ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Good News for Tax Payers: હવે ITR વેરિફિકેશન ફેબ્રુઆરી સુધી કરી શકાશે, IT વિભાગે તારીખ લંબાવી - ઈન્કમટેક્સ રિટર્નું ઈ વેરિફિકેશન

લોકો ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરે તે માટે ઈન્કમટેક્સ વિભાગ લોકોને વિવિધ રીતે જાગૃત કરે જ છે. તેવામાં કરદાતાઓ માટે વધુ એક સારા સમાચાર (Good News for Tax Payers) આવ્યા છે કે, જે કરદાતાઓએ નાણાકીય વર્ષ 2019-20 માટે પોતાનું ઈન્કમટેક્સ રિટર્નનું અત્યાર સુધી વેરિફિકેશન (E verification of income tax return) નથી કર્યું. તેઓ હવે 28 ફેબ્રુઆરી સુધી (IT Department extends ITR verification date) કરી શકે છે.

Good News for Tax Payers: હવે ITR વેરિફિકેશન ફેબ્રુઆરી સુધી કરી શકાશે, IT વિભાગે તારીખ લંબાવી
Good News for Tax Payers: હવે ITR વેરિફિકેશન ફેબ્રુઆરી સુધી કરી શકાશે, IT વિભાગે તારીખ લંબાવી

By

Published : Dec 29, 2021, 3:32 PM IST

નવી દિલ્હીઃ જેટલા કરદાતાઓએ નાણાકીય વર્ષ 2019-20 માટે પોતાનું ઈન્કમટેક્સ રિટર્નનું અત્યાર સુધી ઈ-વેરિફિકેશન (E verification of income tax return) નથી કર્યું. તેઓ વેરિફિકેશનની પ્રક્રિયા 28 ફેબ્રુઆરી 2022 સુધી કરી શકે છે. ઈન્કમ ટેક્સ વિભાગે કરદાતાઓને રાહત આપતા વેરિફિકેશનની (IT Department extends ITR verification date) સમય મર્યાદાને આગળ વધારી દીધી છે.

આ પણ વાંચો-Important Health Policies: ટોપ અપ આરોગ્ય વીમા યોજનાઓ અંગે જાણો, તમને કઈ રીતે થશે ઉપયોગી

ITR ફાઈલ કરવાના 120 દિવસની અદર વેરિફિકેશન કરવું જરૂરી

કાયદાના મતે, ડિજિટલ સહી વગર ઈલેક્ટ્રોનિક રીતે ઈન્કમટેક્સ રિટર્ન (ITR) દાખલ કરવાનો તેનો આધાર OTP, નેટ બેન્કિંગ, ડીમેટ એકાઉન્ટના માધ્યમથી મોકલવામાં આવેલા કોડ, પૂર્વ પ્રમાણિત બેન્ક ખાતા કે ATMથી વેરિફિકેશન કરવાનું હોય છે. આ વેરિફિકેશન (E verification of income tax return) ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરવાના 120 દિવસોની અંદર કરવું (IT Department extends ITR verification date) જરૂરી છે.

આ પણ વાંચો-New CEO of Godfrey Philips India: શરદ અગ્રવાલની CEO તરીકે નિયુક્તિ કરવામાં આવી

વેરિફિકેશન ન થાય ત્યાં સુધી ITR ફાઈલ થયું ગણાતું નથી

આ ઉપરાંત આવકવેરાદાતાઓ બેંગ્લોરમાં સેન્ટ્રલાઈઝ્ડ પ્રોસેસિંગ સેન્ટર (CPC) ઓફિસમાં ITRની ભૌતિક નકલ મોકલીને પણ ચકાસી શકે છે. જો વેરિફિકેશનની (E verification of income tax return) પ્રક્રિયા પૂર્ણ નથી થતી તો એવું માની શકાય છે કે, રિટર્ન ફાઈલ નથી (IT Department extends ITR verification date) કરવામાં આવ્યું.

ABOUT THE AUTHOR

...view details