ગુજરાત

gujarat

ETV Bharat / bharat

BREAKING NEWS : ગુજરાતના 56 તાલુકામાં વરસાદ, અમરેલીના બગસરામાં સૌથી વધુ 1 ઈંચ વરસાદ

By

Published : Mar 6, 2023, 9:30 AM IST

Updated : Mar 6, 2023, 10:29 PM IST

વડોદરા શહેર ક્રાઇમબ્રાન્ચે ભાડેના વાહનો વેંચનાર સામે કરી કાર્યવાહી
વડોદરા શહેર ક્રાઇમબ્રાન્ચે ભાડેના વાહનો વેંચનાર સામે કરી કાર્યવાહી

20:53 March 06

ગુજરાત જાહેર પરીક્ષા ગેરરીતિ અટકાવવા બાબતે કાયદાને રાજપાલની મંજુરી

ગાંધીનગર: ગુજરાત જાહેર પરીક્ષા ગેરરીતિ અટકાવવા બાબતો કાયદાને રાજપાલની મંજુરી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની સહી કરી સરકારને બિલ મોકલ્યું. આજથી કાયદો અમલી બનશે. ૨૩ ફેબ્રુઆરીએ વિધાનસભા ગૃહમાં બિલ સર્વાનુમતે પસાર થયું હતું.

19:07 March 06

સાબરકાંઠા જિલ્લામાં વાતાવરણમાં પલટો

સાબરકાંઠા જિલ્લામાં વાતાવરણમાં પલટો. વીજળીના કડાકા અને ભારે પવન સાથે વાતાવરણમાં પલટો જોવા મળ્યો. ઘઉં, ચણા, જીરું, વલિયાલી, બટાકા જેવા પાકોને નુકશાની થવાની ભીતિ સર્જાઈ.

18:10 March 06

ગુજરાતમાં પરીક્ષા ગેરરીતિ અટકાવવા કાયદો આજથી અમલી

ગુજરાતમાં પરીક્ષા ગેરરીતિ અટકાવવા કાયદાને રાજ્યપાલે મંજુરી આપી. રાજ્યમાં આજથી કાયદો અમલી બનશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સહી કરી સરકારને બિલ મોકલ્યું. 23 ફેબ્રુઆરીએ વિધાનસભા ગૃહમાં બિલ સર્વાનુમતે પસાર થયું હતું.

18:08 March 06

ચોટીલા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે વરસાદ પડ્યો

ચોટીલા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે વરસાદ પડ્યો. સાંજના સમયે અચાનક વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો. પવન અને ગાજવીજ સાથે ચોટીલા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો. ચોટીલા અને સાંગાણી, મઘરીખડા, દુધેલી જેવા ગામોમાં વરસાદ પડ્યો. વરસાદના કારણે ખેડૂતોના ઘઉં, બાજરો, ધાણી જેવા પાકમાં નુકસાન જાય તેવી ભીતિ સર્જાઈ.

17:45 March 06

ગાજવીજ અને બરફના કરાઓથી પગથિયાઓ ઢંકાયા

અમરેલી:ધારીના મીઠાપુરમાં ધોધમાર કમોસમી વરસાદ, મકાનોના પગથિયાઓ પર કરાનો બરફ જામ્યો. કમોસમી ધોધમાર વરસાદથી ખેડૂતોના પાકોને નુકશાનની ભીતિ સર્જાઈ.

17:24 March 06

સાવરકુંડલા અને આસપાસના વિસ્તારોમાં પવન સાથે વરસાદ

અમરેલી: સાવરકુંડલા અને આસપાસના વિસ્તારોમાં પવન સાથે વરસાદ. સાવરકુંડલા ના ધજડી,નેસડી, જીકિયાળી સહિતના વિસ્તારોમાં વરસાદ. વરસાદ આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો.

15:59 March 06

કચ્છમાં સતત સર્જાયો વરસાદી માહોલ

કચ્છ: કચ્છમાં સતત સર્જાયો વરસાદી માહોલ.ભુજના અમુક વિસ્તારમાં કરા સાથે ઝરમર વરસાદ..બપોર બાદ વાતાવરણમાં આવ્યો પલ્ટો.આગાહીની વચ્ચે ભુજમાં વરસાદી ઝાપટું વરસતા ઠંડક પ્રસરી.

