- હરિયાણાના હિસારમાં રાકેશ ટિકૈતે સરકાર અંગે આપ્યું નિવેદન
- સરકાર ખેડૂત આંદોલન પૂર્ણ કરવા વિવિધ પદ્ધતિ અપનાવે છેઃ ટિકૈત
- માગ નહીં સંતોષાય ત્યાં સુધી આંદોલન પૂર્ણ નહીં થાયઃ ટિકૈત
આ પણ વાંચોઃલાલ કિલ્લા હિંસાના વોન્ટેડ આરોપી લાખા સિધાનાના સંબંધી ગુરદીપસિંહની પૂછપરછ કરાઈ
હિસાર (હરિયાણા): હરિયાણામાં આવેલા હિસ્સારના રામાયણ ટોલ પ્લાઝા પર ખેડૂત નેતા રાકેશ ટિકૈત પહોંચ્યા હતા. અહીં તેમણે કહ્યું હતું કે, સરકાર કરફ્યૂ લગાવીને ખેડૂતોનું આંદોલન પૂર્ણ કરવા માગે છે. ખેડૂતો સરકારની આ ચાલને સમજી ચૂક્યા છે. આ સાથે જ રાકેશ ટિકૈતે કહ્યું કે, જ્યાં સુધી તેમની માગ નહીં સંતોષાય ત્યાં સુધી ખેડૂતો બોર્ડર ખાલી નહીં કરે.