સાબરકાંઠામાં તલોદના આંત્રોલીમાં તલાટી કમ મંત્રી લાંચ લેતા ઝડપાયા હતા. તલોદ તાલુકાના આત્રોલી દોલજીવાસ ગ્રામ પંચાયત તલાટી પટેલ ગેમરભાઇ કરસનભાઈ લાંચ લેતા રંગીયા ઝડપાયા હતા. તલોદ તાલુકાના વાવડી ચોકડી પાસે 50,000ની લાંચ લેવા જતા સાબરકાંઠા એસીબીએ ઝડપ્યા હતા.
સાબરકાંઠામાં તલોદના આંત્રોલીમાં તલાટી કમ મંત્રી લાંચ 50,000ની લાંચ લેવા જતાં ઝડપાયા
22:10 January 03
સાબરકાંઠામાં તલોદના આંત્રોલીમાં તલાટી કમ મંત્રી લાંચ 50,000ની લાંચ લેવા જતાં ઝડપાયા
20:51 January 03
ઉતરાણના તહેવાર સામે સુરત પોલીસ દ્વારા સૌથી મોટી કાર્યવાહી
સુરત:ઉતરાણના તહેવાર સામે સુરત પોલીસ દ્વારા સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સુરતમાં ઓનલાઇન ચાઈનીઝ દોરી વેચતા શખ્સો ઝડપાયા હતા. સુરત ઝોન 2 પોલીસની મદદથી સરથાણામાં 10 ચાઈનીઝ ફીરકી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વાઇલ્ડ લાઇફ ક્રાઇમ કન્ટ્રોલ બ્યુરો ( ન્યૂ દિલ્હી ) અને પ્રયાસ જીવદયા મદદથી ઓપરેશન પાર પાડ્યું હતું. પોલીસ દ્વારા અલગ અલગ ત્રણ ગુના નોંધી તપાસ શરૂ કરી છે.
20:17 January 03
આવતીકાલે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે
આવતીકાલે ગાંધીનગર ખાતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે. સવારે 10 કલાકે કેબિનેટની બેઠક મળશે. બજેટની તૈયારીઓની ચર્ચા કરાશે. કોરોનાના કેસ તથા વેક્સિનેશનને લઈને સમીક્ષા કરવામાં આવશે.
20:13 January 03
ભચાઉમાં પિતાને માર માર્યાની અદાવતમાં યુવકને મોતને ઘાટ ઉતારી દીધો
કચ્છ:ભચાઉના મોટી ચીરઈની લાલસન પ્લાયવુડમાં હત્યાનો બનાવ બન્યો છે. બે વર્ષ અગાઉ પિતાને માર માર્યાની અદાવતમાં બે પુત્રોએ યુવકને ઢોર માર મારી મોતને ઘાટ ઉતારી દીધો છે.“મેરે પિતાજી કો ક્યું મારા થા?' કહીને બબલુ અને ડબલુ દિનાનાથ પર તૂટી પડ્યાં હતા. મૃતકના કાકા ગામા રાયે બબલુ અને ડબલુ વિરુધ્ધ ભચાઉ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
19:22 January 03
ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક 16 અને 17 જાન્યુઆરીએ મળશે
16 અને 17 જાન્યુઆરીએ ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક મળશે. જેમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને પાર્ટીની રણનીતિ પર ચર્ચા થવાની સંભાવના છે. પાર્ટી અધ્યક્ષ તરીકે જેપી નડ્ડાનો ત્રણ વર્ષનો કાર્યકાળ મહિનાના અંતમાં સમાપ્ત થવાનો છે. જેને લઈને ચર્ચા થઈ શકે છે.
