ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મેં ચેતવણી આપી હતી કે સચિન વાજે મહારાષ્ટ્ર સરકાર માટે મુશ્કેલીઓ ઉભી કરી શકે છેઃ રાઉત - Great development front

શિવસેના સાંસદ સંજય રાઉતે દાવો કર્યો હતો કે, પક્ષના કેટલાક નેતાઓને તેમણે ચેતવણી આપી હતી કે મુંબઈ પોલીસના સસ્પેન્ડ કરાયેલા અધિકારી સચિન વાજે મહારાષ્ટ્ર સરકાર માટે મુશ્કેલીઓ ઉભી કરી શકે છે. વાજે હાલમાં NIAની કસ્ટડીમાં છે. જ્યારે પવાર અને શાહ વચ્ચેની મુલાકાત અંગે તેમણે કહ્યું કે, આમાં કોઈ મોટી વાત નથી.

સંજય રાઉતે
સંજય રાઉતે

By

Published : Mar 29, 2021, 7:46 PM IST

  • પાર્ટીના કેટલાક નેતાઓને શિવસેના સાંસદ સંજય રાઉતે આપી હતી ચેતવણી
  • સચિન વાજે મહારાષ્ટ્ર સરકાર માટે મુશ્કેલીઓ ઉભી કરી શકે છેઃ રાઉત
  • સચીન વાજે હાલમાં NIAની કસ્ટડીમાં

મુંબઈઃ શિવસેના સાંસદ સંજય રાઉતે સોમવારે દાવો કર્યો હતો કે, તેમણે પાર્ટીના કેટલાક નેતાઓને ચેતવણી આપી હતી કે મુંબઈ પોલીસના સ્સપેન્ડ કરાયેલા અધિકારી સચિન વાજે મહારાષ્ટ્ર સરકાર માટે મુશ્કેલીઓ ઉભી કરી શકે છે. વાજે હાલમાં NIAની કસ્ટડીમાં છે. રાઉતે એમ પણ કહ્યું હતું કે, સચિન વાજે પ્રકરણે રાજ્યમાં શિવસેનાની આગેવાનીવાળી ગઠબંધન સરકારને સારો પાઠ ભણાવ્યો છે. મહારાષ્ટ્રમાં શિવસેનાની આગેવાનીવાળી મહા વિકાસ આઘાડી સરકારમાં NCP અને કોંગ્રેસનો પણ સમાવેશ છે.

આ પણ વાંચોઃ સચિન વઝે કેસમાં કબ્જે કરાયેલી કાર અગ્રવાલ પરિવારને મુંબઈના ઇસ્માઇલે આપી હતી ભેટ

એન્ટિલિયા કેસને લઈ વાજેની કરાઈ હતી ધરપકડ

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના દક્ષિણ મુંબઈ સ્થિત નિવાસસ્થાન એન્ટિલિયાની બહાર 25 ફેબ્રુઆરીના રોજ એક શંકાસ્પદ વાહન મળી આવ્યું હતું. જેમાં વિસ્ફોટક સામગ્રી રાખવામાં આવી હતી. આ કેસમાં કથિત ભૂમિકા બદલ રાષ્ટ્રીય તપાસ એજન્સી(NIA)એ આ મહિનાની શરૂઆતમાં વાજેની ધરપકડ કરી હતી.

કોઈ વ્યક્તિ ખરાબ હોતો નથી, પરંતુ કેટલીકવાર સંજોગો તેને આવા બનાવી દીએ છેઃ રાઉત

રાઉતે એક ટીવી ચેનલ સાથે વાત કરતાં કહ્યું હતું કે, જ્યારે સચિન વાજેને મહારાષ્ટ્ર પોલીસ દળમાં ફરીથી ગોઠવવાની યોજનાઓ ચાલી રહી હતી, ત્યારે મેં કેટલાક નેતાઓને જાણ કરી હતી કે તેઓ આપણા માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. તેમની વર્તણૂક અને કાર્ય કરવાની રીત સરકાર માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. રાજ્યસભાના સભ્યએ કહ્યું કે, તેઓ તે નેતાઓના નામ જાહેર કરી શકશે નહીં, પરંતુ મારી તેમની સાથેની વાતચીત વિશે તેઓ સારી રીતે જાણે છે. રાઉતે કહ્યું કે, કોઈ વ્યક્તિ ખરાબ હોતો નથી, પરંતુ કેટલીકવાર સંજોગો તેને આવા બનાવી દીએ છે.

આ પણ વાંચોઃ એન્ટિલિયા કેસ મામલે NIA દ્વારા વાજેની ધરપકડ બાદ કોર્ટમાં હાજર કરવાની તૈયારી

આ ઘટનાથી અમે પાઠ શીખ્યાઃ રાઉત

શિવસેનાના મુખ્ય પ્રવક્તાએ જણાવ્યું હતું કે, વાજેની પ્રવૃત્તિઓ અને વિવાદ સહિતના સમગ્ર પ્રકરણથી રાજ્યની ગઠબંધન સરકારને સારો એવો પાઠ મળ્યો છે. એક રીતે સારૂ થયું કે, આ ઘટનાથી અમે પાઠ શીખ્યા.

આ પણ વાંચોઃ અમિત શાહ અને પવાર વચ્ચે બેઠકની અફવા પર સંજય રાઉત કહ્યું-અફવાઓનો અંત લાવો

પવાર અને શાહ વચ્ચે મુલાકાતને લઈ કહી આ વાત

શનિવારે અમદાવાદમાં NCP અધ્યક્ષ શરદ પવાર અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની બેઠક બાદ ચાલી રહેલી રાજકીય અટકળો અંગે તેમણે કહ્યું કે, શાહ ગુજરાતના આ શહેરમાં વિવિધ નેતાઓ સાથે બેઠક માટે જાણીતા છે. તેમણે કહ્યું કે, જો પવાર અને શાહ વચ્ચે મુલાકાત થઈ હોય તો તેમાં કોઈ મોટી વાત નથી. શિવસેનાના નેતાએ એવો દાવો પણ કર્યો હતો કે, મહારાષ્ટ્રની ગઠબંધન સરકાર પર પશ્ચિમ બંગાળ, તામિલનાડુ અને અન્ય રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામો પર અસર પડશે નહીં.

ABOUT THE AUTHOR

...view details