ગુજરાત

gujarat

ETV Bharat / bharat

FM Nirmala Sitharaman : સ્વાસ્થ્ય ક્ષેત્રે ફરી વખત સૌથી વધુ 50 હજાર કરોડની ફાળવણી, વાંચો તમામ ક્ષેત્રની જાહેરાતો... - આત્મનિર્ભર ભારત રોજગાર

આજે સોમવારે કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ (FM Nirmala Sitharaman) દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજીને જુદા જુદા 8 રાહત પેકેજ (Guarantee Scheme) ની જાહેરાત કરવામાં આવી છે. આ પેકેજમાં સૌથી મહત્વની વાત એ છે કે, કોરોના મહામારીમાં સૌથી વધારે પ્રભાવિત થયેલા ક્ષેત્રો માટે 1.1 લાખ કરોડ રૂપિયાની લોન ગેરંટી સ્કીમ જાહેર કરવામાં આવી છે.

FM Nirmala Sitharaman
FM Nirmala Sitharaman

By

Published : Jun 28, 2021, 6:12 PM IST

Updated : Jun 28, 2021, 7:48 PM IST

  • કેન્દ્રીય નાણા પ્રધાને યોજી હતી પ્રેસ કોન્ફરન્સ
  • પ્રેસ કોન્ફરન્સમાં વિવિધ 8 રાહત પેકેજની કરી જાહેરાત
  • કોવિડ પ્રભાવિત ક્ષેત્રો માટે કરવામાં આવી 1.1 લાખ કરોડની જાહેરાત

ન્યૂઝ ડેસ્ક : કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ (FM Nirmala Sitharaman) દ્વારા અલગ અલગ 8 રાહત પેકેજ (Guarantee Scheme) ની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સ્વાસ્થ્ય ક્ષેત્ર (Health Sector), લોન ગેરંટી, ક્રેડિટ ગેરંટી સ્કીમ (Credit Guarantee Scheme), પર્યટન ક્ષેત્ર, આત્મનિર્ભર ભારત રોજગાર સહિતના ક્ષેત્રો અને યોજનાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કોરોના મહામારીના પડકારોનો સામનો કરવા પ્રભાવિત ક્ષેત્રો માટે 1.1 લાખ કરોડના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

રાહત પેકેજના રાહત અપાવે તેવા આંકડા

સ્વાસ્થ્ય ક્ષેત્ર

નાણા પ્રધાન નિર્મલા સીતારમણ (FM Nirmala Sitharaman) દ્વારા સ્વાસ્થ્ય ક્ષેત્ર (Health Sector) માટે 50 હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. જે પૈકી ઇમરજન્સી હેલ્થ સેવા માટે આ વર્ષે 23,220 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ગત વર્ષે આ માટે 15 હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. જેમાંથી 9 હજાર જેટલા કોવિડ હેલ્થ સેન્ટર બન્યા હતા. લોન ગેરંટી સ્કીમ હેઠળ હેલ્થ સેક્ટર માટે 100 કરોડથી વધારે લોન રકમ ફાળવવામાં આવી છે. જેના પર મહત્તમ 7.95 ટકા વ્યાજદર ગણાશે. જ્યારે અન્ય સેક્ટર્સ માટે મહત્તમ વ્યાજદર 8.25 ટકા રાખવામાં આવ્યું છે.

લોન ગેરંટી સ્કીમ

  • સ્વાસ્થ્ય ક્ષેત્રો માટે 50 હજાર કરોડ રૂપિયા
  • અન્ય ક્ષેત્રો માટે 60 હજાર કરોડ રૂપિયા
  • સ્વાસ્થ્ય ક્ષેત્ર માટે લોન પર મહત્તમ 7.95 ટકા વાર્ષિક વ્યાજ
  • અન્ય ક્ષેત્રો માટે લોન પર મહત્તમ 8.25 ટકા વાર્ષિક વ્યાજ

પર્યટન ક્ષેત્ર

પર્યટન ક્ષેત્ર (Tourism Sector) માં ટૂરિસ્ટ ગાઇડ અને અન્ય સ્ટેક હોલ્ડર્સ માટે એક સ્કીમની જાહેરાત કરવામાં આવી છે. જેમાં તેઓ પર્સનલ લોન લઈ શકશે. આ સાથે સરકાર તરફથી 100 ટકા ગેરંટી સાથે નવો બિઝનેસ શરૂ કરવામાં પણ મદદ કરવામાં આવશે. આ માટે પ્રતિ એજન્સી 10 લાખ રૂપિયા આપવામાં આવશે. જો ટૂરિસ્ટ ગાઇડ લાઈસન્સ ધરાવતો હશે, તો તેને કોઈપણ પ્રકારના ગુપ્ત ચાર્જ વગર 1 લાખ રૂપિયા આપવામાં આવશે.

