હૈદરાબાદઃભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની આજે જન્મજયંતી છે, તેમનો જન્મ 25 ડિસેમ્બર 1924ના રોજ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં થયો હતો. ભારતના વિકાસ અને વૃદ્ધીમાં તેમના યોગદાનને જોતા નરેન્દ્ર મોદી સરકારે વર્ષ 2014માં તેમની જન્મજયંતિને ગુડ ગવર્નન્સ ડે તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું.
Good Governance Day: શું તમે પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીના જીવન સાથે જોડાયેલી આ રસપ્રદ વાતો જાણો છો? - સુશાસન દિવસ
ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીનો આજે જન્મદિવસ છે, અટલજી 47 વર્ષ સુધી સંસદ સભ્ય રહ્યાં હતા, તેમની સ્મૃતિમાં સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. નરેન્દ્ર મોદી સરકારે વર્ષ 2014માં અટલજીની જન્મજયંતિને ગુડ ગવર્નન્સ ડે તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું. ત્યારથી દેશભરમાં 25 ડિસેમ્બરે સરકારી કે અર્ધસરકારી કચેરીઓમાં જનહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
Published : Dec 25, 2023, 8:03 AM IST
સુશાસન દિવસ: આ દિવસની સ્થાપના ઈ-ગવર્નન્સના નારા સાથે કરવામાં આવી હતી. તેના આધારે દર વર્ષે 25મી ડિસેમ્બરને સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ પ્રસંગે સરકારી અને બિનસરકારી સ્તરે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. સુશાસન દિવસનો મુખ્ય ઉદ્દેશ સુશાસન દ્વારા વિવિધ સરકારી સેવાઓ અને કાર્યક્રમો સુધી લોકોની પહોંચ સુનિશ્ચિત કરવાનો છે.
વડાપ્રધાન મોદીનું કામદારોને સંબોધન: આજે વડાપ્રધાન મોદી ઈન્દોરના હુકુમચંદ મિલના કામદારોને વર્ચ્યુઅલ રીતે સંબોધિત કરશે. આ કાર્યક્રમનું આયોજન પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ સુશાસન દિવસ પર કરવામાં આવી રહ્યું છે. હુકુમચંદ મિલના લગભગ પાંચ હજાર કામદારોને 224 કરોડ રૂપિયાની રકમની ફાળવણી પણ કરાશે જે 30 વર્ષથી વધુ સમયથી પેન્ડિંગ હતી.