નવી દિલ્હી: આમ આદમી પાર્ટીએ ડૉક્ટર સંદીપ પાઠક (sandeep pathak aap)ને ગુજરાતના પ્રભારી બનાવ્યા (AAP In charge of Gujarat) છે. પંજાબ વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022)માં આમ આદમી પાર્ટીને મળેલી જીતનો શ્રેય ઘણી હદ સુધી પાઠકને જાય છે. તેમને આ જીતના 'ચાણક્ય' માનવામાં આવે છે. એટલું જ નહીં, સંદીપ પાઠકના કામથી ખુશ થઈને આમ આદમી પાર્ટીએ તેમને રાજ્યસભાના ઉમેદવાર (Rajya Sabha candidate of AAP)પણ બનાવ્યા છે.
આ પણ વાંચો:Surendranagar AAP Tiranga Yatra: પંજાબની જેમ હવે ગુજરાત પણ આ વખતે ચૂંટણીમાં AAPને તક આપશેઃ ઈસુદાન ગઢવી
રાઘવ ચઢ્ઢાને પંજાબના સહપ્રભારીપદેથી મુક્ત કરવામાં આવ્યા- બીજી તરફ હિમાચલ પ્રદેશ માટે દિલ્હીના સ્વાસ્થ્ય પ્રધાન (Health Minister of Delhi) સત્યેન્દ્ર જૈનને ઇલેક્શન ઇન્ચાર્જ જ્યારે દુર્ગેશ પાઠકને પ્રભારી બનાવવામાં આવ્યા છે. દિલ્હીના ગ્રેટર કૈલાશથી ધારાસભ્ય (MLA from Greater Kailash Delhi) સૌરભ ભારદ્વાજને હરિયાણાના ઇલેક્શન ઇન્ચાર્જ જાહેર કરવામાં આવ્યા છે. તો દ્વારકાના ધારાસભ્ય વિનય મિશ્રાને રાજસ્થાનના ઇલેક્શન ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે. રાઘવ ચઢ્ઢાને પંજાબના સહપ્રભારી (Co-incharge of Punjab) પદેથી મુક્ત કરવામાં આવ્યા છે અને આ જવાબદારી પણ ડૉક્ટર સંદીપ પાઠક જ સંભાળશે.
આ પણ વાંચો:AAP In Gujarat: ગુજરાતમાં BJPના કાંગરા ખેરવવા કઇ રણનીતિ અપનાવશે AAP? ગોપાલ ઇટાલિયા સાથે રૂબરૂ મુલાકાત
અન્ય રાજ્યોમાં સત્તા મેળવવાની AAPની તૈયારી શરૂ- ઉલ્લેખનીય છે કે, આ વર્ષના અંતમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી (himachal pradesh assembly election 2022) થવાની છે. આને જોતા આ પગલું ઉઠાવવામાં આવ્યું છે. પંજાબ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ઘણું સારું પ્રદર્શન કર્યું છે અને પહેલીવાર આ રાજ્યમાં પોતાની સરકાર બનાવી છે. હવે આપ પાર્ટીની નજર અન્ય રાજ્યોની સત્તા મેળવવામાં છે અને અત્યારથી પાર્ટીએ પોતાની તૈયારી શરૂ કરી દીધી છે.
2જી ઓક્ટોબરે અમદાવાદમાં રોડ શો : પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં AAPએ ભવ્ય જીત મેળવ્યા બાદ હવે આમ આદમી પાર્ટીની નજર ગુજરાત પર રહેલી છે. આગામી આવનાર ડિસેમ્બર 2022માં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ કરી છે. આગામી દિવસોમાં પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અમદાવાદમાં સૌથી મોટો રોડ શો કરવા જઈ રહ્યા છે. 2જી એપ્રિલના રોજ અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા બન્ને નેતાઓના રોડ શોને લઈને પોલીસ પરમિશનની પ્રક્રિયા પણ પૂર્ણ કરી દેવાઇ છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં 2જી એપ્રિલના રોજ બપોરનાં 3 વાગ્યે યોજાશે રોડ શોની શરૂઆત થશે, જે બાપુનગર પોલીસ સ્ટેશન પાસે ડો. બાબાસાહેબ આંબેડકર ચોકથી લઇને નિકોલ ખોડિયાર મંદિર સુધી 4 કિલોમીટરનો રોડ શોનો રુટ રાખવામાં આવ્યો છે. આ રોડ શોમાં હજારોની સંખ્યામાં આમ આદમીના નેતાઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહે તેવી શક્યતાઓ રહેલી છે.