અમદાવાદ: મહેસાણાના ખેરાલુના 3 ગામ વરેઠા, ડાલીસણા અને ડાવોલમાં ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. રૂપેણ નદી જીવંત કરવાની તેમજ તળાવ ભરવાની માંગ સાથે આ ત્રણેય ગામે ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. આ ગામમાં એક પણ મત પડ્યો નહતો. ગામના લોકો એ કહ્યું કે, "પાણી નહિ ત્યાં સુધી મત નહિ".
બીજા તબક્કામાં મહેસાણાના 3 ગામોમાં થયો ચૂંટણીનો બહિષ્કાર - આજની ઘટનાઓ
22:26 December 05
બીજા તબક્કામાં મહેસાણાના 3 ગામોમાં થયો ચૂંટણીનો બહિષ્કાર
21:32 December 05
મતદાન પ્રક્રિયા દરમિયાન પૉલીગ ઓફિસરનું થયું BP લો
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીનો પ્રથમ અને બીજા તબક્કાની મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે. આજે 5 ડિસેમ્બરે બીજા તબક્કાના 14 જિલ્લાની 93 બેઠક ઉપર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, ત્યારે મતદાન પ્રક્રિયા દરમિયાન જ પંચમહાલના કાલોલ તાલુકાના અલાલી બુથના પોલિંગ અધિકારીને અચાનક જ તબિયત ખરાબ થઈ હતી અને ચૂંટણીની ફરજ દરમ્યાન તેઓને હાર્ટ એટેક આવ્યો હોવાની વાત વેહતી થઈ હતી.
20:44 December 05
વટવા વિધાનસભાના કોંગ્રેસ ઉમેદવાર પર થયો હુમલો
અમદાવાદ: વટવા વિધાનસભાના કોંગ્રેસ ઉમેદવાર પર હુમલો કરવામાં આવ્યો છે. કોંગ્રેસ ઉમેદવાર બળવંતસિંહ ગઢવી, ભાઈ અને ભત્રીજા પર હુમલો કરવામાં આવ્યો છે. સિંગરવા ગામમાં બોગસ મતદાનની ફરિયાદ મળતા ત્યાં ગયા હતા. ભાજપના કાર્યકરો દ્વારા પથ્થર મારો કરાયો હોવાનો આક્ષેપ લાગ્યો છે. ત્રણેયને ઇજાઓ થતા સારવાર માટે ખસેડાયા છે. વાહનોને પણ નુકસાન કરાયું હોવાનો આક્ષેપ લાગ્યો છે. ઓઢવ પોલીસે ઘટનાને લઈને તપાસ હાથ ધરી છે.
20:10 December 05
ગુજરાત ATSએ હથિયારો સાથે 3 શખ્સોને પકડ્યા
અમદાવાદ: ગુજરાત ATSએ હથિયારો સાથે 3 શખ્સો ઝડપી પાડ્યા છે. નરોડા પાટિયા પાસેથી 6 હથિયાર અને 42 કારતુસ કબ્જે કરવામાં આવ્યા છે. MPના પંકજ કનેરીયા નામનો શખ્સ હથિયાર વેચવા લાવ્યો હતો. મહમદ હનીફ રઝાક અને અક્ષય કેદારીની ધરપકડ કરવામાં આવી છે. ભાવનગરના અક્ષય કેદારી પાસેથી 2 દેશી પીસ્ટલ અને 36 રાઉન્ડ કબ્જે કરાયા છે.
19:38 December 05
દાહોદમાં બુથ કેન્દ્ર ઉપર કોંગ્રેસના એજન્ટને ભાજપના કાર્યકરે પેટમાં માર્યું ચપ્પુ
દાહોદ:ફતેપુરા તાલુકાના મારગાળા પીપેર ફળિયા બુથ કેન્દ્ર ઉપર કોંગ્રેસના એજન્ટને ભાજપના કાર્યકરે પેટમાં ચપ્પુ માર્યું. બોગસ મતદાન નહીં કરવા દેતા ઉશ્કેરાયેલા ભાજપના કાર્યકરે કોંગ્રેસના એજન્ટને ચપ્પુ માર્યું. ઇજાગ્રસ્તને સુખસર સરકારી દવાખાનામાં પ્રાથમિક સારવાર બાદ દાહોદ રીફર કરાયો.
19:33 December 05
પલસાણામાં પોકસોના આરોપીને પોલીસ પકડવા જતા ઓવરબ્રિજ પરથી લગાવી છલાંગ
બારડોલી: પલસાણા પોલીસ સ્ટેશનમાં પોકસોનો આરોપી કોર્ટમાં લઈ જવાય તે પહેલાં જ પોલીસ જાપ્તામાંથી ભાગી છૂટ્યો. પોલીસ પકડવા જતા આરોપીએ ઓવરબ્રિજ પરથી છલાંગ લગાવી. ઓવરબ્રિજ પરથી સીધો તળાવમાં કૂદતાં પોલીસે આદરેલી શોધખોળ બાદ આરોપી ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો. પોલીસે તેને સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. બે માસ પહેલા તેની સામે પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો.
19:29 December 05
સુરતના એક યુવકે પોતાના લગ્નનની કંકોત્રીમાં ભગવાનની સાથે સ્વતંત્રય ભારતના લડવૈયાઓને આપ્યું સ્થાન
સુરત: સુરતના એક યુવકે પોતાના લગ્નનની કંકોત્રીમાં ભગવાનની સાથે સ્વતંત્રય ભારતના લડવૈયાઓને સ્થાન આપ્યું છે. આ અનોખી કંકોત્રીમાં સરદાર વલ્લભભાઈ, સુભાષચંદ્ર બોઝ અને ભગતસિંહની ઝલક જોવા મળી રહી છે. સામાન્ય રીતે કંકોત્રીના પ્રથમ પાને ઈશ્વરનું નામ હોય છે, પરંતુ સુરતના કરણ ચાવડાએ ઈશ્વરના નામ સાથે 75માં આઝાદિક અમૃત મહોત્સવની છબી છપાવી છે.