15:51 March 06

ગુજરાતના કેટલાક શહેરોમાં સામાન્ય વરસાદની આગાહી

ગુજરાત: હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 3 કલાકમાં ગુજરાતના કેટલાક શેહરોમાં સામાન્ય વરસાદ સાથે 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. આગામી ત્રણ કલાક દરમિયાન પાટણ, કચ્છ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, મોરબી, જૂનાગઢ, સુરત, છોટાઉદેપુર, દાહોદ, દમણ, વલસાડ, ગિરસોમનાથ અને જામનગરમાં લાઈટ રેઈન થવાની શક્યતા છે.

15:39 March 06

અંબાજીમાં ચીક્કીપ્રસાદ આપવાનો મામલો

અંબાજીમાં ચીક્કીપ્રસાદ આપવાનો મામલો. કોંગ્રેસના ધારાસભ્ય ગુજરાત યાત્રાધામ બોર્ડ ખાતે શક્તિ પ્રદર્શન કરશે. કોંગ્રેસના ધારાસભ્યો બોર્ડમાં મોહનથાળ પ્રસાદ ફરીથી શરૂઆત કરવા માટેની રજૂઆત કરશે. ટૂંક સમયમાં કોંગ્રેસના તમામ ધારાસભ્યો ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ ખાતે પહોંચશે.

15:19 March 06

પોરબંદરમાં કોરોનાનો એક કેસ પોઝિટિવ નોંધાયો

પોરબંદર: કોરોનાનો એક કેસ પોઝિટિવ નોંધાયો. 25 વર્ષીય યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તંત્ર સતર્ક બન્યું. કાંટેલા ગામના યુવાનનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા પોરબંદરની સરકારી હોસ્પિટલમાં તાત્કાલિક દાખલ કરાયો.

14:35 March 06

PM મોદી 8-9 માર્ચે ગુજરાત પ્રવાસે આવશે

PM મોદી 8-9 માર્ચે ગુજરાત પ્રવાસે આવશે. 8 માર્ચે રાત્રે 8 કલાકે PM અમદાવાદ પહોંચશે. 9 માર્ચે સવારે મેચ જોવા જવા રવાના થશે. ઓસ્ટ્રેલિયાના PM સાથે મેચ નિહાળશે. બપોરે 2 વાગ્યા બાદ PM મોદી દિલ્લી રવાના થશે. ગાંધીનગર રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે.

13:20 March 06

વહેલી સવારથી બફારા બાદ બપોરે કમોસમી વરસાદ વરસ્યો

વાપી: વાપીમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. વહેલી સવારથી બફારા બાદ બપોરે કમોસમી વરસાદ વરસ્યો. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું. લોકોએ ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ અનુભવ્યો. કેરી, શાકભાજીના ખેડૂતોમાં વરસાદે ચિંતા વધારી. વરસાદને પગલે કેટલાક વિસ્તારમાં લાઈટ ગુલ થઈ હતી.

13:16 March 06

વિધાનસભા ગૃહમાં રાજ્ય રમત-ગમત પ્રધાન દ્વારા ગૃહમાં કરવામાં આવી જાહેરાત

જૂનાગઢ: ગિરનાર આરોહણ અવરોહણમાં ઇનામની સંખ્યા વધારવામાં આવી. 66,000 થી વધારી ઇનામની રકમ 5 લાખ ઇનામની રકમ કરવામાં આવી. અનેક ઇનામની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો. વિધાનસભા ગૃહમાં રાજ્ય રમત-ગમત પ્રધાન દ્વારા ગૃહમાં જાહેરાત કરવામાં આવી. શનિવારે કોંગ્રેસ ના ધારાસભ્ય દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. અર્જુન મોઢવાડિયા રકમ વધારો કરવા બદલ આભાર માન્યો.

