ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વડાપ્રધાન આવતી કાલે મધ્ય ગુજરાતમાં ગજવશે સભાઓ, પાલનપુર, દહેગામ, અમદાવાદ ગ્રામ્યમાં રેલી કરશે - today news

GUJARAT BREAKING NEWS 23 NOVEMBER 2022 TODAY NEWS LIVE UPDATE
GUJARAT BREAKING NEWS 23 NOVEMBER 2022 TODAY NEWS LIVE UPDATE

By

Published : Nov 23, 2022, 2:04 PM IST

Updated : Nov 23, 2022, 10:49 PM IST

22:47 November 23

વડાપ્રધાન આવતી કાલે મધ્ય ગુજરાતમાં ગજવશે સભાઓ, પાલનપુર, દહેગામ, અમદાવાદ ગ્રામ્યમાં રેલી કરશે

વડાપ્રધાન આવતી કાલે મધ્ય ગુજરાતમાં ગજવશે સભાઓ, પાલનપુર, દહેગામ, અમદાવાદ ગ્રામ્યમાં રેલી કરશે.

22:39 November 23

મધ્યપ્રદેશના ખનીજ અને શ્રમપ્રધાન બ્રજેન્દ્ર પ્રતાપસિંહ ગુજરાતના પ્રવાસે, મોડી સાંજે અંબાજી મંદિરમાં કર્યા દર્શન

મધ્યપ્રદેશના ખનીજ અને શ્રમપ્રધાન બ્રજેન્દ્ર પ્રતાપસિંહ ગુજરાતના પ્રવાસે

ચૂંટણી પ્રચાર પૂર્ણ કર્યા બાદ અંબાજી મંદિરમાં દર્શન કર્યા

ગુજરાતમાં ફરી ભારે બહુમતીથી બીજેપીની સરકાર બને તેવી કામના કરી

22:10 November 23

ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડાની સુરત કમલમ કાર્યાલય ખાતે બેઠક, કાર્યકરોને ચૂંટણીલક્ષી માર્ગદર્શન

ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડાની સુરતની મુલાકાતે

સુરત કમલમ કાર્યાલય ખાતે કાર્યકરો સાથે મુલાકાત

ઉધના ખાતેના કાર્યાલય ખાતે આપશે માર્ગદર્શન

દક્ષિણ ગુજરાતના કાર્યકરોને આપશે માર્ગદર્શન

21:25 November 23

ફીફા વર્લ્ડ કપ- જાપાને ચાર વારના ચેમ્પિયન જર્મનીને 2-1થી આપ્યો પરાજય

કતાર દ્વારા આયોજિત ફીફા વર્લ્ડ કપ 2022 સીઝનમાં વધુ એક મોટી ઉથલપાથલ જોવા મળી છે. બુધવારે જર્મની અને જાપાન વચ્ચે રોમાંચક મેચ રમાઈ હતી. આ મેચમાં જાપાને જર્મનીને 2-1થી હરાવ્યું અને જીત નોંધાવી હતી.

20:27 November 23

ભાવનગરમાં વડાપ્રધાનનું સંબોધન - વિકાસ ગુજરાતના યુવાનો કરશે

  • ભાવનગરમાં વડાપ્રધાન મોદીનું સંબોધન
  • "બે દાયકામાં મોટો ફેરફાર થયો"
  • "વિકસિત ગુજરાત બનાવીને રહેવું છે"
  • "પાણીની સમસ્યાનો ઉકેલ આવ્યો"
  • "અમે પાઈપલાઈનથી પાણી પહોંચાડ્યું"
  • "માતા-બહેનોના પોષણની ચિંતા કરી"
  • "આ વિકાસ ગુજરાતના યુવાનો કરશે"
  • "સમસ્યાઓના સમાધાન પર જોર લગાવ્યું"
  • "ગુજરાતમાં સૌર ઊર્જા મથક દરિયાઈ પટ્ટી પર ઉભી કરી"