19:25 December 05
સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે થયું દસમું ટ્રાન્સપ્લાન્ટ
સુરત: સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે દસમું ટ્રાન્સપ્લાન્ટ થયું છે. 38 વર્ષીય અનિલભાઈને બ્રેઈનડેડ થતા તેમનું મોત થયું હતું. પરિવારે અનિલભાઈના અંગોનું લીવર અને બંન્ને કિડનીનું દાન કરી ત્રણ વ્યક્તિઓને નવજીવન આપ્યું છે. 3જી ડિસેમ્બરના રોજ રાત્રિ દરમિયાન અચાનક તબિયત લથડતા પરિવાર દ્વારા 108 એમ્બ્યુલન્સમાં તત્કાલ નવી સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ ICUમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો. સિટી બ્રેઈન રિપોર્ટ કરતા અનિલ ખંડારેને વધુ બ્લડ પ્રેશર હોવાથી મગજનું હેમરેજ થયું હોવાનું નિદાન થયું હતું.
18:12 December 05
અન્ય પાર્ટી પણ પોતાના મતદારોને બુથ સુધી લઇ ગઈ હોત તો વધુ મતદાન થાત: ભાજપ પ્રમુુખ સી.આર પાટીલ
ગાંઘીનગર: ભાજપ પ્રમુુખ સી.આર પાટીલએ પત્રકાર પરિષદમાં કહ્યું કે, મતદારોનો ખૂબ ખૂબ આભાર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહનો આભાર, 2017 કરતા વધુ મતદાન આ વખતે થશે, પેજ કમિટીના કાર્યકરોએ ભાગ લઈ ખૂબ મહેનત કરી, અન્ય પાર્ટી પણ પોતાના મતદારોને બુથ સુધી લઇ ગઈ હોત તો વધુ મતદાન થાત,જગદીશ ઠાકોર ના આક્ષેપ માત્ર સ્ટંટ છે.
17:55 December 05
જમાલપુર-ખાડિયા વિધાનસભા વિસ્તારમાં મચ્યો હોબાળો
અમદાવાદ:જમાલપુર-ખાડિયા વિધાનસભા વિસ્તારમાં હોબાળો મચ્યો છે. અંતિમ ક્ષણોમાં સૈયદવાડમાં હોબાળો થયો છે. બોગસ મતદાન થયું હોવાની આશંકાએ બંને જૂથ આમને સામને આવ્યા છે. AIMIM ઉમેદવાર સાબિર કાંબલીવાલા અને કોંગ્રેસ જૂથ આમને સામને આવ્યો છે. પોલીસે બંને જૂથને બુથ સામેથી દૂર ખસેડવામાં આવ્યા છે.
17:37 December 05
મહીસાગરના લુણાવાડા વિધાનસભા બેઠકના 27 હોદ્દેદારો અને કાર્યકર્તાઓને BJPએ કર્યા સસ્પેન્ડ
મહીસાગર: મહીસાગરના લુણાવાડા વિધાનસભા બેઠકના 27 હોદ્દેદારો અને કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીએ સસ્પેન્ડ કર્યા છે. ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ કામગીરી કરવા બદલ સસ્પેન્ડ કરાયા છે. વિડિયો, ફોટો આધારે પૂરતા પુરાવા મળ્યા બાદ જિલ્લા પ્રમુખ દશરથભાઈ બારીયાએ સસ્પેન્ડ કર્યા. સસ્પેન્ડ થનારમાં લુણાવાડા તાલુકામાં પૂર્વ પ્રમુખ, લુણાવાડા APMC ચેરમેન, લીમડીયા APMC ચેરમેન , તાલુકા પંચાયત સભ્યો તેમજ સક્રિય કાર્યકર્તાઓનો સમાવેશ થાય છે.
17:07 December 05
ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન પુર્ણ, 5 વાગ્યા સુધીમાં 62 ટકા જેટલું મતદાન
અમદાવાદ:ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન પુર્ણ થયું છે. બીજા તબક્કામાં 5 વાગ્યા સુધીમાં અંદાજે 62 ટકા જેટલું મતદાન નોંધાયું છે.
16:56 December 05
મતદાન પુર્ણ થવાને હવે ગણતરીની મિનિટ જ બાકી
અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં મતદાન પુર્ણ થવાને હવે ગણતરીની મિનિટ જ બાકી છે.
16:27 December 05
સાબરકાંઠામાં હિંમતનગરની મહિલા કોલેજમાં બોગસ મતદાનનો લાગ્યો આક્ષેપ
સાબરકાંઠા: હિંમતનગરની મહિલા કોલેજમાં બોગસ મતદાનનો આક્ષેપ લાગ્યો છે. સવગઢ વિસ્તારમાં રહેનાર યુવાને મતદાન કર્યુ ન હોવા છતાં યુવાનનું મતદાન થયાનું નિવેદન કર્યું છે. યુવાનના હાથ પર વિલોપ્ય શાહીનું પણ નિશાન નથી. બોગ્ગસ વોટીંગ થયુ હોવાની સંભાવના છે.
16:11 December 05
મહીસાગરમાં વિકલાંગ મિતેશ સોલંકીએ કર્યું મતદાન
મહીસાગર:મહીસાગરના બાલાસિનોર વિધાનસભા મતવિસ્તારના બાદરપુરા ગામના વિકલાંગ મિતેશ સોલંકી ગામના સખી મતદાન મથક હાંડીયા ખાતે પહોંચી મતદાન કર્યું. મિતેશે કહ્યું કે, તંત્ર દ્વારા મતદાન મથક પર વ્હિલચેર જેવી વ્યવસ્થા કરવામાં આવી છે તેનાથી હું ખૂબ જ ખુશ છું. મને એ જાણીને ખુશી થાય છે કે તંત્ર દ્વારા અમારા જેવો લોકોને કોઈ મુશ્કેલી ના પડે તેની તકેદારી રાખવામાં આવી. આ સાથે તેમણે સૌએ અચૂક મતદાન કરવું જ જોઇએ તેવી અપીલ કરી હતી.
