ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ચેન્નાઈમાં યુવતીની કરાઇ હત્યા, યુવતીના મોતથી પિતાએ પણ કરી આત્મહત્યા

ચેન્નાઈમાં હૈયુ હચમચાવી દે તેવી ધટના બની છે. યુવતીની એક યુવકે હત્યા (Girl killed in chennai) કરી નાંખી હતી. અને આ સમાચાર સાંભળીને તેના પિતાએ ઝેર પી ને આત્મહત્યા (father commits suicide due to girl death) કરી છે અને માતા તો બિમારીનો શિકાર છે. માતા લઇ રહ્યા છે કેન્સરની સારવાર.

ચેન્નાઈમાં યુવતીની કરાઇ હત્યા, યુવતીના મોતથી પિતાની આત્મહત્યા
ચેન્નાઈમાં યુવતીની કરાઇ હત્યા, યુવતીના મોતથી પિતાની આત્મહત્યા

By

Published : Oct 15, 2022, 1:29 PM IST

ચેન્નાઈમાં આવેલ પારંગિમલાઈ રેલ્વે સ્ટેશનપર ગઈકાલે ચાલતી સબ અર્બન ટ્રેનની (Sub Urban Train) સામે એક યુવકે કૉલેજ વિદ્યાર્થી સત્યાની હત્યા (Girl killed in chennai) કરી નાંખી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ સંદર્ભે, 7 વિશેષ દળોની રચના કરવામાં આવી હતી. હત્યા કરનાર વ્યક્તિની શોધ કરવામાં આવી હતી. પોલીસદ્રારા મધ્યરાત્રિએ ઇસ્ટ કોસ્ટલ રોડ ચેન્નઈ પર ધરપકડ કરવામાં આવી હતી મળતી માહિતી અનૂસાર આ યુવકનું નામ સતીશ છે.

પોલીસ કમિશનર શંકર જીવલે કૉલેજની વિદ્યાર્થીની સત્યાના ઘરે મુલાકાત

પુત્રીના મોતથી પિતાની આત્મહત્યાસત્યાના પિતા મણિકમ જેમને તેની પુત્રીના મૃત્યુની જાણ થતાની સાથે જ તેમણે મયિલ થુથમ નામનું ઘાતક ઝેર પીને આત્મહત્યા (father commits suicide due to girl death) ક કરી હોવાની માહિતી મળી રહી છે. બીજી બાજુ યુવતીની માતાને રામલક્ષ્મી કેન્સરની સારવાર લઈ રહી છે.

પરિવારમાં શોકવિદ્યાર્થીનીની હત્યા બાદ પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે. એક બાજુ યુવતીની હત્યા કરી દેવામાં આવી અને બીજી બાજુ પિતાએ આ દુખ સહન ના થતા આત્મહત્યા કરી દીધી. એક બાજુ યુવતીની માતા જેમને કેન્સરની સારવાર ચાલી રહી છે. હવે આ માતાનો સહારો કોણ? આ ઘટનાથી સ્થાનિક લોકોમાં ભારે શોકની લાગણી ફેલાઈ છે. ઉપરાંત, ચેન્નાઈના પોલીસ કમિશનર શંકર જીવલે કૉલેજની વિદ્યાર્થીની સત્યાના ઘરે વ્યક્તિગત રીતે મુલાકાત લીધી હતી. તેની બીમાર માતા રામલક્ષ્મી સાથે શોક વ્યક્ત કર્યો હતો. પોલીસ આ હત્યારા સતીશની તપાસ કરી રહી છે.

ABOUT THE AUTHOR

...view details