20:12 November 23

જામનગર ભાજપમાં ભડકો, સતવારા સમાજના પ્રમુખ ભાનુ ચૌહાણે આપ્યું રાજીનામું

જામનગર ભાજપમાં ભડકો

નારાજ સમસ્ત સતવારા સમાજના પ્રમુખ ભાનુ ચૌહાણે આપ્યું રાજીનામું,

સમાજની ભાજપમાં અવગણના થતી હોવાનો કર્યો

19:32 November 23

રશિયાએ યુક્રેનની રાજધાની કીવમાં છોડી મિસાઈલ, 3 લોકોના મોત

યુક્રેનની રાજધાની કીવમાં રશિયાએ છોડી મિસાઈલ

3 લોકોના મોત, 3 ઘાયલ

19:01 November 23

રાજકોટમાં લિફ્ટમાં યુવતી સાથે અભદ્ર વર્તન અને વિરોધ કરતાં માર મારી યુવક ફરાર

રાજકોટ: અમીનમાર્ગ વિસ્તારમાં અભદ્ર ઘટના

યુવકે લિફ્ટમાં યુવતી સાથે કર્યુ અભદ્ર વર્તન

યુવતીએ વિરોધ કરતાં યુવકે ગળુ દબાવ્યું

યુવતીને માર મારી અજાણ્યો વ્યક્તિ ફરાર

માલવિયાનગર પોલીસે તપાસ હાથ ધરી

18:37 November 23

EWS અનામત સામે સુપ્રીમકોર્ટમાં અરજી દાખલ, મધ્યપ્રદેશના એક કોંગ્રેસ નેતાએ રિવ્યુ પિટિશન દાખલ કરી

EWS મુદ્દાઓ પર કેન્દ્રના નિર્ણયને સમર્થન આપતા ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પિટિશન દાખલ કરવામાં આવી છે. મધ્યપ્રદેશ કોંગ્રેસના નેતા દ્વારા તેના અરજી દાખલ કરાઈ છે.

18:29 November 23

મોરબી બ્રિજ દુર્ઘટના મામલે ઓરેવા ગ્રુપના મલિક સામે પગલાં નહિ લેતા હાઇકોર્ટે નારાજ

મોરબી બ્રિજ દુર્ઘટના મામલે હાઈકોર્ટેમાં એફિડેવિટ કર્યું રજૂ

માનવ અધિકાર પંચે 10થી વધુ પેજનું એફિડેવિટ બનાવ્યું

ઓરેવા ગ્રુપના મલિક સામે પગલાં નહિ લેતા હાઇકોર્ટે નારાજ

સુપ્રીમ કોર્ટ આ કેસની ડે ટુ ડે સુનાવણી કરવા કર્યો હતો આદેશ

આવતી કાલે વધુ સુનાવણી હાથ ધરાશે

18:24 November 23

તાપીમાં આપના રોડ શો બાદ તુરંત મનપાની કાર્યવાહી, આપ પાર્ટીના ઝંડા ઉતારી લેવાયા

તાપીમાં પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માનનો રોડ શો

રોડ શો બાદ તુરંત આપ પાર્ટીના ઝંડા ઉતારી લેવાયા

વ્યારા નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા ઝંડા ઉતારાયા

શોભાયાત્રા બાદ તુરંત મનપાની કાર્યવાહી

રસ્તામાં લાગેલ આપના ઝંડા ઉતારી લેવાયા

18:18 November 23

PAASના જૂના આગેવાનો જોડાઈ શકે છે ભાજપમાં, 1500થી વધુ કાર્યકરો કરશે કેસરિયા

ગુજરાત ચૂંટણીને લઇને વધતા AAPના પ્રભાવ વચ્ચે ભાજપે માસ્ટર સ્ટોક માર્યો છે. જેમાં PAASના જૂના આગેવાનો પણ હવે ભાજપમાં જોડાશે. હાર્દિક પટેલના અન્ય જૂના સાથીઓ પણ ભગવો ધારણ કરશે. કન્વિનરો અને ટીમ સહીત 1500 થી વધુ કાર્યકરો આવતીકાલે ભાજપમાં જોડાઇ શકે છે. અમદાવાદ પાસ કન્વિનર જયેશ પટેલ, મધ્ય ગુજરાત પાસ કન્વિનર ઉદય પટેલ સહિતના કન્વીનરો ભાજપમાં જોડાશે.

