ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ગુલામ નબી આઝાદે નવી પાર્ટીની કરી જાહેરાત, કોંગ્રેસ પર કર્યા પ્રહારો

કોંગ્રેસ પાર્ટી સાથે સંબંધો તોડ્યા બાદ ગુલામ નબી આઝાદ રવિવારે દિલ્હીમાં તેમના નિવાસસ્થાનથી જમ્મુ પહોંચ્યા. જમ્મુમાં તેઓ જનસભાને સંબોધિત કરવા પહોંચ્યા છે, જ્યાંથી તેઓ પોતાની રાજકીય ઇનિંગની નવી શરૂઆત કરશે. જમ્મુમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે.Ghulam Nabi Azad Set To Launch New Party At Jammu Rally Today, Ghulam Nabi Azad jammu rally,Ghulam Nabi Azad announce New Party

ગુલામ નબી આઝાદ: અલગ પાર્ટી બનાવવાના વિચારથી કોંગ્રેસ ગુસ્સે
ગુલામ નબી આઝાદ: અલગ પાર્ટી બનાવવાના વિચારથી કોંગ્રેસ ગુસ્સે

By

Published : Sep 4, 2022, 2:21 PM IST

જમ્મુ:દિગ્ગજ નેતા ગુલામ નબી આઝાદેદેશની સૌથી મોટી રાજકીય પાર્ટી ગણાતી કોંગ્રેસ પાર્ટી છોડી દીધી છે, જે બાદ રવિવારે જમ્મુમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીમાં જનતાને સંબોધવા માટે ગુલામ નબી આઝાદ દિલ્હીથી જમ્મુ પહોંચ્યા છે, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. કોંગ્રેસ પાર્ટીમાં લગભગ પાંચ દાયકા બાદ ગુલામ નબી આઝાદ જમ્મુથી પોતાની નવી રાજકીય ઇનિંગ શરૂ કરવા (Ghulam Nabi Azad Set To Launch New Party At Jammu Rally Today) જઈ રહ્યા છે. અહીં તે પોતાની પાર્ટીની પ્રથમ યુનિટની સ્થાપના કરશે.

નવા રાજકીય પક્ષની રચનાની જાહેરાતજમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રીના (Former Chief Minister of Jammu and Kashmir) એક નજીકના સહયોગીએ અગાઉ જણાવ્યું હતું કે, કોંગ્રેસ છોડ્યા બાદ જમ્મુમાં આઝાદની પ્રથમ જાહેર સભાની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને હજારો લોકો તેમનું ભાષણ સાંભળવા અહીં આવ્યા છે. પૂર્વ મંત્રી જીએમ સરુરીએ કહ્યું કે, રવિવારે બપોરે દિલ્હીથી જમ્મુ પહોંચતા જ આઝાદનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને તેઓ એક સરઘસમાં સૈનિક કોલોનીમાં જાહેર સભા સ્થળે પહોંચ્યા, જ્યાં તેઓ જનતાને સંબોધિત કરશે. નોંધપાત્ર વાત એ છે કે, સરુરી તે નેતાઓમાંથી એક છે, જેમણે આઝાદના સમર્થનમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. એવી શક્યતા છે કે, 73 વર્ષીય આઝાદ આ જાહેર સભામાં પોતાના નવા રાજકીય પક્ષની રચનાની જાહેરાત (Ghulam Nabi Azad new party) કરી શકે છે.

ગુલામ નબી આઝાદના સમર્થનમાં કોણ ગુલામ નબી આઝાદના સમર્થનમાં ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન, આઠ ભૂતપૂર્વ પ્રધાનો, એક ભૂતપૂર્વ સાંસદ, નવ ધારાસભ્યો અને મોટી સંખ્યામાં પંચાયતી રાજ સંસ્થાનના સભ્યો, મ્યુનિસિપલ કાઉન્સિલરો અને પાયાના કાર્યકરોએ કોંગ્રેસ સાથેના સંબંધો તોડી નાખ્યા છે. આઝાદને આવકારવા માટે જમ્મુ એરપોર્ટથી જાહેર સભા સ્થળ તરફ જતા રસ્તા પર અને સતવારી ચોક ખાતે હોર્ડિંગ્સ અને બેનરો લગાવવામાં આવ્યા છે. જાહેર સભા સ્થળે લગભગ 20 હજાર લોકોના બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સરુરી છેલ્લા એક સપ્તાહથી જાહેર સભાની તૈયારીઓમાં (Ghulam Nabi Azad jammu rally) વ્યસ્ત હતા. તેમણે કહ્યું કે, 'આઝાદના સમર્થનમાં રાજીનામું આપનારા તમામ લોકો જાહેર સભામાં હાજર હતા'.

આઝાદના સમર્થકો લેશે સભામાં ભાગ તેમણે કહ્યું કે, સમાજના વિવિધ વર્ગોનું પ્રતિનિધિત્વ કરતા લગભગ ત્રણ હજાર આઝાદ સમર્થકોએ જાહેર સભામાં ભાગ લેવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, આટલી મોટી સંખ્યામાં હાજર રહેલા લોકોનું સંચાલન કરવું મુશ્કેલ છે, તેથી અમે એક વ્યવસ્થા કરી છે. નવા પ્રવેશકર્તાઓને આવકારવા માટે તેમને આઝાદના સમર્થનમાં હાથ ઉઠાવવા કરવા કહેવામાં આવશે. વિવિધ પક્ષોના લોકો પણ અમારા સંપર્કમાં છે અને અમે આગામી દિવસોમાં આઝાદને સમર્થનની સુનામીની અપેક્ષા રાખીએ છીએ.

ગુલામ નબી આઝાદે પોતાના સંબોધનમાં શું કહ્યુંપોતાના સંબોધનમાં ગુલામ નબી આઝાદે કહ્યું કે, મારું હૃદય જમ્મુ-કાશ્મીર માટે ધડકે છે. કોંગ્રેસ કોમ્પ્યુટરથી નહીં પરંતુ લોહી અને પરસેવાથી બનેલી છે. અમારી વિરુદ્ધ અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. મારા માટે અલગ પાર્ટી બનાવવાના વિચારથી કોંગ્રેસ ગુસ્સે છે. લોકોના અપાર સમર્થન બદલ હું તેમનો આભાર માનું છું. કોંગ્રેસ હવે માત્ર ટ્વીટર અને કોમ્પ્યુટર સુધી સીમિત છે.આજે હું જોઉં છું કે, કોંગ્રેસના લોકોને સવારે બસ દ્વારા જેલમાં લઈ જવામાં આવે છે અને તે જ સમયે તેઓ ડીજી અને પોલીસ કમિશનરને ફોન કરે છે અને તેઓ કહે છે કે, અમારું નામ લખો અને અમને 1 કલાકમાં છોડી દો, એટલે આજે કોંગ્રેસ આગળ વધી શકી નથી.

ABOUT THE AUTHOR

...view details