ઈમરજન્સી ક્રેડિટ લાઈન ગેરંટી સ્કીમ (ECLGS)

  • ECLGSમાં 1.5 લાખ કરોડ રૂપિયા વધારાના આપવામાં આવશે
  • ECLGSના શરૂઆતી ત્રણ તબક્કામાં 2.69 લાખ કરોડ રૂપિયાનું વિતરણ
  • આ સ્કીમમાં સૌથી પહેલા 3 લાખ કરોડ રૂપિયાની જાહેરાત કરાઈ હતી
  • સ્કીમનો વિસ્તાર વધારીને હાલમાં 4.5 લાખ કરોડ કરવામાં આવ્યો

કૃષિ ક્ષેત્ર

નાણા પ્રધાનના જણાવ્યા અનુસાર, કૃષિ ક્ષેત્ર (Agriculture Sector) માં વર્ષ 2020-21 દરમિયાન ખેડૂતો પાસેથી 389.92 મેટ્રિક ટન ઘઉં ખરીદવામાં આવ્યા છે. જ્યારે વર્ષ 2021-22 દરમિયાન 432.48 લાખ મેટ્રિક ટન ઘઉં ખરીદવામાં આવ્યા છે. આ માટે 85 લાખ કરોડ રૂપિયાની રેકોર્ડ બ્રેક ચૂકવણી પણ કરવામાં આવી છે. આ સાથે તમામ પ્રકારના ન્યૂટ્રિશન માટેની સબસિડીની રકમમાં અંદાજે 14 હજાર કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ક્રેડિટ ગેરંટી સ્કીમ

  • નાના વેપારી, વ્યક્તિગત NBFC, માઈક્રો ફાઈનાન્સ ઈન્સ્ટીટ્યૂટને 1.25 લાખ સુધીની લોન
  • બેન્કના MCLRપર વધારેમાં વદારે 2 ટકા ઉમેરીને વ્યાજ લઈ શકાશે
  • લોનની મુદ્દત 3 વર્ષની રહેશે, સરકાર ગેરંટી આપશે
  • 89 દિવસના ડિફોલ્ટર સહિત તમામ પ્રકારના બોરોઅર્સ માટે યોગ્ય ગણાશે
  • આ સ્કીમનો લાભ 25 લાખ લોકોને મળશે
  • 31 માર્ચ 2022 સુધીમાં આશરે 7500 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવશે

પ્રધાનમંત્રી ગ્રામીણ અન્ન યોજના

આ યોજના અંતર્ગત ગત વર્ષે 80 કરોડ લોકોને દર મહિને 5 કિલો ચોકા અને અન્ય અનાજ આપવામાં આવ્યું હતું. આ વખતે પણ મેથી નવેમ્બર મહિના સુધી ગરીબો માટે આ યોજના ચાલુ રાખવામાં આવી છે. આ વખતે યોજના પાછળ 93,869 કરોડ રૂપિયા ખર્ચ કરવાનો સરકારનો લક્ષ્યાંક છે. આ યોજના અંતર્ગત સરકાર 2 વર્ષમાં કુલ 2.27 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરશે.

આત્મનિર્ભર ભારત રોજગાર

  • સ્કીમની મુદ્દત વધારીને 31 માર્ચ, 2022 સુધી કરાઈ
  • અત્યારસુધી 21.42 લાખ લાભાર્થીઓને 902 કરોડ રૂપિયાની મદદ કરવામાં આવી
  • આ સ્કીમ અંતર્ગત 15 હજારથી ઓછી કમાણી કરાત કર્મચારીઓ અને કંપનીઓના પ્રોવિડન્ટ ફંડ (PF)ની ચૂકવણી કરવામાં આવશે
  • આ સ્કીમમાં 22,810 કરોડ રૂપિયાનો ખર્ચ કરવાનો સરકારનો લક્ષ્યાંક, 58.50 લાખ લોકોને લાભ
  • સરકાર કર્મચારી-કંપનીઓનું 12 ટકા પ્રોવિડન્ટ ફંડ (PF) ભોગવશે

નોર્થ ઇસ્ટર્ન રિઝનલ એગ્રિકલ્ચર માર્કેટિંગ કોર્પોરેશન

ઉત્તર પૂર્વના ખેડૂતોની મદદ માટે 1982થી કાર્યરત 'નોર્થ ઇસ્ટર્ન રિઝનલ એગ્રિકલ્ચર માર્કેટિંગ કોર્પોરેશન' માં 75 ખેડૂત સંગઠન જોડાયેલા છે. આ ખેડૂતોને વચેટિયાઓ કરતા વધારે 10થી 15 ચકા વદારે કિંમત અપાવે છે. આ સંગઠન માટે 77.45 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.

Last Updated : Jun 28, 2021, 7:48 PM IST

ABOUT THE AUTHOR

...view details