17:58 November 23

વડોદરામાં PM મોદીનો પ્રચંડી પ્રચાર - ગુજરાત મેક ઈન ઈન્ડિયાનું હબ બન્યું

વડોદરામાં PM મોદીનો પ્રચંડી પ્રચાર

"ગુજરાત મેક ઈન ઈન્ડિયાનું હબ બની ગયું"

"વડોદરામાં હવાઈ જહાજ બનાવાનું કારખાનું"

"વડોદરા આપણી સંસ્કૃતિ અને શિક્ષણની નગરી"

"આપણો એજ સંકલ્પ 'ગુજરાત વિકસિત ગુજરાત'

17:30 November 23

વડોદરાથી વડાપ્રધાન મોદીનું સંબોધન - જનતાના વિશ્વાસનું માધ્યમ છે વિકાસ

વડોદરાથી વડાપ્રધાન મોદીનું સંબોધન - જનતાના વિશ્વાસનું માધ્યમ છે વિકાસ

"ગુજરાતની ચૂંટણી જનતા લડી રહી છે"

"જનતાના વિશ્વાસનું માધ્યમ છે વિકાસ"

"અખંડ વિકાસનો એકધારો વિકાસ અને તેનું જ આ પરિણામ છે"

"દરેક ખૂણે એક જ નાદ સંભળાઈ રહ્યો છે, ફિર એક બાર મોદી સરકાર"

"વડોદરા આપણી સંસ્કૃતિ અને શિક્ષણની નગરી"

17:24 November 23

મોરબી પુલ દુર્ઘટના મામલે 8 આરોપીઓના જામીન અરજી રદ, 1 આરોપીની જામીન અરજી પર કાલે સુનાવણી

મોરબી પુલ દુર્ઘટના મામલે 8 આરોપીઓની જામીન અરજી રદ

9 આરોપીઓએ જામીન અરજી કરી હતી

8 આરોપીઓની જામીન અરજી રદ કર્યા

1 આરોપીની જામીન અરજી પર કાલે સુનાવણી થશે

16:37 November 23

ગુજરાત યુથ કોંગ્રેસમાં પણ ભડકો, એક સાથે 25 હોદ્દેદારોના રાજીનામાં

  • ગુજરાત યુથ કોંગ્રેસમાં પણ ભડકો
  • એક સાથે 25 હોદ્દેદારોના રાજીનામાં
  • હરપાલસિંહ ચુડાસમા અને જગદીશ ઠાકોરને મોકલ્યા રાજીનામાં

16:22 November 23

તાપીમાં પંજાબના મુખ્યપ્રધાન ભગંવત માનના રોડ શોમાં લાગ્યા મોદી મોદીના નારા

તાપીના વ્યારામાં પંજાબના મુખ્યપ્રધાનના રોડ શો

ભગંવત માનના રોડ શોમાં લાગ્યા મોદી-મોદીના નારા

ઘટના મુદ્દે ભગવત માનનું નિવેદન

નારા લગાવનારના ખાતામાં 15 લાખ જમા થઈ ગયા હશે

15:59 November 23

જેલના વાયરલ વીડિયો મામલે સત્યેંન્દ્ર જૈનની કોર્ટમાં અરજી - મીડિયામાં જેલની CCTV ફૂટેજ લીક ના થાય

જેલના વાયરલ વીડિયો મામલે સત્યેંન્દ્ર જૈનની કોર્ટમાં અરજી

મીડિયામાં જેલની CCTV ફૂટેજ લીક ના થાય

15:53 November 23

અમરેલીના મીતીયાળામાં ભૂકંપનો આંચકો, ભૂકંપની તીવ્રતા 2.8ની નોંધાઇ

અમરેલીના મીતીયાળામાં ભૂકંપનો આંચકો

આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા

બપોરના 12:47 કલાકે અનુભવાયો ભૂકંપનો આંચકો

ભૂકંપની તીવ્રતા 2.8ની નોંધાઇ

15:46 November 23

દાહોદમાં વડાપ્રધાન મોદીનું સંબોધન - હું આદિવાસીઓના રોટલા ખાઈને મોટો થયો છું

દાહોદમાં વડાપ્રધાન મોદીનું સંબોધન

"જીત તો નક્કી જ છે પણ તમને મળવા તો આવવું જ પડે"

"ભાજપે દેશને પ્રથમ વાર આદિવાસી રાષ્ટ્રપતિ આપ્યા"

"મહિલા રાષ્ટ્રપતિ બનાવીને દુનિયાને સંદેશ આપ્યો છે."

