લખનૌ: લેખિકા ગીતાંજલિ શ્રીને વર્ષ 2022 માટે આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમની નવલકથા 'ટોમ્બ ઓફ સેન્ડ' માટે તેમને પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. લેખિકા ગીતાંજલિ શ્રીએ કહ્યું કે, મેં ક્યારેય બુકરનું સપનું જોયું ન હતું, મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું આ સિદ્ધી હાંસલ કરીશ. હું આનંદ અને સન્માન અનુભવું છું.
ગીતાંજલિ શ્રીનું બાળપણ:1957માં મૈનપુરીમાં જન્મેલા ગીતાંજલિ શ્રીનું બાળપણ ઉત્તર પ્રદેશના અલગ-અલગ શહેરોમાં વીત્યું હતું. અહીં તેના પિતા સિવિલ સર્વન્ટ તરીકે પોસ્ટેડ હતા. તેમણે સ્થાનિક અંગ્રેજી માધ્યમની શાળાઓમાં તેમનું શિક્ષણ મેળવ્યું હતું. ઉત્તર પ્રદેશમાં ઉછરેલી ગીતાંજલિ શ્રીને હિન્દી પ્રત્યે ઊંડો પ્રેમ છે.
આ પણ વાંચો-ના જોઈએ મસ્જીદ, ના જોઈએ મંદિર, તારો પ્રેમ જ છે મારે ધર્મ, તારો પ્રેમ જ મારી તકદીર
ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ માટે 'શોર્ટલિસ્ટ' કરવામાં આવ્યું ત્યારે 'ટોમ્બ ઑફ સેન્ડ' હિન્દી ભાષાની પ્રથમ કૃતિ બની. હવે તેને 2022નું બુકર પ્રાઈઝ પણ મળ્યું છે. ગીતાંજલિ શ્રીનું આ પુસ્તક મૂળ હિન્દીમાં 'રેત સમાધિ' નામથી પ્રકાશિત થયું હતું. તેનો અંગ્રેજી અનુવાદ 'ટોમ્બ ઓફ સેન્ડ' ડેઇઝી રોકવેલ દ્વારા કરવામાં આવ્યો છે અને જ્યુરી સભ્યોએ તેને બ્રિલિયન્ટ ગણાવ્યો છે.
આ પણ વાંચો-SAHA VS KARTHIK: શા માટે કાર્તિકને પસંદ કરવામાં આવ્યો અને સાહાને દરવાજો દેખાડ્યો
જ્યારે બુકર માટે 'ટોમ્બ ઓફ સેન્ડ'ની પસંદગી કરવામાં આવી ત્યારે ગીતાંજલિ શ્રીએ કહ્યું કે, આ એક ખૂબ જ ખાસ પ્રકારની માન્યતા છે. જ્યારે કોઈ કામ દૂર બેઠેલા અજાણ્યા લોકોને આકર્ષે છે. આ સાચો આધાર છે. કામ સારું હોવું જોઈએ, અનુવાદ ઉત્તમ હોવો જોઈએ. ડેઝી અને મારા માટે આ એક શાનદાર ક્ષણ છે. હવે મારી નવલકથાએ 2022નું બુકર પ્રાઈઝ જીત્યું છે.