ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના નિર્ણયને યથાવત રાખ્યો - કલમ 370 પર આજે સુપ્રીમકોર્ટનો ચુકાદો

સુપ્રીમ કોર્ટ સોમવારે એટલે કે આજે કલમ 370 પર પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. પોતાના ચુકાદામાં સુપ્રીમકોર્ટે આર્ટિકલ 370 હટાવવાનો નિર્ણય યથાવત રાખ્યો છે અને જમ્મુ-કાશ્મીરને ભારતનું અભિન્ન અંગ ગણાવ્યું છે. મહત્વપૂર્ણ છે કે, કેન્દ્ર સરકારે 5 ઓગસ્ટ 2019માં કલમ 370 નાબૂદ કરી હતી, જ્યારે સુપ્રીમ કોર્ટે 5 સપ્ટેમ્બરે આ કેસમાં પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

કલમ 370 પર આજે સુપ્રીમકોર્ટનો ચુકાદો
કલમ 370 પર આજે સુપ્રીમકોર્ટનો ચુકાદો

By ETV Bharat Gujarati Team

Published : Dec 11, 2023, 7:45 AM IST

Updated : Dec 11, 2023, 2:46 PM IST

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે આજે સોમવારે (11 ડિસેમ્બર) જમ્મુ-કાશ્મીર માંથી કલમ 370 નાબૂદ કરવા અને અગાઉના જમ્મુ અને કાશ્મીર રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજીત કરવાની પડકારતી અરજીઓ પર પોતાનો ચુકાદો સંભળાવ્યો. ભારતના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ સંજય કિશન કૌલ, સંજીવ ખન્ના, બીઆર ગવઈ અને સૂર્યકાન્તની પાંચ જજોની બંધારણીય બેન્ચે ચુકાદો વાંચ્યો હતો.

જમ્મુ અને કાશ્મીરના અગાઉના રાજ્યને વિશેષ દરજ્જો આપનાર બંધારણની કલમ 370 ની જોગવાઈઓને રદ કરવાના કેન્દ્રના નિર્ણયને પડકારતી અરજીઓ પર આજે સુપ્રીમ કોર્ટ પોતાનો ચુકાદો આપ્યો છે. પોતાના ચુકાદમાં સુપ્રીમકોર્ટે આર્ટિકલ 370 હટાવવાનો નિર્ણય યથાવત રાખ્યો છે અને જમ્મુ-કાશ્મીરને ભારતનું અભિન્ન અંગ ગણાવ્યું છે. સુપ્રીમ કોર્ટે કલમ 370 પર મોટો નિર્ણય સંભળાવ્યો છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે કેન્દ્ર સરકારનો 5 ઓગસ્ટ, 2019નો નિર્ણય અકબંધ રહેશે. રાષ્ટ્રપતિને કલમ 370 પર નિર્ણય લેવાનો અધિકાર છે.

સુપ્રીમકોર્ટના ચુકાદાના મહત્વના અંશ:

  • કલમ 370 એ કામચલાઉ વ્યવસ્થા છે.
  • રાજ્યમાં આવતા વર્ષે સપ્ટેમ્બર સુધીમાં ચૂંટણી કરાવવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ.
  • જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાનો આદેશ
  • જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે.
  • દેશનું બંધારણ રાજ્યથી ઉપર છે.
  • લદ્દાખને અલગ કરવાનો નિર્ણય કાયદેસર હતો.
  • આર્ટિકલ 370 હટાવવાના નિર્ણયમાં કોઈ દૂષણ નથી.

કલમ 370 અંગે સુપ્રીમકોર્ટનું વલણ: સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે અરજદારોની દલીલ કે કેન્દ્ર સરકાર રાષ્ટ્રપતિ શાસન દરમિયાન રાજ્યમાં ઉલટાવી શકાય તેવા પરિણામો સાથે પગલાં લઈ શકતી નથી, તે સ્વીકાર્ય નથી. વધુમાં કહ્યું કે કલમ 370 એક અસ્થાયી વ્યવસ્થા હતી. વિલીનીકરણની સાથે જ જમ્મુ અને કાશ્મીરનું સાર્વભૌમત્વ સમાપ્ત થઈ ગયું. જમ્મુ અને કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. દેશનું બંધારણ રાજ્યથી ઉપર છે.

ચૂંટણી યોજવા સુપ્રીમ કોર્ટનો આદેશઃ સુપ્રીમકોર્ટન ચુકાદા અનુસાર જમ્મુ-કાશ્મીરમાં હવેથી ભારતનું બંધારણ ચાલશે અને કલમ 370 નાબૂદ કરવાનો નિર્ણય અકબંધ રહેશે આમ કેન્દ્ર સરકારનો 5 ઓગસ્ટ 2019નો નિર્ણય યથાવત રહેશે. સુપ્રીમ કોર્ટ કહ્યું છે કે, કલમ 370 જમ્મૂ-કાશ્મીરના સંઘ સાથે બંધારણીય એકીકરણ માટે હતી ન કે તેના વિભાજન માટે, હવે રાષ્ટ્રપતિ જાહેરાત કરી શકે છે કે, કલમ 370નું અસ્તિત્વ નાબુદ થઈ ગયું છે. કલમ 370 મામલે ચુકાદો વાંચતા CJIએ કહ્યું, 'અમે નિર્દેશ આપીએ છીએ કે ભારતના ચૂંટણી પંચ દ્વારા 30 સપ્ટેમ્બર 2024 સુધીમાં જમ્મુ અને કાશ્મીરની વિધાનસભાની ચૂંટણી કરાવવા માટે પગલાં લેવામાં આવશે. સાથે જ કહ્યું કે રાજ્યનો દરજ્જો જલ્દીથી પુનઃસ્થાપિત કરવામાં આવે.

  1. આશા છે કે SC જમ્મુ-કાશ્મીરના લોકોની તરફેણમાં ચુકાદો આપશે: ગુલામ નબી આઝાદ
  2. કલમ 370 નાબૂદીને પડકારતી અરજીઓ પર આવતીકાલે નિર્ણય
Last Updated : Dec 11, 2023, 2:46 PM IST

ABOUT THE AUTHOR

...view details