ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ગુજરાત સરકારે તિસ્તાની જામીન સુનાવણી માટે સમય માંગ્યો - Teesta Setalvad Supreme Court hearing

સુપ્રીમ કોર્ટે તિસ્તા સેતલવાડની જામીન અરજી પર સુનાવણી મંગળવાર સુધી મુલતવી રાખી છે. કારણ કે, ગુજરાત સરકારે અરજી પર જવાબ દાખલ કરવા માટે સમય માંગ્યો હતો. Teesta Setalvad bail plea, Teesta Setalvad Supreme Court hearing

ગુજરાત સરકારે તિસ્તાની જામીન સુનાવણી માટે સમય માંગ્યો
ગુજરાત સરકારે તિસ્તાની જામીન સુનાવણી માટે સમય માંગ્યો

By

Published : Aug 25, 2022, 1:09 PM IST

નવી દિલ્હી:સુપ્રીમ કોર્ટે તિસ્તા સેતલવાડની જામીન અરજી પર સુનાવણી (Teesta Setalvad Supreme Court hearing) મંગળવાર સુધી મુલતવી રાખી છે. કારણ કે, ગુજરાત સરકારે અરજી પર જવાબ દાખલ કરવા માટે સમય માંગ્યો હતો. અગાઉ, કાર્યકર્તા તિસ્તા સેતલવાડે (Teesta Setalvad bail plea) 2002ના ગુજરાત રમખાણોના કેસમાં પીએમ નરેન્દ્ર મોદી સહિત કેટલાક ઉચ્ચ અધિકારીઓને ફસાવવા માટે દસ્તાવેજોમાં કથિત ચેડા કરવાના કેસમાં જામીન માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

આ પણ વાંચો:આર્મી સારી રીતે વર્તી રહી છે, ઈજાગ્રસ્ત આતંકવાદીની આપવીતિ

ચીફ જસ્ટિસ એનવી રમનાની અધ્યક્ષતાવાળી બેંચ સમક્ષ મંગળવારે આ મામલો રજૂ કરવામાં આવ્યો હતો. આ મહિનાની શરૂઆતમાં, ગુજરાત હાઈકોર્ટે તેમની જામીન અરજી પર SITનો જવાબ માંગ્યો હતો અને 19 સપ્ટેમ્બરે સુનાવણી માટે આ મામલાની સૂચિબદ્ધ કરી હતી. સુપ્રીમ કોર્ટમાં, તેણે પોતાની જામીન અરજી પર ઝડપથી સુનાવણીની માંગ કરતા કહ્યું કે, સર્વોચ્ચ અદાલતે તેના ચુકાદામાં કહ્યું હતું કે, જામીનની બાબતોની ઝડપથી સુનાવણી થવી જોઈએ અને છતાં હાઈકોર્ટે દોઢ મહિના પછી તારીખ આપી છે.

આ પણ વાંચો:આર્યન ખાનની વિરુદ્ધ કેસ લડનાર વકીલે રાજીનામું આપ્યુ

ABOUT THE AUTHOR

...view details