ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આ તે કેવી બેદરકારી, પારણામાંથી બાળકી ઉકળતી ચામાં પડી ગઈ - Sarvapachar admitted to hospital

ક્યારેક કુદરતની જીદ સામે તો ક્યારેક માણસની બેદરકારીને કારણે નવજાત શિશુ હજું દુનિયામાં આવે એ પહેલા જ અચાનક અને અણધારી વિદાય લઈ લે છે. આવો જ એક કિસ્સો મહારાષ્ટ્રના ધૂલેમાંથી સામે આવ્યો છે. જેને વાંચતા હૈયું એક ધબકારો ચૂકી જાય. મહારાષ્ટ્રના ધુલે (Accidental death in Dhule district) જિલ્લાના એક ગામમાં એક બાળકી પારણામાંથી ઉકળતી ચાના મોટા વાસણમાં પડી જતા શિશુે જીવ ગુમાવ્યો.

આ તે કેવી બેદરકારી, બાળકી ગરમ ચાના વાસણમાં પડી
આ તે કેવી બેદરકારી, બાળકી ગરમ ચાના વાસણમાં પડી

By

Published : Sep 24, 2022, 10:36 PM IST

ધુલે:ક્યારેક કુદરત નવજાત શિશુ માટે ઘાતકી પુરવાર થાય છે જેમાં એને એવી ખોટ સાથે પેદા કરીને કર્મનું ફળ આપે છે. તો ક્યારેક માણસ પોતાની બેદરકારીને કારણે બાળકને ખોઈ બેસે છે. આવો જ એક હૈયું કંપાવનારો કિસ્સો ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાંથી સામે આવ્યો છે. જેમાં એક બાળકી દુનિયા સામે આંખ ખોલે એ પહેલા કાયમી ધોરણે આંખ એની બંધ થઈ ગઈ. એટલું જ નહીં એના પરિવારમાં પણ એવો ખાલીપો મૂકી ગઈ જે હવે ક્યારેય ભરાશે નહીં.

મૃત્યું થયુંઃ ધુલે જિલ્લાના (Accidental death in Dhule district) શિંદખેડા તાલુકાના ચૌગાંવની એક વર્ષની બાળકીકપડાના પારણામાંથી નીચે ગરમ ચાના (Girl dies after falling into tea pot) વાસણમાં પડી હતી. બાળકી એક બાજુથી ગંભીર રીતે દાઝી ગઈ હતી. તેને ધુલેની ભાઈસાહેબ સરકારી મેડિકલ કોલેજ સર્વપચાર હોસ્પિટલમાં દાખલ (Sarvapachar admitted to hospital) કરવામાં આવી હતી, પરંતુ સારવાર (Girl died due to burns) દરમિયાન તેણીનું મોત થયું હતું.

પોલીસે કરી તપાસઃનાની બાળકીના મોતથી પરિવાર પર શોકનો ડુંગર છવાઈ ગયો છે. ગરીબીમાં પણ પરિવાર તે છોકરીની સારી રીતે સંભાળ રાખતો હતો. તેમાં આ ઘટના બની છે. બનાવ અંગે શિંદખેડા પોલીસ સ્ટેશનના ASI GG ઠાકરે તપાસ હાથ ધરી છે. બાળકીના મોત અંગે શિંદખેડા પોલીસ મથકે(Shindkheda Police Station) અકસ્માતે મોતની ઘટના તરીકે નોંધવામાં આવી છે. આ ઘટનાથી શિંદખેડા તાલુકાના ચોગાવમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details