18:42 January 03
કરોડો રૂપિયાની ઓઇલ ચોરી કરતા આંતરરાજ્ય શખ્સની સુરત પોલીસે ધરપકડ કરી
સુરત: કરોડો રૂપિયાની ઓઇલ ચોરી કરતા આતર રાજ્ય શખ્સની સુરત પોલીસે ધરપકડ કરી છે. ગુજરાત એટીએસએ ગુજસીટોક ગુનો દાખલ કરી વોન્ટેડ જાહેર કરી તપાસ શરૂ કરી હતી. 400 કરોડ ઓઇલ ચોરી કરનાર સંદીપ ગુપ્તાની પોલીસે કલકત્તાથી ધરપકડ કરી છે. આરોપી 1 બે કિલોમીટર અંતરમાં લાઇન પંચર પાડી ઓઇલની ચોરી કરતા હતા.
18:41 January 03
સુરતમાં રાંદેર ઝોનનો વર્ગ 3નો કર્મચારી રૂપિયા 8 હજારની લાંચ લેતા ઝડપાયો
સુરતમાં રાંદેર ઝોનનો વર્ગ 3નો કર્મચારી રૂપિયા 8 હજારની લાંચ લેતા ઝડપાયો હતો. મિલકતની આકરણીની કાર્યવહુ કરવાના અવેજ પેટે લાંચ માંગી હતી. જે મામલે એસીબીએ રાંદેર ગણેશ મંદિર પાસે નિલેશ ગામીતને ઝડપી પાડ્યો હતો.
18:38 January 03
શેત્રુંજય પર્વત વિવાદ મામલે ટાસ્ક ફોર્સની રચના કરાશે - હર્ષ સંધવી
શેત્રુંજય પર્વત વિવાદ પર ગૃહપ્રધાને જણાવ્યું છે કે પાલિતાણા એ માત્ર ગુજરાતમાં વસતા ગુજરાતીઓનું નથી સમસ્ત દુનિયાના લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે. તમામ પ્રશ્નોમાં વિચારણા કર્યા બાદ મુખ્યપ્રધાને નિર્ણય લીધો છે કે એક ટાસ્ક ફોર્સ બનાવીને મહત્વના કામો માટે પગલાં લેવાશે. કોઈ પણ ધર્મ સ્થાન માટે સરકાર ગંભીર છે. શેત્રુંજય પર્વત પર પોલીસ ચોકી બનાવવામાં આવશે. જે માટે સરકારે ટાસ્ક ફોર્સની રચના કરવાનો નિર્ણય લીધો છે. ટાસ્ક ફોર્સમાં મહેસુલ, ફોરેસ્ટ, અને પોલીસ વિભાગના અધિકારીઓ રહેશે. જેની જાહેરાત કાલે કરવામાં આવશે.
18:28 January 03
ગુજરાતમાં વિદેશી દારુ સપ્લાઈ કરવાનું આંતરરાજ્ય નેટવર્ક ચલાવનાર કુખ્યાત બુટલેગરની ધરપકડ
ગુજરાતમાં વિદેશી દારુ સપ્લાઈ કરવાનું આંતરરાજ્ય નેટવર્ક ચલાવનાર કુખ્યાત બુટલેગરને સુરત ગ્રામ્ય એલ. સી. બી પોલીસે ઝડપી પાડ્યો છે. રાજુ સોની સમગ્ર દક્ષિણ ગુજરાતમાં દારૂ સપ્લાઈ કરતો હતો. સુરત જિલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશનની હદમાં પકડાયેલ દારૂમાં રાજુ સોનીનું નામ ખુલ્યું હતું. સુરત ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી સામે દક્ષિણ ગુજરાતના 28 પ્રોહિબીશનના ગુના નોંધાયેલા છે.
18:22 January 03
વડોદરાના વાઘોડિયામાં ખાનગી દોરા બનાવતી કંપનીમાં આગ
વડોદરાના વાઘોડિયામાં ખાનગી દોરા બનાવતી કંપનીમાં આગ લાગી. હાલમાં ફાયરની 2 ગાડી ઘટના સ્થળે છે. અન્ય ફાયરની ટીમોને બોલાવવામાં આવી.