13:13 March 06

ધુળેટીના દિવસે સાંજે 5 થી 6 વાગ્યા સુધી વધારાનો પાણી જથ્થો અપાશે

અમદાવાદ: અમદાવાદ કોર્પોરેશન દ્વારા ધુળેટીને લઇ મહત્વનો નિર્ણય લેવાયો. ધુળેટીના દિવસે સાંજે 5 થી 6 વાગ્યા સુધી વધારાનો પાણી જથ્થો આપવામાં આવશે. શહેરના તમામ વોટર ડિસ્ટ્રીબ્યુશન પાણી જથ્થો આપવામાં આવશે.

13:10 March 06

અડપલા બાદ પિતાએ યુવતીને છરી બતાવી મારી નાખવાની ધમકી આપી

રાજકોટઃરાજકોટના આજીડેમ વિસ્તારમાં 22 વર્ષની યુવતી સાથે સાવકા પિતાએ અડપલા કર્યા. અડપલા બાદ પિતાએ યુવતીને છરી બતાવી મારી નાખવાની ધમકી આપી. સમગ્ર મામલે આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ. પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

12:15 March 06

31 જાન્યુઆરી 2023ની પરિસ્થિતિએ કુલ 674 સિંહોની સંખ્યા નોંધાઈ

ગાંધીનગર: રાજ્યમાં સિંહોની વસ્તી ગણતરીના આંકડા જાહેર થયા. 31 જાન્યુઆરી 2023ની પરિસ્થિતિએ કુલ 674 સિંહોની સંખ્યા નોંધાઈ. છેલ્લી ગણતરી 2020માં થઈ હતી. સરકારનો જવાબ 31 જાન્યુઆરી 2023 સુધીમાં 325 સિંહોના કુદરતી મૃત્યુ થયા છે. અકુદરતી રીતે વર્ષ 2020-21, 2021-22, 2022-23 સુધીમાં કુલ 41 સિંહોના મૃત્યુ નિપજ્યા.

12:07 March 06

ખાતેદારો પોતાના નાણાં લેવા બેંક પર દોડી આવ્યા

વડોદરા:વડોદરાના ડભોઈની શ્રી મહાલક્ષ્મી મર્કન્ટાઇલ બેન્ક પર 6 મહિના માટે નિયંત્રણો લાદવામાં આવ્યા. આર્થિક સ્થિતિ નબળી થતાં RBIએ નોટિસ ફટકારી. શહેરમાં સુલતાનપુરામાં આવેલ શ્રી મહાલક્ષ્મી મર્કન્ટાઇલ બેન્ક પર ખાતેદારોની ભીડ ભેગી થઈ. ખાતેદારો પોતાના નાણાં લેવા બેંક પર દોડી આવ્યા. RBIની સ્પષ્ટતા બેંકની આર્થિક હાલતમાં સુધારો નહીં આવે ત્યાં સુધી જ આ નિયંત્રણો રહેશે. બેન્કિંગ નિયંત્રક ધારા, 1949 હેઠળ કાર્યવાહી હાથ ધરાઇ.

11:53 March 06

ઈતિહાસમાં પ્રથમ વખત અહીં હોળીનો તહેવાર ઉજવવામાં આવશે

ગાંધીનગર:મંગળવારે ગુજરાત વિધાનસભાના પ્રાંગણમાં હોડીની ઉજવણી કરવામાં આવશે. 182 ધારાસભ્યો હોડી રમશે. કેસૂડાંના ફૂલથી હોડીની ઉજવણી કરવામાં આવશે. 60 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત હોળીનો તહેવાર ઉજવવામાં આવશે. અધ્યક્ષ શંકર ચૌધરીએ હોડી રમવાની મંજૂરી આપી. અગાઉ ભૂતકાળમાં એક પણ વખત ગુજરાત વિધાનસભા ના પ્રાગણમાં આવી હોળી રમવામાં નથી આવી.

11:17 March 06

રમત ગમતની જાહેર અગત્યની બાબત પર નિવેદન આપશે

ગાંધીનગર:ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજે 9 મો દિવસ છે. વિધાનસભા ગૃહ 12 કલાકે શરૂ થશે. પ્રથમ કલાકમાં આરોગ્ય,શિક્ષણ,કાયદો, પ્રવાસન બાબતે પ્રશ્નોત્તરી યોજાશે. પ્રશ્નોત્તરી બાદ રાજ્યકક્ષાના પ્રધાન હર્ષ સંઘવી રમત ગમતની જાહેર અગત્યની બાબત પર નિવેદન આપશે, ત્યારબાદ અંદાજપત્ર પર સામાન્ય ચર્ચા થશે.