"આદિવાસી વિસ્તારોમાં રોજગારી માટે પ્રયાસો કર્યા"

"આદિવાસી વિસ્તારોમાં ઉદ્યોગો વધે તેવી યોજના લાવ્યા"

"હું આદિવાસીઓના રોટલા ખાઈને મોટો થયો છું"

"ખેડૂતોના ખાતામાં રૂપિયા જમા કરાવ્યા"

"આ ધરતી વીરોની ધરતી છે"

14:29 November 23

યુથ કોંગ્રેસ, NSUI,કોંગ્રેસમાં મોટું ભંગાણ, કાર્યકરોના સામૂહિક રાજીનામા

અમદાવાદ: યુથ કોંગ્રેસ, NSUI,કોંગ્રેસમાં મોટું ભંગાણ થયું છે. 15થી વધુ હોદ્દેદારો, કાર્યકરોએ સામૂહિક રાજીનામા આપ્યા છે.

14:00 November 23

લવ જેહાજની ઘાટનાઓને લઈ સુરતમાં વિદ્યાર્થીઓ વચ્ચે થઈ મારામારી

સુરત:સુરતમાં ભગવાન મહાવીર કોલેજના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ છે. લવ જેહાજની ઘાટનાનો બનતા મામલો ગરમાયો છે.

13:52 November 23

ભાજપના ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજાના સમર્થનમાં UPના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ કરશે સભા

કચ્છ:ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ આજે કચ્છમાં આવશે. યોગી આદિત્યનાથ રાપર ખાતે ચૂંટણી સભા સંબોધશે. ટુંક સમયમાં યોગી આદિત્યનાથ કચ્છ પહોંચશે. રાપર વિધાનસભાના ભાજપના ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજાના સમર્થનમાં સભા યોજશે. સભાસ્થળે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને રાપરના લોકો ઉપસ્થિત રહ્યાં છે.

13:43 November 23

ખેડૂતોને 20 લાખથી વધારે વીજ ક્નેક્શન મળ્યું: PM મોદી

મહેસાણા: PM મોદીએ કહ્યું કે,જે દેશમાં કર્યું એના કરતા વધારે ગુજરાતમાં સિદ્ધિનાં આકડાં છે. ગુજરાતમાં 2 કરોડથી વધારે વીજ ક્નેક્શન છે. ખેડૂતોને 20 લાખથી વધારે વીજ ક્નેક્શન મળ્યું છે. વીજળી પેદા કરવા અભિયાન ચલાવ્યું. કોલસાની વીજળી 55 મેગાવોટ આપતી, આજે 17000 મેગાવોટ વીજળી પેદા થાય છે. અંધકાર યુગમાંથી પ્રકાશ યુગમાં લાવવા મોટું કામ કર્યું છે. વીસ વર્ષ પહેલા સૂર્યશક્તિથી જે વીજળી પેદા થાય એ દેખાતી નથી. 8000 મેગાવોટ વીજળી સૂર્યશક્તિથી પેદા થાય છે. વીન્ડપાવર અંગે કોઈને ખબર ન હતી. 10,000 મેગાવોટ વીજળી પવનચક્કીથી મળે છે. હાઈડ્રોથી વીજળી પેદા થાય એ માત્ર 500 મેગાવોટ હતી. 800 મેગાવોટ સુધી આપણે પહોંચાડી છે. વીજળી પેદા કરીને વીજળી વેચી શકો એટલું કામ કર્યું છે. મોઢેરાની દિશા બદલી ગઈ છે. મોઢેરાના લોકો કહે છે કે, વીજળીનું બિલ નથી આવતું એટલે AC લાવ્યા છે.