18:16 January 03
વડોદરામાં ચાઇનીઝ દોરીના કારણે વધુ એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો.
વડોદરાજિલ્લામાં ચાઇનીઝ દોરીના કારણે વધુ એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. રણોલીમાં રહેતા આધેડનું ચાઇનીઝ દોરીથી ગળું કપાતા કરૂણ મોત નીપજ્યું હતું. બે દિવસ પહેલા નવાપુરામાં પણ ચાઇનીઝ દોરીનાં કારણે હોકી પ્લેયરનું મોત થયું હતું.
18:14 January 03
ખેડા જીલ્લાની એક દિકરીએ એક જ પગ હોવા છતાં ‘ડિસ્ક થ્રો અને શોટ પુટ’માં સાદીકાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું
ખેડા જીલ્લાની એક દિકરીએ એક જ પગ હોવા છતાં ખેલ મહાકુંભ અને અન્ય રમતોમાં જીત મેળવી છે. 54મી ગુજરાત સ્ટેટ પેરાએથ્લિટ 2022-23માં ‘ડિસ્ક થ્રો અને શોટ પુટ’માં સાદીકાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. અકસ્માતમાં એક પગ ગુમાવી ચૂકેલી 24 વર્ષની સાદીકા મીર એક કે બે નહીં પણ પૂરા 12 ગોલ્ડ મેડલ મેળવી ચુકી છે. 'ધી સોસાયટી ફોર ફિઝિકલી હેન્ડિકેપ્ડ ઓફ ધી ખેડા ડિસ્ટ્રીકટ'એ સાદીકાની રમતને નિખાર આપ્યો હતો.
18:09 January 03
સુરતમાં અમરોલી ટ્રીપલ મર્ડર મામલે પોલીસે માત્ર 9 દિવસમાં કોર્ટમાં ચાર્જસીટ ફાઇલ કરી
સુરતમાં અમરોલી ટ્રીપલ મર્ડર મામલે પોલીસે માત્ર 9 દિવસમાં કોર્ટમાં ચાર્જસીટ ફાઇલ કરી છે. 45 પાનાની ચાર્જશીટ ફાઇલ કરી છે. ગૃહ પ્રધાનના આદેશ બાદ મર્ડર કેસમાં પોલીસ દ્વારા ઝડપી કાર્યવાહી કરવામાં આવી છે.
16:19 January 03
રાજકોટમાં ફરી સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા દરોડા, દારૂનો મોટો જથ્થો ઝડપાયો
રાજકોટમાંફરી સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. હિરાસર એરપોર્ટ નજીક GIDC વિસ્તારમાંથી દારૂનો મોટો જથ્થો ઝડપાયો હતો. SMC દ્વારા દારૂના જથ્થાની ગણતરી શરૂ કરવામાં આવી હતી.
15:59 January 03
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ માઉન્ટ આબુની બે દિવસીય મુલાકાતે, આજે સાંજે 4.25 કલાકે પહોંચશે આબુ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ માઉન્ટ આબુની બે દિવસીય મુલાકાતે છે. રાષ્ટ્રપતિ આજે સાંજે 4.25 કલાકે આબુ રોડની માનપુર એરસ્ટ્રીપ પહોંચશે. રાષ્ટ્રપતિના પ્રવાસને લઈ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જિલ્લા કલેકટર ડો.ભવરલાલ, એસપી મમતા ગુપ્તા સતત મોનીટરીંગ કરી રહ્યા છે. રાત્રિ રોકાણ જ્ઞાનસરોવરમાં થશે.
15:45 January 03
રક્ષાપ્રધાન રાજનાથસિંહનો અરૂણાચલમાં હુંકાર, જો ભારત સાથે યુદ્ધ કર્યું તો જડબાતોડ જવાબ આપશે
રક્ષાપ્રધાન રાજનાથસિંહ અરૂણાચલ પહોંચ્યા છે. કડક શબ્દોમાં ચીનને ચેતવણી આપી છે કે જો ભારત સાથે યુદ્ધ કર્યું તો જડબાતોડ જવાબ આપશે.
