : મેચની છેલ્લી ક્ષણ સુધી શુભમનના સ્વસ્થ થવાની રાહ જોઈશું - રોહિત
Last Updated : Oct 10, 2023, 7:00 AM IST

ABOUT THE AUTHOR

...view details