11:12 March 06

પીપરાણા ચેક પોસ્ટ નજીક અકસ્માત સર્જાયો

પાટણ: સાંતલપુર હાઈવે પર અકસ્માત સર્જાયો. પીપરાણા ચેક પોસ્ટ નજીક અકસ્માત સર્જાયો. બે ટ્રકો સામસામે ટકરાતા બે ટ્રક ચાલકોના ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યા.

11:01 March 06

હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત 3 ટોલ કર્મચારીઓને રિફર કરાયા

દ્વારકા:ખંભાળિયા પાસે આવેલ ટોલ નાકામાં બબાલ થઈ. દ્વારકા તરફથી જામનગર તરફ જઈ રહેલ આઇસર ગાડીમાં સવાર લોકોએ ટોલ કર્મીઓ ને ઢોર માર માર્યો. ટોલ ભરવા બાબતે થયેલ બબાલમાં ગાડીમાં સવાર 20 થી વધુ લોકોએ ટોલ મહિલા કર્મી સહિતના કર્મચારી પર હુમલો કર્યો. હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત 3 ટોલ કર્મચારીઓ ને જામનગર રિફર કરાયા.

10:34 March 06

વરાછાના વેપારી 28 ફેબ્રુઆરીએ સવારે હીરાબજાર જતા હતા ત્યારે બની આ ઘટના

સુરત: સુરતમાં હીરાવેપારીના 7 લાખ પડી ગયા હતા. પોલીસે CCTV જોઈ 72 કલાકમાં અપાવ્યા. વરાછાના વેપારી 28 ફેબ્રુઆરીએ સવારે હીરાબજાર જતા હતા. ત્યારે મોપેડ પરથી રોકડ ભરેલી થેલી પડી ગઈ હતી. પોલીસે 3 કિમી વિસ્તારના CCTVની તપાસ કરી. રસ્તા પર પડેલી રોકડની બેગ લેનાર વ્યક્તિને શોધી કાઢી રકમ પરત અપાવી..

10:30 March 06

પાંચ વર્ષ બાદ પુષ્પદોલોત્સવની ભવ્ય ઉજવણી કરાશે

બોટાદ: સારંગપુર BAPS સ્વામીનારાયણ મંદિરે ભવ્ય ઉજવણી થશે. પાંચ વર્ષ બાદ પુષ્પદોલોત્સવની ભવ્ય ઉજવણી કરશે. BAPS સ્વામીનારાયણ સંપ્રદાયના વડા મહંત સ્વામી વિશેષ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમ હજારો ભાવિક ભક્તોની હાજરીમાં મહંત સ્વામીની હસ્તે રંગાશે. આ ઉત્સવનો હરિભક્તો લેશે લાભ પાંચ વર્ષ બાદ ઉજવાતા પુષ્પ દોલોત્સવ લઈ હરિભક્તોમાં અનેરો આનંદ અને ખુશી જોવા મળી. 200 વર્ષ જુની પરંપરા મુજબ પુષ્પ દોલોત્સવ ઉજવાશે.

10:18 March 06

એક એક્શન શૉટ દરમિયાન થઈ ઈજા

હૈદરાબાદ: હૈદરાબાદમાં પ્રોજેક્ટ K ના શૂટિંગ દરમિયાન અમિતાભ બચ્ચન એક એક્શન શૉટ દરમિયાન ઈજા થઈ. શૂટ રદ કરવામાં આવ્યું છે. હૈદરાબાદની AIG હોસ્પિટલ ખાતે CT દ્વારા ડૉક્ટરની સલાહ અને સ્કેન કરવામાં આવ્યું.