15:53 December 05
મહીસાગર જિલ્લાના હાંડિયા ખાતે યુવા મતદારે પહેલી વખત કર્યું મતદાન
મહીસાગર: મહીસાગર જિલ્લાના હાંડિયા ખાતે યુવા મતદારે પહેલી વખત મતદાન કર્યું છે. મહીસાગર જિલ્લાના સખી મતદાન મથક હાંડીયા ખાતે યુવા મતદાર નેહાબેન મહેરા અને સંધ્યાબેન મહેરાએ પ્રથમ વખત મતદાન કર્યુ તેની હર્ષની લાગણી વ્યક્ત કરી હતી.
15:30 December 05
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર યુસુફ પઠાણ અને ઈરફાન પઠાણે કર્યુ મતદાન
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર યુસુફ પઠાણ અને ઈરફાન પઠાણે તેમના પરિવારના સભ્યો સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કા માટે વડોદરાના મતદાન મથક પર મતદાન કર્યું હતું.
15:20 December 05
ડીસામાં દર્દીએ એમ્બ્યુલન્સમાં આવી કર્યું મતદાન
બનાસકાંઠા: ડીસામાં દર્દીએ એમ્બ્યુલન્સમાં આવી મતદાન કર્યું છે. છેલ્લા ઘણા સમયથી હોમ આઇશોલેશનમાં હતા. પિતાએ મતદાનની ઈચ્છા જણાવતા પરિવારે ડોકટર સાથે રાખી મતદાન કરાવ્યું છે. પરિવારે દર્દી ખત્રી એમ્બ્યુલન્સમાં ઓક્સિજન સાથે વ્હીલચેર પર લાવી મતદાન કરાવ્યું છે.
15:14 December 05
ગૌતમ અદાણીના પુત્ર અને પુત્રવધુએ કર્યું મતદાન
અમદાવાદ:ગૌતમ અદાણીના પુત્ર અને પુત્રવધુએ મતદાન કર્યું છે. કરણ અદાણી અને પરિધી અદાણીએ મતદાન કર્યું છે. પરિધી અદાણી સગર્ભા હોવા છતાં મતદાન કર્યું છે. મુમતપુરા પ્રાથમિક શાળા ખાતે મતદાન કર્યું છે.
14:49 December 05
સાબરકાંઠામાં વરરાજાએ લગ્ન પહેલા કર્યું મતદાન
સાબરકાંઠા: સાબરકાંઠામાં લોકશાહીના પર્વની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી છે. વરરાજાએ લગ્ન પહેલા મતદાન કર્યું છે. ઈડરના કનિક્ષભાઈ સોનીએ વોર્ડ નંબર 2માં મતદાન કર્યું છે. મતદાન બાદ વરરાજા પરણવા ચાલ્યા ગયા છે. લગ્ન પહેલા મતાધિકારનો ઉપયોગ કર્યો છે.
14:43 December 05
પંચમહાલમાં કોંગ્રેસના ઉમેદવાર પ્રભાતસિંહ ચૌહાણ પર થયો હુમલો
પંચમહાલ: કોંગ્રેસના ઉમેદવાર પ્રભાતસિંહ ચૌહાણ પર હુમલો થયો છે. પ્રભાત સિંહ ચૌહાણ કાલોલ સીટના કોંગ્રેસના ઉમેદવાર છે. કાલોલના ગોદલી ગામે ઉમેદવાર પ્રભાત સિંહ ચૌહાણ પહોંચતા હાજર કાર્યકરોએ પ્રભાતસિંહની ગાડી પર હુમલો કર્યા હોવાના વિડિઓ પણ વાયરલ થયો છે.
14:37 December 05
પંચમહાલના કાલોલમાં અલાલી બુથના પ્રિસાઇડિંગ ઓફિસરને આવ્યો હાર્ટ એટેક
પંચમહાલ: કાલોલ તાલુકાના અલાલી બુથના પ્રિસાઇડિંગ ઓફિસરને હાર્ટ એટેક આવ્યો છે. 108 બોલાવી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ચાલુ ફરજ દરમિયાન એટેક આવતા સ્થાનિકોએ મદદ કરી હતી. સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિલમાં ખસેડવામાં આવ્યા છે.
13:25 December 05
રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે ગાંધીનગર ખાતે મતદાન કર્યું
રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે મતદાન કર્યું છે. શક્તિસિંહ ગોહિલે ગાંધીનગર ખાતે વોટિંગ કરીને લોકોને પણ મતદાન કરવા અપીલ કરી છે.
13:23 December 05
આણંદના લોકોમાં મતદાનને લઇ ભારે ઉત્સાહ, 48 કલાક અગાઉ બ્રેઈન હેમરેજનું ઑપરેશન થયું હોવા છતાં હોસ્પિટલથી મતદાન મથકે પહોંચ્યા
આણંદના લોકોમાં મતદાનને લઇ ભારે ઉત્સાહ જોવા મળ્યો. આણંદમાં રમેશ શાહ નામના દર્દીનું 48 કલાક અગાઉ બ્રેઈન હેમરેજનું ઑપરેશન થયું હવા છતાં તેઓ હોસ્પિટલથી વોટિંગ કરવા માટે મતદાન મથકે પહોંચ્યા હતા. મતદાન કર્યા બાદ તેમણે તમામ લોકોને મતદાન કરવાની અપીલ કરી હતી.
13:02 December 05
રાજેન્દ્ર ત્રિવેદીએ પરિવાર સાથે મતદાન કર્યું- આ ચૂંટણીમાં મોદી અને મતદાર જીતશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે, ત્યારે રાજેન્દ્ર ત્રિવેદીએ પરિવાર સાથે મતદાન કર્યું. વડોદરાના બાજવાડામાં આવેલ શ્રેય સાધક મંડળમાં તેઓએ મતદાન કર્યું હતું. આ તકે રાજેન્દ્ર ત્રિવેદી સાથે રાવપુરા બેઠકના ભાજપ ઉમેદવાર બાળુ શુક્લ પણ સાથે હાજર રહ્યા હતા. મતદાન કર્યા બાદ રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, મતદાન દરેક નાગરિકની પવિત્ર ફરજ છે. આ ચૂંટણીમાં ઉમેદવાર નહીં મોદી અને મતદાર જીતશે.
