ગુજરાત

gujarat

By

Published : Jun 27, 2022, 7:00 PM IST

ETV Bharat / bharat

લાખોની માછલીઃ 55 કિલોની માછલી માટે કંપનીએ આપી આટલી મોટી રકમ

દરિયામાંથી ક્યારેક એવી માછલીઓ (Fishing in West Bengal) મળી આવે છે જેની કોઈએ કદી કલ્પના પણ ન કરી હોય. આવી જ ઘટના પશ્ચિમ બંગાળમાં આવાલે દીઘુના (Dighu West Bengal) દરિયાકિનારે બની હતી. જ્યાં માછલીનું કદ જોઈને માછીમારો પણ આશ્ચર્ય પામ્યા હતા. પૂર્વ મિદનાપોરેમાંથી મળી આવેલી આ માછલીની (Giant Telia Bhola) ચર્ચા સર્વત્ર થઈ રહી છે.

લાખોની માછલીઃ55 કિલોની માછલી માટે કંપનીએ આપી આટલી મોટી રકમ
લાખોની માછલીઃ55 કિલોની માછલી માટે કંપનીએ આપી આટલી મોટી રકમ

દીઘુઃલગભગ 13 લાખની કિંમતની તેલિયા ભોલા (Giant Telia Bhola Fish) માછલી દિઘામાંથી માછીમારોએ પકડી હતી. આ માછલીને SST નામની કંપનીએ 13 લાખ રૂપિયામાં ખરીદી હતી. દિઘામાં 55 કિલો (Dighu West Bengal) વજનની તેલિયા ભોલા માછલી મળી આવી હતી. દિઘર એસ્ટ્યુરી એ પૂર્વ ભારતનું સૌથી મોટું માછલીનું હરાજી (Auction Center in West Bengal) કેન્દ્ર છે. જ્યાં માછલીઓની હરાજી કરવામાં આવે છે. અહીં માછલી રૂપિયા 13 લાખ રૂપિયામાં વેચાઈ છે.

આ પણ વાંચોઃસુરતના ઉમરપાડામાં ધોધમાર વરસાદથી સર્જાયા અદભૂત દ્રશ્યો

શું છે ખાસ આ માછલીમાંઃ તેલિયા ભોલા માછલીની વિશેષતા એ છે કે તેમાં પુષ્કળ માવો હોય છે, જેમાંથી દવાઓ બનાવવામાં આવે છે. અહેવાલો અનુસાર આ માછલીનો માવો વિદેશમાં પણ વેચી શકાય છે. તેથી આ માછલી ખૂબ મહત્ત્વની માનવામાં આવે છે. આ માછલીના માવામાંથી જીવનને સુરક્ષા આપતી કેટલીક દવાઓ બનાવવામાં આવે છે. તેથી વિદેશી કંપનીઓ ઊંચી કિંમતે આવી માછલીઓને ખરીદી લે છે. શિબાજી કબીર જેઓ સ્થાનિક રહેવાસી છે. તેઓ આ માછલીને દીધા સુધી લાવ્યા હતા પછી એની હરાજી થઈ હતી.

આ પણ વાંચોઃમહારાષ્ટ્રમાં રાજકીય સંકટમાં વધુ એક વધારો, શિવસેનાના સાંસદ સંજય રાઉતને EDનું તેડૂં

શું કહે છે વેપારીઃ આ અંગે વાત કરતા એક વેપારી કહે છે કે, મળી આવેલી આ માછલી માદા છે. એ ઈંડા મૂકવા માટે તૈયાર હતી. એટલે એનામાં માવાની માત્રા ઓછી છે. નર તેલિયા ભોલા માછલી રૂપિયા 9 લાખમાં વેચાઈ ગઈ હતી. છ દિવસ પહેલા જ એ મળી આવી હતી. નબાકુમાર જેઓ દીધા માછીમાર એસો.ના સભ્ય છે તેમણે કહ્યું કે, બીજી અથવા તો ત્રીજી વખત આ પ્રકારની મોટી માછલી મળી આવી છે.

હાઈબ્રીડઃ જેની કિંમત લાખોમાં છે. આવી માછલીથી માછીમારને એક જ દિવસમાં લાખો રૂપિયાનો આર્થિક ફાયદો થાય છે. આટલી મોટી માછલીને જોવા માટે આસપાસમાંથી લોકો એકઠા થયા હતા. માછીમારે કહ્યું હતું કે, આ તેલિયા ભોલાનું હાઈબ્રીડ છે.બંને જાતિના તેલિયાનું સ્થાનિક નામ ખચ્ચર ભોલા છે. જેના પેટમાં માવો છે તે સૌથી મૂલ્યવાન છે. ત્રણ કલાકની સોદાબાજી બાદ SST નામની કંપનીએ 26,000 રૂપિયા પ્રતિ કિલોના ભાવે માછલી ખરીદી હતી. જેની અંતે કુલ કિંમત રૂપિયા 13 લાખ થાય છે.

ABOUT THE AUTHOR

...view details