15:28 January 03
પાલીતાણા શૈત્રુંજયમાં મામલે જૈન સમાજના વિરોધને લઈને આગામી સમયમાં થઈ શકે છે SITની રચના - સુત્ર
જૈન સમાજનો રોષ ચરમસીમા પર જોવા મળી રહ્યો છે. એક બાદ એક શહેરોમાં જૈન સમાજ રેલી સ્વરૂપે પોતાનો રોષ પ્રગટ કરી અને સરકાર સમક્ષ પોતાની માગ સ્વીકારવા માંગ કરી રહ્યું છે. ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે આ અંગે ચર્ચા પણ કરવામાં આવી છે. જૈન સમાજના આ પ્રશ્નનો ઉકેલ કરવા માટે સરકાર આગામી સમયમાં એસઆઈટીની રચના કરશે તેવી આધારભૂત સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે.
14:51 January 03
દિલ્હી કંઝાવાલા કેસમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો સામે, યુવતીના ગુપ્ત ભાગે ઈજાના કોઈ નિશાન નથી, ઢસડાવાને કારણે મોત
કંઝાવાલા હિટ એન્ડ રન કેસમાં દિલ્હી પોલીસે નવો ઘટસ્ફોટ કર્યો છે. તપાસમાં જાણવા મળ્યું કે મૃતક યુવતી સાથે સ્કૂટી પર તેની બહેનપણી પણ હતી. ટક્કર પછી યુવતી કાર નીચે ફસાઈ ગઈ અને તેને 12KM સુધી ઢસડવામાં આવી. અકસ્માત બાદ સ્કૂટી પર બેઠેલી બીજી યુવતી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગઈ હતી. તેને પણ નાની-મોટી ઈજાઓ થઈ છે. પોલીસ આજે તેનું નિવેદન નોંધશે.બીજી તરફ પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે યુવતીના ગુપ્ત ભાગે ઈજાના કોઈ નિશાન નથી.
14:48 January 03
સુરતમાં NRI યુવકે 7મા માળેથી કૂદી આત્મહત્યા કરી
સુરતમાં સિટીલાઈટના આર્જવ એપાર્ટમેન્ટમાં NRI યુવકે 7મા માળેથી કૂદી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. સગાસંબંધીની સામે જ કૂદી જઈ આત્મહત્યા કરી લીધી હતી. મૃતક યુવક પાંચ દિવસ પહેલા જ પુણેથી સુરત આવ્યો હતો. માનસિક બીમારીના તણાવમાં આવી આ પગલું ભર્યું હોવાનું પોલીસના પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ઉમરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
14:11 January 03
ચાઈનીઝ અને નાયલોન દોરીના વેચાણ પર પ્રતિબંધ હોય એવું જાહેરનામું નહી પ્રતિબંધ હોવો જોઈએ: હાઇકોર્ટ
અમદાવાદ:ચાઈનીઝ દોરી, તુકકલ પર પ્રતિબંધના અમલવારીને લઈને હાઇકોર્ટે સરકાર પાસે રિપોર્ટ માંગ્યો. સરકાર કઈ રીતે તેનો અમલ કરાવી રહી હોવા અંગે હાઇકોર્ટ રિપોર્ટ માંગ્યો છે. બે દિવસમાં સોગંદનામાં પર જવાબ રજૂ કરવા સરકારને આદેશ આપવામાં આવ્યો. હાઇકોર્ટએ કહ્યું કે, ઘાતક દોરીના કારણે નાગરિકોનું મૃત્યુ થાય કે ઈજા થાય તે ચલાવી શકાય નહીં. હાઇકોર્ટનો હુકમ છે કે, ચાઈનીઝ દોરી અને નાયલોન દોરીના વેચાણ પર પ્રતિબંધ હોય એવું જાહેરનામું જરૂરી નથી પ્રતિબંધ હોવો જોઈએ.