12:59 December 05
કોંગ્રેસના પ્રવક્તા અમિત નાયકે ફાટેલા કપડા સાથે વિરોધ સાથે મતદાન કર્યું
મોંઘવારી, બેરોજગારી અને મંદીના વિરોધ સાથે બાપુનગરમાં કોંગ્રેસના પ્રવક્તા અમિત નાયકે ફાટેલા કપડા સાથે મતદાન કર્યું હતું. ફાટેલા કપડાં પહેરીને હાથમાં તેલનો ડબ્બો તથા ગેસના બાટલા સાથે તેઓ મતદાન મથકે પહોંચ્યા હતા. ત્યારબાદ મતદાન મથકની અંદર ફાટેલા કપડાં પહેરીને જઈને વિરોધ સાથે મતદાન કર્યું હતું.
12:51 December 05
ખેડામાં EVMમાં ખામી સર્જાતા મતદારોની લાંબી લાઈનો લાગી, કેબિનેટપ્રધાને અર્જુનસિંહે વહેલી તકે મતદાન શરૂ કરાવવા અપીલ કરી
ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના કેસરા ગામના EVMમાં ખામી સર્જાતા મતદારોની લાંબી લાઈનો લાગી છે. EVMમાં ખામી સર્જાતા ગામ લોકોએ કેબિનેટ મંત્રી અર્જુનસિંહને ચૌહાણને જાણ કરી હતી.જે બાદ અર્જુનસિંહ ચૌહાણ તુરંત કેસરા ખાતે પહોંચ્યા હતા. તેઓએ પ્રિસાઇડિંગ ઓફિસરને વહેલી તકે મતદાન શરૂ કરાવવા અપીલ કરી હતી.
12:50 December 05
વડાપ્રધાનની માતા હીરાબાએ ગાંધીનગરના રાયસણ ખાતે કર્યું મતદાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાએ ગાંધીનગરના રાયસણની પ્રાથમિક શાળામાં મતદાન કર્યું છે. 100 વર્ષીય હીરાબા વ્હિલ ચેરમાં મત આપવા માટે આવ્યા હતા.
12:48 December 05
હાલોલમાં મતદાર કરનારને મળશે ખમણની એક ડિશ મફત, મતદારોનો ઉત્સાહ વધારવા સ્કીમ માર્કેટમાં મૂકી
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે હાલ બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે, ત્યારે પ્રથમ તબક્કામાં થયેલા ઓછા મતદાનને લઈ બીજા તબક્કામાં મતદાન અને મતદારોનો ઉત્સાહ વધારવા હાલોલના એક વેપારીએ અનોખી સ્કીમ માર્કેટમાં મૂકી છે. હાલોલના ખમણ હાઉસના માલિક દ્વારા મતદાનનું ચિન્હ બતાવી ખમણની એક ડિશ મફત આપવાની જાહેરાત કરવામાં છે. ખમણની આ ઓફરને લઈ મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મતદારો હોંશે હોંશે મતદાન કરેલ આંગળીનું ચિન્હ બતાવી ખમણ આરોગી રહ્યા છે. અત્યાર સુધી આ ઓફરનો અંદાજીત 600થી વધુ મતદારોએ લાભ લીધો છે.
12:40 December 05
AAP નેતા ઈસુદાન ગઢવીએ ઘુમામાં કર્યું મતદાન, લોકોને મતદાન કરવાની કરી અપીલ
AAP નેતા ઈસુદાન ગઢવીએ ઘુમામાં કર્યું મતદાન
AAP ના મુખ્યપ્રધાન પદનો ચહેરો છે ઈસુદાન ગઢવી
ઘુમામાં વિદ્યાસાગર હાઈસ્કૂલ ખાતે કર્યું મતદાન
લોકોને મતદાન કરવાની કરી અપીલ
ઈસુદાન બહાર નીકળ્યા ત્યારે જય શ્રી રામ અને મોદી મોદીના નારા લાગ્યા
12:34 December 05
દાહોદના ગરબાડામાં ભીલવા બૂથ પર ઇવીએમ મશીન ખોટકાયું, મતદારો અડધો કલાક સુધી લાઈનોમાં બેસી રહ્યા
દાહોદના ગરબાડા વિધાનસભાના ભીલવા બૂથ પર ઇવીએમ મશીન ખોટકાયું હતું. ઇવીએમ ખોટકાતાં મતદારો અડધો કલાક સુધી લાઈનોમાં બેસી રહ્યા હતા. ગરબાડા ચુંટણી અધિકારી, મામલતદાર અને ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા સહિતના ભિલવા ગામે આવેલ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે દોડી આવ્યા હતા. અધિકારીઓ દ્વારા ઇવીએમ મશીન ફરીથી શરૂ કરી અને મતદાન શરૂ કરવામાં આવ્યું હતું
11:43 December 05
મતદાન કર્યા બાદ પૂર્વ DyCM નીતિન પટેલનું નિવેદન- મહેસાણાની તમામ બેઠક પર ભાજપની જીત થશે
મહેસાણામાં પૂર્વ DyCM નીતિન પટેલે મતદાન કર્યા બાદ કહ્યું કે, મહેસાણાની તમામ બેઠક પર ભાજપની જીત થશે. અહીં કોંગ્રેસ અને AAPનું કોઈ અસ્તિત્વ નથી. રાજ્યમાં ભાજપની ભવ્ય જીત થશે અને સરકાર બનશે.
