ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Ghulam Nabi Azad's statement : ગુલામ નબી આઝાદે કાશ્મિરના મુસ્લિમોને લઇને આપ્યું ચોંકાવનારુ નિવેદન - Ghulam Nabi Azads statement

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદે કહ્યું કે, આપણા મુસ્લિમો પણ એક સમયે હિન્દુ હતા. ઈસ્લામ માત્ર 1500 વર્ષ જૂનો છે, પરંતુ હિંદુ ધર્મ ઘણો જૂનો છે. તેઓ ડોડા જિલ્લામાં એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા તે સમયે તેમને આ નિવેદન આપ્યું હતું.

Etv Bharat
Etv Bharat

By

Published : Aug 17, 2023, 4:13 PM IST

શ્રીનગરઃ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટી (DPAP)ના નેતા અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદનું નિવેદન સતત હેડલાઈન્સ બની રહ્યું છે. આ નિવેદનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમણે ભારતમાં ધર્મોના ઐતિહાસિક સંદર્ભ પર ટિપ્પણી કરતા કહ્યું કે આ દેશમાં દરેક વ્યક્તિ 'હિંદુ તરીકે જન્મે છે'.

ગુલામ નબિ આઝાદે મુસ્લિમોને લઇને કહી આ વાત ; એક દિવસ પહેલા, આઝાદે જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં એક સભાને સંબોધતા કહ્યું કે, "આપણી પાસે કાશ્મીરનું ઉદાહરણ છે, જ્યાં 600 વર્ષ પહેલાં કાશ્મીરમાં કોઈ મુસ્લિમ નહોતા. લોકો ઇસ્લામ સ્વીકાર કર્યો તે પહેલા, વસ્તી મુખ્યત્વે કાશ્મીરી પંડિતોની હતી. બાદમાં કાશ્મીરી પંડિતોને ઈસ્લામમાં પરિવર્તિત કરવામાં આવ્યા હતા. "ઇસ્લામ લગભગ 1500 વર્ષ પહેલા દુનિયામાં આવ્યો હતો, જ્યારે હિંદુ ધર્મ ખૂબ જ પ્રાચીન છે." તેમણે આગળ કહ્યું, 'ઈસ્લામ બહારથી આવ્યો હોવો જોઈએ, જેમાં મુઘલ સેનાના 10-20 સૈનિકો હતા. બાકીના હવે શીખ-હિંદુ ધર્માંતરિત છે.

ગુલામ નબીનો વાયરલ થયો વીડિયોઃગુલામ નબી આઝાદના આ નિવેદનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ કહેતા સાંભળી શકાય છે કે, "અમે હિંદુઓ, મુસ્લિમો, દલિતો અને કાશ્મીરીઓ માટે રાજ્ય બનાવ્યું છે. અહીં બહારથી કોઈ આવ્યું નથી. આ અમારો વિસ્તાર છે. સંસદમાં મેં ઘણી એવી વસ્તુઓ જોઈ છે જે તમને પણ ખબર નથી. મારા એક સહયોગી ધારાસભ્યએ કહ્યું કે, કાશ્મીરમાં ઘણા લોકો બહારથી આવ્યા છે. મેં તેનો ઈન્કાર કર્યો હતો. અમે કહ્યું કે, આપણા ભારતમાં ઈસ્લામ ધર્મ માત્ર 1500 વર્ષ જૂનો છે. જ્યારે હિંદુ ધર્મ ખૂબ જ પ્રાચીન સમયથી અસ્તિત્વમાં છે. તેમાંથી 10 થી 20 મુઘલ સૈન્યમાં હતા ત્યારે સ્થળાંતર કરવું પડ્યું હતું, જ્યારે બાકીના ભારતમાં ઇસ્લામ સ્વીકાર્યા હતા. કાશ્મીર તેનું ઉદાહરણ છે."

  1. Ghulam Nabi Azad: કલમ 370નો વિરોધ કરનારાઓને ઈતિહાસ-ભૂગોળનું જ્ઞાન નથી - ગુલામ નબી
  2. ગુલામ નબી આઝાદે પોતાની પાર્ટીનું નામ ડેમોક્રેટિક આઝાદ પાર્ટી રાખ્યું

ABOUT THE AUTHOR

...view details