09:43 March 06

લોખંડનો પાઇપ દ્રાઈવરના આંખમાં મારી આંખ ફોડી નાખી

સુરત:રાધે શ્યામ ટ્રાવેલર્સના ડ્રાયવરની આંખ ફોડી નાખી. બસ દ્રાઈવરે આરોપીના માતાને રસ્તામાં ઉતારી હતી. જુની અંગત અદાવતમાં પુત્ર એ તેમના મિત્ર સાથે મળી દ્રાઈવરને માર માર્યો. લોખંડનો પાઇપ દ્રાઈવરના આંખમાં મારી આંખ ફોડી નાખી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. અડાજણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

09:37 March 06

કિશોરીના ગળા ઉપર ફાંસી ખાદી હોય એવા નિસાનો મળી આવ્યા

સુરત:સુરત પાંડેસરા વિસ્તારમાં 15 વર્ષીય કિશોરીનું રહસ્યમય સંજોગોમાં મોત થયું છે. કિશોરી બાથરૂમ માંથી બેભાન અવસ્થામાં મળી આવી હતી. કિશોરી પાંડેસરા વિસ્તારમાં આવેલ સન ફ્લાવર સ્કૂલ ના ધોરણ-9માં અભ્યાસ કરતી હતી. કિશોરીને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ લઈ આવતા ફરજ પરના ડોક્ટરે કિશોરીને મૃત જાહેર કરી. જોકે ફરજ પરના ડોક્ટરે કિશોરીના ગળા ઉપર ફાંસી ખાદી હોય એવા નિસાનો મળી આવ્યા હતા. જેથી સિવિલ હોસ્પિટલ દ્વારા પાંડેસરા પોલીસને જાણ કરવામાં આવી. હાલ આ મામલે પાંડેસરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

09:30 March 06

આરોપીએ 3 વર્ષની ભાણીને પણ માર્યો માર

અમદાવાદ:અમદાવાદના મેઘાણીનગરમાં હત્યાનો બનાવ બન્યો. સાળાએ બનેવીની વૃધ્ધ માતાની હત્યા કરી. આરોપીએ 3 વર્ષની ભાણીને પણ માર માર્યો. ગાળો બોલવાની ના પાડતા વૃધ્ધાની હત્યા કરાઇ. બનેવી અવાર નવાર ઘરે આવી ભાણીયાઓને માર મારી ગાળાગાળી કરી ત્રાસ આપતો હતો. મેઘાણીનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

09:25 March 06

એન્ટ્રી જલ્દી ન મળતા વિધાર્થી નેતાઓ ગેટ પર ચડ્યા

વડોદરા:એમ. એસ. યુનિવર્સિટીમાં લાઈવ મ્યુઝીક કોન્સર્ટમાં હંગામો થયો. ગત રાત્રે મ્યુઝિક કોન્સર્ટ યોજાયો હતો. ટેકનોલોજી ફેકલ્ટીમાં કાર્યક્રમ યોજાયો. ક્ષમતા કરતા વધુ પાસ વેચાય હોવાની શંકા છે. 20 થી વધુ વિધાર્થીની તબિયત બગડી હોવાની વિગતો સામે આવી છે. એન્ટ્રી જલ્દી ન મળતા વિધાર્થી નેતાઓ ગેટ પર ચડ્યા.

09:18 March 06

BREAKING NEWS : અલગ-અલગ ટીમના આધારે 84 ગાડીઓ રિકવર કરાઈ

વડોદરા: વડોદરા શહેર ક્રાઇમબ્રાન્ચે કાર્યવાહી કરી છે. ભાડેથી વાહનો મેળવ્યા બાદ બારોબાર વેચનાર થાગોના કસ્ટડી રિમાન્ડ દરમ્યાન 84 ગાડીઓ રિકવર કરવામાં આવી. આ ગુનામાં સુરતના દિપક રૈયાણી અને મનીષ હરસોયાના 9 દિવસના રિમાન્ડ બાદ વધુ બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા. ક્રાઇમબ્રાન્ચે અલગ-અલગ ટીમના આધારે 84 ગાડીઓ રિકવર કરી જેની કિંમત 5 કરોડ 53 લાખથી વધુની છે. અંદાજીત 100 થી વધુ ગાડીઓ ભાડે લઈ બરોબાર વેચી હતી.

Last Updated : Mar 6, 2023, 10:29 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details