નવી દિલ્હીઃ પાંચ રાજ્યોમાં વિધાનસભાની (Legislative elections in the states) ચૂંટણી પહેલા સરકારે ચૂંટણી બોન્ડ (Electoral bonds 2021)નો 19મો હપ્તો જાહેર કરવાની મંજૂરી આપી દીધી છે, જે 1 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી સુધી વેચાણ માટે (Govt approves 19th tranche to electoral bonds) ખૂલ્લો રહેશે.
આ પણ વાંચો-Invest in a mutual fund: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની વિવિધ રીત વિશે જાણો...
રાજકીય ભંડોળમાં પારદર્શકતા લાવવાના પ્રયાસ અંતર્ગત ચૂંટણી બોન્ડ રજૂ કરાયા
રાજકીય ભંડોળમાં પારદર્શકતા (Transparency in political funding) લાવવાના પ્રયાસો અંતર્ગત દળોની મળનારા રોકડ ફંડના વિકલ્પ (Government declares Electoral bonds 2021) તરીકે ચૂંટણી બોન્ડ રજૂ કરવામાં આવ્યા છે. જોકે, વિપક્ષી દળ એવા બ્રાન્ડના માધ્યમથી ભંડોળમાં કથિત અપારદર્શકતા અંગે ચિંતા વ્યક્ત કરે છે. નાણા મંત્રાલયે (Ministry of Finance on Electoral Bonds) એક નિવેદનમાં કહ્યું હતું કે, વેચાણના 19મા તબક્કામાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)ને જાન્યુઆરીથી 10 જાન્યુઆરી 2022 સુધી તેમની 29 શાખાઓના માધ્યમથી ચૂંટણી બોન્ડ જાહેર કરવા અને તેની ચૂકવણી માટે અધિકૃત કરવામાં આવી છે.