13:58 January 03
અડાજણ પોલીસે CCTVના આધારે માતા-પિતાની કરી ધરપકડ
સુરત:કેબલ બ્રિજ પર બાળકને ત્યજી માતા-પિતા રેલવે સ્ટેશન તરફ ફરાર થઈ ગયા હતા. બાળકને ત્યજી દેનાર માતા-પિતાની અડાજણ પોલીસે CCTVના આધારે ધરપકડ કરી છે.
13:49 January 03
6 વર્ષીય બાળકી અપહરણ કેસમાં બાળકી હેમખેમ મળી આવી
સુરત: 6 વર્ષીય બાળકી અપહરણ કેસમાં સુરત રેલવે પોલીસે કડોદરા વિસ્તાર માંથી એક મહિલા અને પુરુષની ધરપકડ કરી. બાળકી હેમખેમ મળી આવી.
13:42 January 03
સિંહે નગરપાલિકા હસ્તક ગૌશાળામાં ઘુસી 6 ગાયોને મારી નાખી
પોરબંદર:પોરબંદરના ઓડદર ગામે સિંહે 6 ગાયોનું મારણ કર્યું. લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ગઈકાલે રાત્રે સિંહે નગરપાલિકા હસ્તક ગૌશાળામાં ઘુસી મારણ કર્યું. આ ઘટનાને લઇ ગ્રામજનોમાં પણ રોષ વ્યાપી ગયો છે. વન વિભાગની બેદરકારી સામે આવી છે. વન વિભાગ દ્વારા કોઈ તકેદારીના પગલાં લેવામાં ન આવતા લોકોએ રોષ વ્યક્ત કર્યો. ગૌશાળાની આસપાસ ફેન્સીંગ મૂકવામાં આવે અને ગાયોની સુરક્ષા વધારવામાં આવે તેવી લોકોએ માંગ કરી છે.
13:35 January 03
કર્મચારીઓ સમયસર ન આવતા RMCના આરોગ્ય અધિકારીએ ફટકારી નોટિસ
રાજકોટ:રાજકોટ મનપાની આરોગ્ય શાખાના કર્મચારીઓને નોટિસ ફટકારવામાં આવી છે. કર્મચારીઓ સમયસર ન આવતા RMCના આરોગ્ય અધિકારી ડો. વાંકાણીએ નોટિસ ફટકારી. ફૂડ બ્રાન્ચ,જન્મ મરણ નોંધણી વિભાગમાં તેમણે ચેકીંગ કર્યું હતું.
12:57 January 03
જિલ્લાભરમાં ઘઉંનું એક લાખ છાસઠ હાજર એકરમાં વાવેતર કરાયું
અમરેલી: અમરેલી જિલ્લામાં શિયાળાની મોસમમાં રવી પાકનું વાવેતર કરાયું છે. ખેડૂત દ્વારા મોટા પાયે ઘઉં પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. જિલ્લાભરમાં ઘઉંનું એક લાખ છાસઠ હાજર એકરમાં વાવેતર કરાયું. ઘઉંના વાવેતરનો પાક સારો જોવા મળી રહ્યો છે, ત્યારે તેના સારાં ભાવ મળે તેવી ખેડૂતોમાં આશા છે.
12:43 January 03
સાબરકાંઠામાં કાર બેકાબૂ થતા ફ્રૂટનાં કચર ઘણ થઈ ગયા
સાબરકાંઠા: ઈડર તિરંગા સર્કલ ખાતે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા કાર બેકાબૂ થઈ છે. કાર ચાલકે બજારના તિરંગા સર્કલ પોલીસ ચોકીની સાઈડમાં ટ્રાફીકમાં સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો. સવારના સમયે કાર ચાલકે બેકાબૂ બનેલી કારે ફ્રૂટની લારીઓને અડફેટે લેતાં ફ્રૂટનાં કચર ઘણ થઈ ગયા છે. ઈડર શહેર માંથી પસાર થતાં હાઈવે રોડ પર આ અકસ્માત સર્જાયો હતો. ટ્રાફિક જામને હળવો કરવામાં ઈડર પોલીસ નિષ્ક્રિય બની છે.