13:30 November 23

સૌનો સાથ અને સૌનો વિકાસ એ ગળથૂથીમાં: PM મોદી

મહેસાણા: PM મોદી ગુજરાતના મહેસાણામાં જાહેર સભાને સંબોધિત કરે છે. સભાને સંબોધતા તેમણે કહ્યું કે, કોંગ્રેસનું મોડેલ એટલે અરબો ખરબોનો ભ્રષ્ટાચાર.કોંગ્રેસે સત્તામાં રહેવા ભાગલા પાડો, ગામડાં શહેરને લડાવો, જ્ઞાતિઓ વચ્ચે લડાવો એવું જ કામ કર્યું છે. બીજી કરામત એવી છે કે, લોકોને પછાત જ રાખવાના. દલ મહાન અને દલ કરતા દેશ મહાન એ અમારા સંસ્કાર છે. સૌનો સાથ અને સૌનો વિકાસ એ ગળથૂથીમાં છે, એટલે જ દેશના યુવાનને આ નીતિ, રીતિના કારણે મને અવસર મળશે.

13:18 November 23

વિદ્યાર્થીએ માનસિક હતાશ થઈને આપઘાતનો કર્યો પ્રયાસ

અમદાવાદ: મણિનગર દક્ષિણી રેલવે ગુરુજી ઓવરબિજ પરથી 21 વર્ષીય યુવકે ઝંપલાવ્યું છે. પ્રિતેશ ચૌધરી નામના યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો છે. BCAના કે.કા શાસ્ત્રી કોલેજના વિદ્યાર્થીએ માનસિક હતાશ થઈને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ચર્ચા થાય છે. 108 દ્વારા યુવકને મણિનગરની LG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પરિજનોને જાણ કરાતા તેઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. યુવકને માનસિક બીમારીની દવા ચાલતી હોવાની ચર્ચા પણ થાય છે. પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી છે.

13:11 November 23

મહેસાણામાં PM મોદી જાહેર સભાને કરે છે સંબોધિત

મહેસાણા: PM મોદી ગુજરાતના મહેસાણામાં જાહેર સભાને સંબોધિત કરે છે.

13:05 November 23

ભાજપની ટોપી-ટીશર્ટ માટે મહેસાણામાં થઈ જપ્પા-જપ્પી

મહેસાણા: મહેસાણામાં PMની સભામાં ટોપી-ટી શર્ટ માટે ખેંચતાણ થયું છે. કાર્યકર્તાઓએ ભાજપની ટોપી-ટીશર્ટનો ગ્રાઉન્ડ પર ઢગલો કરી દેતાં લોકોએ જપ્પા-જપ્પી કરી.

12:54 November 23

પ્રાથમિક તારણમાં SDMએ આપઘાત જ કર્યો હોવાનું ખુલ્યું

સાણંદ:જિલ્લા પોલીસવડાએ સાણંદમાં SDM આપઘાતના મામલાની તપાસ DYSPને સોંપી છે. પ્રાથમિક તારણમાં આપઘાત જ કર્યો હોવાનું ખુલ્યું હતું. મોબાઈલ અને FSL ડેમેજ થયા હોવાથી FSLમાં મોકલાયા છે. આ મામલાની તમામ રિપોર્ટ અને ઊંડાણપૂર્વક તપાસ કરાશે.

12:43 November 23

વધારાનું પાણી દરિયામાં વહી જતું હતું: અમિત શાહ

જસદણ:કેન્દ્રિય ગૃહપ્રઘાનઅમિત શાહે જસદણમાં સભા સંબોઘતા કહ્યું કે, ભાજપ આવ્યા બાદ પાણીની અચ્છત દૂર થઈ છે.