11:42 December 05
ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરનું નિવેદન- કોંગ્રેસને 125 સીટ મળશે
આજે વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. ત્યારે બીજા તબક્કાના મતદાનને લઈ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે. તેઓએ જણાવ્યું કે, લોકો મોટી સંખ્યામાં કોંગ્રેસ તરફી મતદાન કરશે. પ્રથમ અને બીજા તબક્કામાં કુલ મળીને કોંગ્રેસને 125 સીટ મળશે.
11:41 December 05
બહુચરાજી તાલુકાના બરીયફ ગામે ચૂંટણીનો બહિષ્કાર, પડતર માંગણી પૂરી ન થતા ગામના લોકો મતદાનથી અળગા રહ્યા
મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના બરીયફ ગામે ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. પડતર માંગણી પૂરી ન થતા ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. સવારથી બરીયફ ગામના લોકો મતદાનથી અળગા રહ્યા હતા.
11:41 December 05
ઓક્સિજન મશીન સાથે 72 વર્ષીય રાકેશ શાહ મતદાન કરવા પહોંચ્યાં
અમદાવાદના નારણપુરા ખાતે ઓક્સિજન મશીન સાથે 72 વર્ષીય રાકેશ શાહ મતદાન કરવા પહોંચ્યાં હતા. મતદાન બાદ તેઓએ અન્ય લોકોને અચૂક મતદાન કરવાની અપીલ કરી હતી.
11:28 December 05
લુણાવાડા ભાજપના ઉમેદવાર જીગ્નેશ સેવકે પોતાના પરિવાર સાથે કર્યું મતદાન
લુણાવાડા ભાજપના ઉમેદવાર જીગ્નેશ સેવકે કર્યુ મતદાન
જીગ્નેશ સેવકે પોતાના પરિવાર સાથે કર્યું મતદાન
ખાનપુરના ગાંગટા ગામે કર્યું મતદાન
11:27 December 05
ગોધરામાં વરરાજાએ કર્યુ મતદાન, તમામ મતદારોને મતદાન કરવા કરી અપીલ
ગોધરામાં વરરાજાએ શારદા મંદિર સ્કુલના મતદાન મથક ખાતે સાથે કર્યુ મતદાન
મતદાન કરી મતદાનની ફરજ પૂરી કરીને તમામ મતદારોને મતદાન કરવા કરી અપીલ
11:14 December 05
કોંગ્રેસના દાંતાના ઉમેદવાર કાંતિ ખરાડી પર હુમલા મામલે ચૂંટણી પંચે વધુ સુરક્ષા આપવાનો નિર્દેશ આપ્યો
કોંગ્રેસના દાંતાના ઉમેદવાર કાંતિ ખરાડી પર હુમલા મામલે થયેલી ફરિયાદ મામલે ચૂંટણી પંચે કાંતિ ખરાડીને વધુ સુરક્ષા આપવાનો નિર્દેશ આપ્યો છે. જે બાદ કાંતિ ખરાડીને વધારાની સુરક્ષા આપવામાં આવી છે.
10:58 December 05
વોટ્સએપ સ્ટેટ્સમાં EVMમાં મતદાન કરતો વીડિયો મુકતા આપના ઉમેદવાર સ્વેજલ વ્યાસ વિવાદમાં વિવાદ
વડોદરામાં સયાજીગંજ બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર સ્વેજલ વ્યાસ વિવાદમાં આવ્યા છે. સ્વેજલ વ્યાસે પોતાના વોટ્સએપ સ્ટેટ્સમાં EVMમાં મતદાન કરતો વીડિયો મુકતા વિવાદ સર્જાયો છે.
10:58 December 05
વાઘોડિયા બેઠક પર હોબાળો, અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાના મળતીયાઓ દ્વારા બૂથમાં બેસવા બાબતે ચકમક
વાઘોડિયા બેઠક પર અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાના મળતીયાઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. એજન્ટને પ્રિસાઇડિંગ ઓફિસરે બહાર કાઢી મુકતા બોલાચાલી થઈ હતી. ચૂંટણી એજન્ટ જનક પરમારને બૂથમાં બેસવા બાબતે ચકમક થઇ હતી. થોડી બોલાચાલી બાદ માહોલ ગરમાયો હતો. એજન્ટને બૂથમાં બેસવા દેતા મામલો ઠાળે પડ્યો હતો.
10:50 December 05
અમદાવાદના નારણપુરામાં કેન્દ્રીયપ્રધાન અમિત શાહે કર્યું મતદાન
અમદાવાદના નારણપુરામાં કેન્દ્રીયપ્રધાન અમિત શાહે કર્યું મતદાન
અમિત શાહે પરિવાર સાથે કર્યું મતદાન
કામેશ્વર મહાદેવ ખાતે કર્યા દર્શન
10:48 December 05
વિરમગામના ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલે કર્યું મતદાન, કહ્યું, 10 વર્ષ બાદ વિરમગામમાં ભાજપ જીતવા જઈ રહી છે.
વિરમગામના ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલે મતદાન કર્યા બાદ કહ્યું કે, લોકશાહીના મહાપર્વને મનાવવો જોઈએ. હું તમામ લોકોને અપીલ કરું છું કે મતદાન કરે. 10 વર્ષ બાદ વિરમગામમાં ભાજપ જીતવા જઈ રહી છે.
10:44 December 05
રાજ્યકક્ષાના આરોગ્ય પ્રધાન નિમીષા બેન સુથારે કર્યું મતદાન, એલિસબ્રિજના ભાજપના ઉમેદવાર અમિત શાહે મતદાન કર્યું
રાજ્યકક્ષાના આરોગ્ય પ્રધાન નિમીષા બેન સુથારે કર્યું મતદાન
એલિસબ્રિજના ભાજપના ઉમેદવાર અમિત શાહે પરિવાર સાથે મતદાન કર્યું
નડીયાદના ભાજપ ઉમેદવાર અને મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈએ મતદાન કર્યું
કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ દેદરડા ગામના સ્થાનિકો સાથે રહીને મતદાન કર્યું
10:37 December 05
કડીમાં પૂર્વ DYCM નીતિન પટેલે કર્યું મતદાન
કડીમાં પૂર્વ DYCM નીતિન પટેલે કર્યું મતદાન
મતદારોને મતદાન કરવા કરી અપીલ
10:35 December 05
હાલોલમાં વી.એમ.સ્કૂલમાં મતદાન મથકમાં ઈવીએમ ખોટકાયું, 25 મિનિટ સુધી મતદાન સ્થગિત રહ્યું
હાલોલમાં વી. એમ. સ્કૂલમાં મતદાન મથકમાં ઈવીએમ ખોટકાયું
રૂમ નંબર 15માં આવેલું 74 નંબરના બૂથમાં ઈવીએમ ખોટકાતાં 25 મિનિટ સુધી મતદાન સ્થગિત રહ્યું.