12:33 January 03
એક દીપડો પાંજરે પુરાયો છતા હજી પણ દીપડાનાં આંટાફેરા યથાવત
સુરત: માંડવીના બૌઘાન ગામે દીપડો પાંજરે પુરાયો. 15 દિવસ પહેલા પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. સ્થાનિકોએ રાહતનો શ્વાસ અનુભવ્યો. હજી પણ દીપડાનાં આંટાફેરા યથાવત છે. દિવસે ખેતરોમાં કામ કરતા ખેડૂતોમાં પણ ભય જોવા મળ્યો છે.
12:23 January 03
રાજકોટ વડિયા રૂટની એસટી બસ રોકી કરવામાં આવ્યો હલ્લાબોલ
અમરેલી:અમરેલીના વડીયાના દેવળકીગામે ST બસની અનિયમિતતાથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રોષ ફેલાયો છે. ગત મોડી રાત્રે દેવળકી ગામે રાજકોટ વડિયા રૂટની એસટી બસ રોકી હલ્લાબોલ કર્યો. અવાર-નવાર રાજકોટ વડિયા એસટી બસના રૂટ કેન્સલ થતા બસને રોકી હલ્લાબોલ કર્યો. ST બસના મહિનામાં 20 દિવસ રૂટ કેન્સલ થતા હોવાથી વિદ્યાર્થી અને વાલીઓમાં રોષ જોવા મળ્યો. ST બસના રૂટ વારંવાર કેન્સલ થતા વિદ્યાર્થીઓ અને રત્ન કલાકારો રઝળી પડતા રોષ જોવા મળ્યો. રેગ્યુલર ST બસનો રૂટ દેવળકી ગામે શરૂ રાખવા સરકારને રજુઆત કરવામાં આવી.
12:16 January 03
ઝેરી કેમિકલ વેસ્ટ ડમ્પિંગ સાઇટથી આસપાસના વિસ્તારમાં ખુબ જ દુર્ગંધ અને પર્યાવરણને નુકશાન થાય
મહીસાગર: મહીસાગરના બાલાસિનોરના જમિયતપુરા સીમમાં ઝેરી કેમિકલ વેસ્ટ ડમ્પિંગ સાઇટ કાયમી ધોરણે બંધ કરવા મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલને રજૂઆત કરવામાં આવી છે. બાયડ તાલુકાના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા દ્વારા રજૂઆત રુબરુ લેટરથી કરવામાં આવી. આ સાઈટથી આસપાસના વિસ્તારમાં ખુબ જ દુર્ગંધ અને પર્યાવરણને નુકશાન થાય છે. ખેડૂતો તેમજ પશુપાલકોને ઘાસ ચારો લેવા જવામાં તેમજ શ્વાસોશ્વાસ લેવામાં ખુબ જ મુશ્કેલી અને આંખોમાં બળતરા, ગભરામણ થવાની પણ ફરિયાદ છે.