12:27 November 23

સોની બજારના વેપારીઓએ અચોક્કસ મુદતની હડતાલ પાડવાની આપી ચીમકી

રાજકોટ:રાજકોટમાં આચારસંહિતાનાં નામે સોની વેપારીઓની હેરાનગતિ, અનિશ્ચિત મુદ્દતની હડતાળ સાથે મતદાન બહિષ્કારની ચીમકી આપવામાં આવી છે. આચારસંહિતાને લીધે ગ્રાહકો અને વેપારીઓ પણ હેરાન થઈ રહ્યા છે. જેના કારણે સોની બજારના વેપારીઓએ અચોક્કસ મુદતની હડતાલ પાડવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે.

12:14 November 23

UPના મુખ્યપ્રઘાન યોગી આદિત્યનાથ થોડીવારમાં ભાજપની જાહેર સભા સંબોઘશે

દ્વારકા: દ્વારકામાં સતવારા સમાજ વાડી ખાતે ભાજપની જાહેર સભા યોજાશે. UPના મુખ્યપ્રઘાન યોગી આદિત્યનાથ થોડીવારમાં ત્યાં આવી પહોંચશે. જાહેર સભામાં ભાજપના ઉમેદવાર પબુભા માણેકનું ભાષણ શરૂ થયું છે. સભામાં ભાજપના સાધુ સંતો સ્ટેજ પર હાજર છે. આ ઉપરાંત બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા છે.

12:10 November 23

અમરેલીમાં હાઇવે ઉપર સિંહોની લટાર બની શકે જોખમી

અમરેલી: અમરેલીનારાજુલાના રામપરા ગામના માર્ગ ઉપર સિંહબાળ સાથે સિંહણનો વીડિયો વાયરલ થયો છે. રામપરા વિસ્તારમાં બાળ સિંહ અને સિંહણ પરિવાર માર્ગ ઉપર લટાર મારી રહ્યા છે. હાઇવે ઉપર સિંહોની લટાર જોખમી બની શકે છે. સિંહણ પોતાના સિંહબાળને બચાવવા માટે રોડ ઉપરથી દૂર ખસેડી રહી છે.

11:54 November 23

2021-22માં દેશમાં અરબપતિ અને કરોડપતિની સંખ્યા વધી: લોકસભા સાસંદ મનીષ તિવારી

અમદાવાદ: લોકસભા સાસંદ મનીષ તિવારીની પ્રેસ કોન્ફરેન્સ યોજાઈ હતી. લોકસભા સાસંદ મનીષ તિવારીએ કહ્યું કે, છેલ્લાં 8 વર્ષથી દેશની હાલત ખરાબ જોવા મળી રહી છે. 2021માં એક રિપોર્ટ અનુસાર 23 કરોડ લોકો ગરીબી રેખા પાછળ પાછા ગયા છે. 2021-22માં દેશમાં અરબપતિ અને કરોડપતિની સંખ્યા વધી છે, પણ ગરીબ વધુ ગરીબ બન્યા છે. 50 ટકા લોકો એટલે 70 કરોડ લોકો પાસે દેશની પુંજી છે. છેલ્લાં 8 વર્ષમાં અરબ પતિની આવક આસમાને પહોંચી છે. નોકરી કરતાં વર્ગની સંખ્યા ઘટી સાથે જીવન પસાર કરવું પણ મુશ્કેલ પડી રહ્યું છે, GST લાગુ થવાથી 2 લાખ 30 હજાર લઘુ ઉદ્યોગ બંધ થયાં છે. નાના ઉદ્યોગ બંધ થયા છે અથવા પડી ભાંગ્યા છે, વ્યકિત ગત આવકની બેલેન્સ સીટ મોટી થઇ છે. કોરોના પછી મોટા ઉદ્યોગની આવક વધુ છે, જ્યારે નાના ઉદ્યોગ પડી ભાંગ્યા છે. પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ વસૂલી 27.2 લાખ કરોડ ભેગા કર્યા છે.