10:26 December 05
સવારે 10 વાગ્યા સુધીમાં 13% મતદાન, સૌથી વધુ ગાંધીનગરમાં 14% મતદાન, સૌથી ઓછુ અમદાવાદ જિલ્લામાં 11% મતદાન નોંધાયું
સવારે 10 વાગ્યા સુધીમાં 13% મતદાન નોંધાયું છે. સૌથી વધુ ગાંધીનગર જિલ્લામાં 14% મતદાન, સૌથી ઓછુ અમદાવાદ જિલ્લામાં 11% મતદાન નોંધાયું છે.
સૌથી વધુ ગાંધીનગર જિલ્લામાં 14
સૌથી ઓછુ અમદાવાદ જિલ્લામાં 11
બનાસકાંઠા જિલ્લામાં 13% મતદાન
પાટણ જિલ્લામાં 13% મતદાન
મહેસાણા જિલ્લામાં 13% મતદાન
સાબરકાંઠા જિલ્લામાં 13% મતદાન
અરવલ્લી જિલ્લામાં 13% મતદાન
ગાંધીનગર જિલ્લામાં 14% મતદાન
અમદાવાદ જિલ્લામાં 11% મતદાન
આણંદ જિલ્લામાં 13% મતદાન
ખેડા જિલ્લામાં 13% મતદાન
મહિસાગર જિલ્લામાં 11% મતદાન
પંચમહાલ જિલ્લામાં 12% મતદાન
દાહોદ જિલ્લામાં 12% મતદાન
વડોદરા જિલ્લામાં 13% મતદાન
છોટાઉદેપુર જિલ્લામાં 13% મતદાન
10:24 December 05
પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ મતદાન કર્યું, જગદીશ ઠાકોરે નરોડામાં કર્યું મતદાન
મહેમદાવાદમા વાંઠવાડી ખાતે અર્જુનસિંહ ચૌહાણે મતદાન કર્યું
માજી મંત્રી અને હાલોલના પૂર્વ ધારાસભ્ય અને ભાજપ ના ઉમેદવાર જયદ્રથસિંહ પરમારે કર્યું મતદાન
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે નરોડામાં કર્યું મતદાન
10:17 December 05
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલે કર્યું મતદાન, અમદાવાદના શીલજમાં કર્યું મતદાન
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલે કર્યું મતદાન
અમદાવાદના શીલજમાં કર્યું મતદાન
ઘાટલોડિયા વિધાનસભાના મતદાર છે આનંદીબહેન
10:01 December 05
મતદાન કર્યા પછી પીએમ મોદીએ લોકતંત્રના ઉત્સવમાં ગુજરાતની જનતાનો માન્યો આભાર
મતદાન કર્યા પછી પીએમ મોદીનું નિવેદન
લોકતંત્રના ઉત્સવમા ભાગ લેવા બદલ મતદારોને અભિનંદન પાઠવ્યા
ગુજરાતની જનતાનો માન્યો આભાર
09:57 December 05
અમદાવાદના શીલજમાં કર્યું મતદાન
વડાપ્રધાન મોદીએ તેમના મોટાભાઈ સોમાભાઈ મોદી સાથે કરી મુલાકાત
વડાપ્રધાન મોદીએ રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન કર્યું
રાણીપમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, મોટી સંખ્યામાં સમર્થકો ઉમટ્યાં
09:54 December 05
મધુ શ્રીવાસ્તવે મતદાન કર્યુ, કહ્યું- 300 કરોડનું કૌભાંડ ઝડપ્યું તેથી મારી ટિકિટ કપાઈ
વાઘોડિયાના વ્યારા ગામે અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવે મતદાન કર્યુ, મધુ શ્રીવાસ્તવે મતદાન કર્યા બાદ ભાજપ પર આક્ષેપ લગાવ્યા હતા. તેમણે કહ્યું કે 300 કરોડનું કૌભાંડ મેં ઝડપ્યું તેથી મારી ટિકિટ કપાઈ છે. ભાજપના સાંસદે મારી ટિકિટ કાપી છે.
09:47 December 05
મહીસાગર જિલ્લાના ખાનપુરના બાકોર ગામે EVM મશીન ખોટકાયું, મતદારોમાં રોષ
મહીસાગર જિલ્લાના ખાનપુરના બાકોર ગામે EVM મશીન ખોટકાયું છે, ખાનપુરના બાકોર ગામે બુથ 3માં EVM ખોટકાયું છે. જિલ્લા વહીવટી વિભાગ દ્વારા 2 વાર મશીન બદલવામાં આવ્યું છતાં મતદાન શરૂ ન થતા મતદારોમાં રોષ જોવા મળી રહ્યો છે.
