- ગુજરાત કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ પટનાના પ્રવાસે પહોંચ્યા
- ગુજરાત અને બિહારમાં સત્તા પરિવર્તન થવું જરૂરીઃ હાર્દિક પટેલ
- ગુજરાત અને બિહારની પરિસ્થિતિ એક જેવી છેઃ હાર્દિક પટેલ
- બિહારમાં પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારના પ્રચાર માટે હાર્દિક પટેલ પટના પહોંચ્યા
પટનાઃ ગુજરાત કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલ પટનાના પ્રવાસે પહોંચ્યા હતા. બિહારમાં પણ કોંગ્રેસે સત્તા પરિવર્તનને લઈને પ્રચાર શરૂ કરી દીધો છે. તો અહીં હાર્દિક પટેલે ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓ ત્રીજી વખત બિહારના પ્રવાસે આવ્યા છે. ગુજરાતમાં જે પ્રકારની સ્થિતિ છે. તેવી જ બિહારમાં પણ છે. સત્તા પરિવર્તન બંને રાજ્યોમાં થવું જરૂરી છે.
ગુજરાત અને બિહારની પરિસ્થિતિ એક જેવી છેઃ હાર્દિક પટેલ આ પણ વાંચો-Rahul Gandhi એ Gujarat Congress પ્રમુખ સહિતના મુદ્દાઓને લઇ પ્રદેશ નેતાઓ સાથે કર્યો વિચાર વિમર્શ
ગુજરાતમાં જ્યારે જ્યારે આંદોલન થયું તેની શરૂઆત ક્યાંકને ક્યાંક બિહારથી જ થઈ
યુવા નેતા હાર્દિક પટેલે વધુમાં કહ્યું હતું કે, ગુજરાતમાં જ્યારે જ્યારે આંદોલન થયું છે. તેની શરૂઆત ક્યાંકને ક્યાંક બિહારથી થઈ છે. બિહારની જ અસર ત્યાં જોવા મળી છે. નિશ્ચિતરૂપે બિહારમાં પણ કોંગ્રેસ સત્તા પરિવર્તન અંગે પ્રયાસ કરી રહી છે અને ક્યાંકને ક્યાંક અમે ત્રણ લોકો આજે અહીં પહોંચ્યા છીએ. અહીં કોંગ્રેસ 2 બેઠકો પર અલગથી ચૂંટણી લડી રહી છે. ક્યાંકને ક્યાંક આ પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર જીતે તેને લઈને અમે લોકો ચૂંટણી પ્રચાર કરવા આવ્યા છીએ. ઘણા દિવસોથી જનતાની પણ માગ હતી કે, કોંગ્રેસ એકલી મેદાનમાં આવે નિશ્ચિતરૂપે કોંગ્રેસે આ વખતે પેટાચૂંટણીમાં આ નિર્ણય કર્યો છે.
આ પણ વાંચો-' જીગ્નેશ'ને દિલ્હીનું 'હાર્દિક' તેડૂં, ગુજરાત કોંગ્રેસમાં રાજકિય ઉથલપાથલના એંધાણ
મોદી સરકાર મનમાની કરી રહી છેઃ હાર્દિક પટેલ
હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, અમે ઈચ્છીએ છીએ કે, વર્તમાનમાં જે કેન્દ્ર સરકાર છે. તે નિશ્ચિતરૂપે પોતાની મનમાની કરી રહી છે. ખેડૂતોની માગને લઈને કે રોજગાર આપવાની માગને લઈને ક્યાંકને ક્યાંક માગને સાંભળવામાં નથી આવી રહી અને કોંગ્રેસ એવી પાર્ટી છે કે, રાષ્ટ્રીય સ્તર પર સતત કેન્દ્ર સરકારની નીતિઓનો વિરોધ કરી રહી છે. લોકો પણ આ બધું જોઈ રહ્યા છે. છેવટે મોદી સરકારની મનમાનીને કોણ ઉજાગર કરી રહ્યું છે. કોણ તેનો વિરોધ કરી રહ્યું છે. અમને આશા છે કે, લોકો અમારી સાથે આવશે.