11:21 November 23

સુરતમાં ચૂંટણીના પ્રચાર દરમિયાન મળ્યા લાખો રુપિયા

સુરત: સુરતમાં કાર માંથી ચૂંટણીના પ્રચાર દરમિયાન 75 લાખ મળી આવ્યાનો મામલો સામે આવ્યો છે. પોલીસે બે લોકો ઉદય ગુર્જર અને મહંમદ ફેજ નામના બે લોકોની અટકાયત કરી છે. જેમાં ઉદય ગુર્જર દિલ્લીનો અને મહંમદ ફેજ સુરતનો રહેવાસી છે. સંદીપ નામનો ઈસમ ફરાર છે, જે કર્ણાટકનો રહેવાસી છે. સમગ્ર તપાસ EDને સોંપવામાં આવી છે. આ ઉપરાંત કાર માંથી કોંગ્રેસની પત્રિકા મળી આવી છે.

11:09 November 23

મધુ શ્રીવાસ્તવને ગોળી મારવાવાળા મુદ્દે ક્લીનચીટ મળતા, કાર્યકરોમાં ખુશીનો માહોલ

ગુજરાત:વિધાનસભા ચૂંટણીની મતદાનની તારીખો નજીક આવી રહી છે, તેમ તેમ રાજકીય માહોલ ગરમાતો જોવા મળી રહ્યો છે. નેતાઓ એકબીજા પર આક્ષેપો કરતાં જોવા મળે છે. આ બધાની વચ્ચે વાઘોડિયાના અપક્ષના ઉમેદવાર અને દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું કે, મારા કાર્યકરનો કોઈ કોલર પકડશે તો ઘરમાં જઈ ગોળી મારી દઈશ. જેને લઇને વિરોધ થયો હતો. બીજીબાજુ મધુ શ્રીવાસ્તવના ધમકીભર્યા નિવેદનને લઇને ચૂંટણી પંચ એક્શનમાં આવ્યું હતું. પ્રાથમિક રીતે કોઈપણ આચાર સંહિતા ભંગ નહીંનો રિપોર્ટમાં ઉલ્લેખ થયેલો છે. આમ મધુશ્રીવાસ્તવને ક્લિનચીટ મળતા કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

10:31 November 23

અમરેલીમાં મુખ્યપ્રઘાન કેજરીવાલના રોડ શો દરમિયાન લોકોને રોકડ રકમ આવી વહેંચવામાં

અમરેલી: અમરેલીમાં સોમવારે દિલ્લીના મુખ્યપ્રઘાન કેજરીવાલના રોડ શો દરમિયાન લોકોને રોકડ રકમ વહેચવામાં આવતો હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જો કે આપ દ્વારા આ રકમ વહેંચનારને તેઓ ઓળખતા ન હોવાનું જણાવાયું હતું.

10:16 November 23

શ્રદ્ધાએ 2020માં આફતાબ વિરુદ્ધ નોંધાવી હતી પોલીસ ફરિયાદ

મુંબઈ:શ્રદ્ધા મર્ડર કેસમાં વધુ એક મોટો ખુલાસો સામે આવ્યો છે. શ્રદ્ધા મર્ડર કેસમાં શ્રદ્ધાને આગાઉ પણ મારી નખવાની ધમકી અપનાર આફતાબ જ હતો. શ્રદ્ધાએ બે વર્ષ પહેલા નવેમ્બર 2020માં આફતાબ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. શ્રદ્ધાએ તે સમયે મુંબઈ પોલીસને દાવો કર્યો હતો કે, આફતાબ શરીરના ટુકડા કરવાની ધમકી આપે છે. શ્રદ્ધાએ મુંબઈના તુલિંજ પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ કરી હતી.

09:52 November 23

ક્રિકેટર હરભજન સિંહ આજે કરશે બાયડમાં ચૂંટણી પ્રચાર

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીનો પ્રચાર કરવા હરભજન સિંહે પણ હવે આગળ આવ્યા છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ સ્ટાર ક્રિકેટર હરભજન સિંહ આજે બપોરે 2 વાગ્યે બાયડમાં AAPના ઉમેદવાર ચિનુભાઈ પટેલ માટે રોડ શો કરશે અને જનસભાને સંબોધશે.

09:39 November 23

વિરમગામમાં ફરીથી કોંગ્રેસ અને AAPને પડ્યો ફટકો

ગાંઘીનગર:વિરમગામમાં ફરીથી કોંગ્રેસ અને AAPને ફટકો પડ્યો છે. 40થી વધુ હોદ્દેદારો ભાજપમાં જોડાયા છે.