09:30 December 05
શેહરામાં 4.43 ટકા મતદાન, કલોલમાં 5.21 ટકા મતદાન
9 વાગ્યા સુધીનું મતદાન
124- Shehra- 4.43%
125-Morva Hadaf- 4.19%
126-Godhra- 3.65%
127- Kalol- 5.21%
128- Halol- 2.93%
Panch Mahal- 4.06%
09:27 December 05
વડાપ્રધાન મોદીએ રાણીપ ખાતે કર્યું મતદાન, મોટી સંખ્યામાં સમર્થકો ઉમટ્યાં
વડાપ્રધાન મોદીએ રાણીપ ખાતે કર્યું મતદાન, મોટી સંખ્યામાં સમર્થકો ઉમટ્યાં
રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન કર્યું
રાણીપમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
મોટી સંખ્યામાં સમર્થકો ઉમટ્યાં
મતદાન કર્યા બાદ તેમના મોટાભાઈ સોમાભાઈ મોદીના ઘરે જશે
09:23 December 05
ગોધરાના 173 નમ્બર પર ઇવીએમ ખોટકાયું, અંદાજીત 15થી 20 મીનિટ સુધી મતદાન બંધ રહ્યું
ગોધરાના 173 નમ્બરના મતદાન મથક પર ઇવીએમ ખોટકાયું
મતદાન શરૂ થયાની મિનિટોમાં જ ઇવીએમ ખોટકાયું
અંદાજીત 15 થી 20 મીનિટ સુધી મતદાન બંધ રહ્યું
તાત્કાલિક ધોરણે સ્ટેન્ડ બાય મશીન બદલવામાં આવ્યું
09:19 December 05
CM ભૂપેન્દ્ર પટેલે શીલજ ખાતે કર્યું મતદાન
CM ભૂપેન્દ્ર પટેલે કર્યું મતદાન
શીલજ ખાતે કર્યું મતદાન
ઘાટલોડિયાના ઉમેદવાર છે CM ભૂપેન્દ્ર પટેલ
09:10 December 05
વડાપ્રધાન મોદી પહોંચ્યા રાણીપ, રાણીપની નિશાન સ્કૂલમાં થોડીવારમાં મતદાન કરશે
PM મોદી અમદાવાદના રાણીપ પહોંચ્યા
રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન કરશે PM
રાણીપમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
મતદાન કર્યા બાદ તેમના મોટાભાઈ સોમાભાઈ મોદીના ઘરે જશે
09:03 December 05
સાંસદ નરહરિ અમીન પરિવાર સાથે કર્યું મતદાન, મતાધિકારનો કર્યો ઉપયોગ
સાંસદ નરહરિ અમીન પરિવાર સાથે નારણપુરા અનુપમ સ્કૂલમાં મતદાન કરવા માટે ઉભા રહ્યા લાઇનમાં
મુખ્ય ચૂંટણી નિર્વાચન પી. ભારતીએ અધિકારીએ પરિવાર સાથે મતદાન કર્યું
નાયબ મુખ્ય ચૂંટણી અધિકારી કુલદીપ આર્યએ પણ કર્યું મતદાન
09:03 December 05
અમદાવાદમાં 92 વર્ષીય સિનિયર સીટીઝને કર્યું મતદાન
અમદાવાદમાં 92 વર્ષીય સિનિયર સીટીઝને કર્યું મતદાન
શીલજ પ્રાથમિક શાળામાં કર્યું મતદાન
અમરતબા પટેલે યુવાનોને મતદાનની કરી અપીલ
18 વર્ષની ઉમરથી અવિરત કરે છે મતાધિકારનો ઉપયોગ
08:58 December 05
મહિસાગરના બાલાસિનોર બેઠકના બીજેપી ઉમેદવારે કર્યું મતદાન
મહિસાગરના બાલાસિનોર બેઠકના બીજેપી ઉમેદવારે કર્યું મતદાન
બીજેપી ઉમેદવાર માનસિંહ ચોહાણે કર્યું મતદાન
કાલોલ વિધાનસભા ભાજપના ઉમેદવાર ફતેસિંહ ચૌહાણે કર્યુ મતદાન
ગોધરાના ભાજપના ઉમેદવાર સી.કે.રાઉલજી પરિવાર સાથે કર્યું મતદાન
સાબરકાંઠાના ઈડરમાં ભાજપના ઉમેદવાર રમણ વોરાએ મતદાન કર્યું
08:42 December 05
વડાપ્રધાન મોદી રાજભવનથી રવાના, રાણીપની નિશાન સ્કૂલમાં 9 વાગે કરશે મતદાન
PM મોદી અમદાવાદના રાણીપમાં કરશે મતદાન
રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન કરશે PM
વડાપ્રધાન મોદી રાજભવનથી રવાના
મતદાન કર્યા બાદ તેમના મોટાભાઈ સોમાભાઈ મોદીના ઘરે જશે
08:42 December 05
કેન્દ્રીયપ્રધાન અમિત શાહ નારણપુરામાં, CM ભૂપેન્દ્ર પટેલ શીલજમાં કરશે મતદાન
અમિત શાહ નારણપુરામાં કરશે મતદાન
CM ભૂપેન્દ્ર પટેલ શીલજમાં કરશે મતદાન
આનંદીબેન પટેલ અમદાવાદમાં કરશે મતદાન
કોંગ્રેસ પ્ર.અધ્યક્ષ જગદીશ ઠાકોર કરશે મતદાન
10.00 વાગે નરોડામાં મતદાન કરશે જગદીશ ઠાકોર
કોંગ્રેસ સાંસદ શક્તિસિંહ ગોહિલ ગાંધીનગરમાં કરશે મતદાન
પૂર્વ DyCM નીતિન પટેલ કડીમાં કરશે મતદાન
08:38 December 05
હાર્દિક પટેલે ભાજપને મત આપવા વિરમગામની જનતાને કરી અપીલ-ભાજપે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખી છે
ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલે દરેકને મતદાન કરવા અપીલ કરી હતી. ભાજપે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખી છે અને ગુજરાતના વિકાસ માટે કામ કર્યું છે. હું ઈચ્છું છું કે તમામ ગુજરાતીઓ ભાજપને મત આપે. ચૂંટણી એ લોકશાહીની સુંદરતા હોવાથી આપણે મતદાન કરવાની શક્તિનો ઉપયોગ કરવો જોઈએ.
