ગૂગલ સર્ચ એન્જિન, ડ્રાઇવ અને યુ ટ્યુબની સેવાઓ થઇ ઠપ્પ, વૈશ્વિક સ્તરે કરોડો યુઝર્સને પહોંચી અસર - ગૂગલ સર્ચ એન્જિન
સર્વરમાં ટેક્નીકલ ખામી સર્જાતા ગૂગલની જીમેલ, યુ ટ્યુબ અને ડ્રાઇવની સેવાઓ અચાનક બંધ પડી ગઇ છે જેનાથી વિશ્વભરના કરોડો વપરાશકર્તાઓને અસર પહોંચી છે. ગૂગલના પેજ પર સર્ચ કરતી વખતે તેમને સંદેશો મોકલવામાં આવી રહ્યો છે કે સેવાઓ બંધ થઇ ગઇ છે.
ગૂગલ સર્ચ એન્જિન, ડ્રાઇવ અને યુ ટ્યુબની સેવાઓ થઇ ઠપ્પ
નવી દિલ્હી: સર્વરમાં ઓચિંતી ટેક્નીકલ ખામી સર્જાવાને લીધે ગૂગલની જીમેલ, યુ ટ્યુબ અને ડ્રાઇવની સેવાઓ ખોરવાઇ ગઇ છે જેના લીધે વૈશ્વિક સ્તરે કરોડો વપરાશકર્તાઓને અસર પહોંચી છે. પેજ સર્ચ કરતી વખતે સેવાઓ ઠપ્પ થવાના મેસેજ જોવા મળી રહ્યા છે.