09:14 November 23

બામણબોર ચેક પોસ્ટ પરથી રૂપિયા 21.55 લાખનો વિદેશી દારૂ પક્ડાયો

રાજકોટ:રાજકોટ એરપોર્ટ પોલીસે બામણબોર ચેક પોસ્ટ પરથી રૂપિયા 21.55 લાખનો 5388 બોટલ વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. દારૂના જથ્થા સાથે એક શખ્સ પણ ઝડપાયો છે.

09:04 November 23

ભારત જોડો યાત્રા MPમાં પ્રવેશશે ત્યારે પ્રિયંકા ગાંધી આ યાત્રામાં જોડાશે

નવી દિલ્હી:કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે આજે જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીનાં નેતૃત્વ નીચેની ભારત જોડો યાત્રા બુધવારે બુરહાનપુર પાસે મધ્ય પ્રદેશમાં પ્રવેશશે ત્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનાં મહાપ્રઘાન પ્રિયંકા ગાંધી વાડ્રા તે યાત્રામાં જોડાવાના છે.

08:48 November 23

UPના મુખ્યપ્રઘાન યોગી આદિત્યનાથ ચાર જગ્યાએ કરશે સભા

અમદાવાદ: ઉત્તર પ્રદેશના મુખ્યપ્રઘાન યોગી આદિત્યનાથ આજે ગુજરાતમાં પ્રચાર કરશે. તેઓ દ્વારકા, રાપર, ધ્રાંગધ્રા અને વરાછામાં સભા કરશે.

07:45 November 23

મહીધરપુરા પોલીસ દ્વારા બે ઇનોવા કાર ડીટેઇન કરતા, 75 લાખની કેસ મળી આવી

સુરત: મહીધરપુરા પોલીસ દ્વારા બે ઇનોવા કાર ડીટેઇન કરવામાં આવી છે. જેમાં 75 લાખની કેસ મળી આવી છે, પોલીસની પ્રાથમિક તપાસમાં આ રોકડ રકમનો આમ આદમી રાજકીય પાર્ટી સાથે કનેક્શન હોવાનું જાણવા મળ્યું છે.

07:09 November 23

મધુ શ્રીવાસ્તવ, દિનુ પટેલ અને ધવલસિંહ ઝાલા સહિત 12 નેતાઓને કર્યા સસ્પેન્ડ

અમદાવાદ: અપક્ષ ઉમેદવારી નોંધાવનારા 12 નેતાઓ સામે ભાજપએ કાર્યવાહી કરી છે. મધુ શ્રીવાસ્તવ, દિનુ પટેલ અને ધવલસિંહ ઝાલા સહિત 12 નેતાઓને સસ્પેન્ડ કર્યા છે.

06:50 November 23

આજે PM મોદી મહેસાણા, દાહોદ, વડોદરા અને ભાવનગરમાં ગજવશે ચૂંટણી સભાઓ

અમદાવાદ:આજેPM મોદીગુજરાતના ચાર જિલ્લાઓમાં ચૂંટણી સભા સંબોધવાના છે. આ જિલ્લામાં મહેસાણા, દાહોદ, વડોદરા અને ભાવનગરનો સમાવેશ થાય છે.

06:19 November 23

ભાજપને હરાવવા માટે બનેલા ગઠબંધનનો હિસ્સો ક્યારેય નહીં બનું - કેજરીવાલ

ગોવા: ગોવાના પ્રવાસન વિભાગે ગઈ કાલે ભૂતપૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહને નોટિસ પાઠવી હતી અને મોરજિમના વર્ચાવાડામાં આવેલા તેના વિલાને વિભાગ સાથે રજીસ્ટ્રેશન કરાવવામાં નિષ્ફળતા બદલ રજિસ્ટ્રેશન ઑફ ટૂરિસ્ટ ટ્રેડ એક્ટ હેઠળ કાર્યવાહી શરૂ કરી હતી.

Last Updated : Nov 23, 2022, 10:49 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details