08:31 December 05
હાર્દિક પટેલના પત્નીનો ચૂંટણીમાં જીતનો દાવો, વિરમગામના લોકો વિકાસને પસંદ કરશે
બીજા તબક્કાના મતદાન પહેલા હાર્દિક પટેલના પત્નીએ જીતનો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસના શાસનથી લોકો કંટાળ્યા છે. 8 ડિસેમ્બરે હાર્દિકની જીત નક્કી છે. વિરમગામના લોકો વિકાસને પસંદ કરશે. વિરમગામમાં પોસ્ટર કોને લગાવ્યા ખબર નથી.
08:30 December 05
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને લોકોને મતદાન કરવાની અપીલ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને લોકોને મતદાન કરવાની અપીલ કરી છે. તેમણે જણાવ્યું છે કે, 'ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનમાં સૌ નાગરિકોને, ખાસ કરીને યુવા તેમજ મહિલા મતદારોને, અચૂક મતદાન કરવા માટે અનુરોધ કરું છું.'
08:30 December 05
દેશના કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ટ્વીટ કરીને ગુજરાતની જનતાને મતદાન માટે કરી અપીલ
દેશના કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ટ્વિટ કરીને જણાવ્યું છે કે, 'ગુજરાતમાં આજે બીજા અને છેલ્લા તબક્કાનું મતદાન છે. આ તબક્કાના તમામ મતદારોને, ખાસ કરીને યુવાનોને અપીલ કરું છું કે ગુજરાતમાં શાંતિ અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરતી સરકારને પ્રચંડ બહુમતી સાથે વિજયી બનાવવા વિક્રમજનક સંખ્યામાં મતદાન કરીએ. તમારા એક મતમાં ગુજરાતનું સુવર્ણ ભવિષ્ય સમાયેલું છે.'
08:26 December 05
વડાપ્રધાન મોદી રાજભવનથી રવાના, થોડી વારમાં કરશે મતદાન
વડાપ્રધાન મોદી રાજભવનથી રવાના
થોડી વારમાં કરશે મતદાન
07:47 December 05
ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન શરૂ, 2.51 કરોડ મતદારો કરશે મતાધિકારનો ઉપયોગ
ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન શરૂ
2.51 કરોડ મતદારો કરશે મતાધિકારનો ઉપયોગ
મધ્ય ગુજરાતના 61 અને ઉત્તર ગુજરાતના 32 બેઠકો પર ચૂંટણી જંગ
કુલ 93 બેઠકો પર 833 ઉમેદવારો મેદાને
06:49 December 05
આજે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં મતદાન, 2.51 કરોડ મતદારો કરશે મતાધિકારનો ઉપયોગ
2,51,58,730 મતદારો કરશે મતદાન
1,29,26,501 પુરુષ મતદારો મતદાન કરશે
1,22,31,335 મહિલા મતદારો મતદાન કરશે
18,271 સેવા મતદારો મતદાન કરશે
894 થર્ડ જેન્ડર મતદારો મતદાન કરશે
660 વિદેશી મતદારો મતદાન કરશે
ઘાટલોડિયામાં સૌથી વધુ 4,28,542 મતદાર
14,975 મતદાન સ્થળો પર મતદાન
2,904 શહેરી વિસ્તારના મતદાન સ્થળો
12,071 ગ્રામ્ય વિસ્તારના મતદાન સ્થળો
26,409 મતદાન મથકો પર મતદાન
8,533 શહેરી વિસ્તારના મતદાન મથકો
17,876 ગ્રામ્ય વિસ્તારના મતદાન મથકો
37,432 બેલેટ યુનિટનો ઉપયોગ
36,157 કંટ્રોલ યુનિટનો ઉપયોગ
40,066 VVPAT મશીનનો ઉપયોગ
1,13,325 કર્મચારી-અધિકારીઓ ફરજ પર
29,062 પ્રિસાઈડિંગ ઓફિસર ફરજ પર
84,263 પોલિંગ ઓફિસર ફરજ પર
અન્ય રાજયના 15 IPS ફરજ પર
કુલ1,45,248 ગુજરાત પોલીસ જવાનો ફરજ પર
51,674 હોમગાર્ડ જવાનો ફરજ પર
15,000 ITBP, RAF ફરજ પર
32,000 CAPF જવાનો ફરજ પર
10,000 BSF જવાનો ફરજ પર
CRPFના 15,000 જવાનો ફરજ પર
16,282 SRP જવાનો ફરજ પર
06:31 December 05
દાંતાના કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય કાંતિ ખરાડી પર હુમલો, કલાકોની શોધખોળ બાદ થયો સંપર્ક
દાંતાના કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય કાંતિ ખરાડી પર હુમલો
અસામાજિક તત્વો દ્વારા જીવલેણ હુમલો, 7થી 8 જેટલા લોકો ઈજાગ્રસ્ત
કાંતિ ખરાડીની ગાડીને આંતરી હુમલો કરાતા ગાડીએ પલટી મારી
હુમલાની ઘટનાના 4 કલાક બાદ કાંતિ ખરાડીનો સંપર્ક થયો
કાંતિ ખરાડી પર હુમલો થતાં નાસીને જંગલમાં સંતાઈ ગયા હતા
દાતા તાલુકાના સાંઢુસી ગામ પાસેથી પોલીસે કાંતિ ખરાડીને બહાર નીકાળ્યા
કાંતિ ખરાડીએ ભાજપના ઉમેદવાર લાઘુ પારગી પર હુમલાનો લગાવ્યો આરોપ
06:11 December 05
આજે ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન, 833 ઉમેદવારોના ભાવિનો થશે ફેંસલો
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં 93 બેઠકો માટે આજે મતદાન થવાનું છે. કુલ ઉમેદવાર 833 છે. જેમાંથી 69 મહિલાઓ પણ ચૂંટણી જંગમાં ઉતરી છે. જેમાં 14 જિલ્લાઓનો સમાવેશ થાય છે. બીજા તબક્કામાં મુખ્યપ્રધાન, 8 મંત્રી અને 60 સિટીંગ ધારાસભ્યો સહિત ભાજપ, કોંગ્રેસ-NCP અને આપના 279 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ થશે.