09:10 January 03
જૈન સમાજ દ્વારા ભવ્ય મૌન રેલીમાં 15,000થી પણ વધારે લોકો જોડાયા
સુરત: પાલિતાણાના શેત્રુંજય મહાતીર્થ બચાવવાની માગ સાથે જૈન સમાજની ઠેર ઠેર રેલી યોજાઈ રહી છે, ત્યારે સુરતમાં સમસ્થ જૈન સમાજ દ્વારા ભવ્ય મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ભવ્ય મૌન રેલી કરવા પાછળનું કારણ 2 ઓગસ્ટ 2019ના રોજ ભારત સરકાર દ્વારા સકલ જૈન સમાજનો પવિત્ર તીર્થ સ્થાન શ્રી સંમ્મેદ શિખરજીને તીર્થસ્થાનથી હટાવીને ઇકો ટુરીઝમ સ્થળ જાહેર કરવામાં આવ્યું હતું. આ જાહેરાતથી સમગ્ર જૈન સમાજની આસ્થાને ઠેસ પોહચી છે. જેથી આ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
08:19 January 03
જૈન સમાજની ઠેર ઠેર રેલી યોજાતા સરકારે સ્પેશિયલ પોલીસ ટીમ તૈનાત કરી
પાલિતાણા: સુરત, અમદાવાદ, રાજકોટ સહિતના શહેરોમાં જૈન સમાજ દ્વારા પ્રદર્શન યોજવામાં આવી રહ્યા છે. ત્યારે વધતા આક્રોશને પગલે પાલીતાણા ગિરિરાજ શેત્રુંજયની સુરક્ષા માટે, સરકારે સ્પેશિયલ પોલીસ ટીમ બનાવાઈ છે. શેત્રુંજય પર્વતની સુરક્ષા માટે તળેટી ખાતે સ્પેશિયલ ટીમ તૈનાત કરવામાં આવી છે. જેમાં 1 PSI, 2 ASI, 3 હેડ કોન્સ્ટેબલ, 12 કોન્સ્ટેબલ રહેશે, તો સાથે ટ્રાફિક નિયમન માટે 5 ટ્રાફિક પોલીસ, 5 મહિલા હોમગાર્ડ્સ, અને 8 TRB જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. ઉપરાંત સ્પેશિયલ ટીમ DYSP કક્ષાના અધિકારીની સીધી દેખરેખમાં રહેશે. આ ટીમ પાલીતાણા પર્વતની સુરક્ષા સાથે તળેટી ખાતે દબાણ, માલસામાનની સલામતી અને ટ્રાફિકનું નિયમન કરશે.
07:11 January 03
16 લાખથી વધુ વિદ્યાર્થીઓ આપશે GSEB પરિક્ષા
અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા યોજવાની છે.આ પરીક્ષા માટેનો કાર્યક્રમ જાહેર થયો છે.14 માર્ચથી બોર્ડની પરીક્ષા શરૂ થશે. ધોરણ 10ની પરીક્ષા 14 માર્ચથી 28 માર્ચ સુધી ચાલશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 14 માર્ચથી 29 માર્ચ સુધી ચાલશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 14 થી 25 માર્ચ સુધી ચાલશે. કુલ 16 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
06:19 January 03
રક્ષાપ્રધાન રાજનાથસિંહનો અરૂણાચલમાં હુંકાર, જો ભારત સાથે યુદ્ધ કર્યું તો જડબાતોડ જવાબ આપશે
અમદાવાદ: 31 ડિસેમ્બરની રાતે એક યુવકને કેટલાક યુવકોએ ભેગા મળીને ઢોરમાર માર્યો હતો. આ સમગ્ર ઘટનાના CCTV વીડિયો સામે આવતા પોલીસે તપાસ હાથ ધરતા એક પછી એક રાજ ખુલવા માંડ્યા હતા. જેમાં યુવતીના પિતરાઈ ભાઈને તેના પ્રેમ પ્રકરણની જાણ થતા પ્રેમીને સબક શીખવાડવા માર મારવામાં આવ્યો છે. 50 હજારમાં પ્રેમી યુવકને માર મારવાની સોપારી આપવામાં આવી હતી. જેમાં યુવકને એટલો માર મારવામાં આવ્યો કે, તે મોતને ઘાટ ઉતરી ગયો. આ હત્યાનો ભેદ પોલીસે ઉકેલી ત્રણ આરોપીની ધરપકડ કરીને આગળની તપાસ શરૂ કરી છે.